Your Moonsign Janam Rashi This Week –
17 September – 23 September 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

પહેલા ત્રણ દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 19મી સુધીમાં બેન્કીંગ કે લેતી દેતીના કામો પહેલા પુરા કરી લેજો. નહીં તો 20મી સપ્ટેમ્બરથી 36 દિવસ તમારે શનિની દિનદશામાં પસાર કરવાના છે તે વાત ધ્યાનમાં રાખજો. શનિ તમને તમારા કામની અંદર અટકાવી દેશે. થોડા આળસુ બની જશો. મોટી ‘હપ્તન યશ્ત’ની સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 17,18, 19, 23 છે.

You have three days remaining under Mercury’s rule. Ensure to complete all your banking and other financial transactions by 19th September. Saturn’s rule starting 20th September, for the next 36 days, will pose obstacles in your work. You could feel lethargic. Pray the Moti Haptan Yasht along with Meher Nyaish daily.

Lucky Dates: 17,18, 19, 23


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામની અંદર બુધ્ધિ વાપરી જવાબદારી ભરેલા કામ જલ્દીથી પુરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. બુધની કૃપાથી બીજાને સમજાવવાની શક્તિ ખુબ વધી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 18, 20, 21, 22 છે.

Mercury’s ongoing rule helps you use your intelligence and effectively complete all works that you are accountable for. Financial growth is predicted. Mercury’s blessings will greatly increase your powers to convince others. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 18, 20, 21, 22


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લું અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી મંગળની દિનદશા નાનું એકસીડન્ટ આપી જાય નહીં તેની ખાસ દરકાર લેજો. વાહન સંભાળીને ચલાવજો. વધુ ટેન્સન આવી જાય તેવા હાલના ગ્રહો છે. ઘરમાં ભાઈ બહેન વચ્ચે મતભેદ પડવાના ચાન્સ છે. ઓછું બોલવામાં ફાયદામાં રહેશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 19, 20, 23 છે.

This is the last week under Mars’ rule. As the descending rule of Mars could cause you minor accidents, you are advised to ride/drive your vehicles with added caution. The stars foretell increase in tension. Quarrels between siblings could take place. Speaking minimally will serve you well. Pray the Tir Yasht daily.

Lucky Dates: 17, 19, 20, 23


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લા 10 દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેજો. ચંદ્રની કૃપાથી તમે ઘરવાળાને સમજાવી પટાવીને તમારા કામ કરવામાં સફળ થશો. મિત્ર સગાઓ સાથેના મતભેદ દૂર કરવામા મીઠી જવાબ વાપરવાથી તે વ્યક્તિને મનાવી લેશો. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના‘ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 22 છે.

You have ten days remaining under the Moon’s rule. You are advised to make the house purchases of your choice. With the grace of the Moon, you will be successful in convincing your family members to do your works. With the use of your sweet words, you will be able to win over any upset friends or relatives. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 18, 20, 21, 22


LEO | સિંહ: મ.ટ.

05Leo

 તમને મિત્ર ગ્રહ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા નાના કામો પણ સંભાળીને કરવામાં સફળ થશો. થોડીગણી કરકસર કરીને બચાવેલા નાણાને સારી જગ્યાએ રોકાણ કરી શકશો. બીજાના હાવભાવ જોઈને તેના સુખ દુ:ખને જાણી લેતા વાર નહીં લાગે.દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’101 વાર ભણજો.
શુકનવંતી તા. 17, 19, 20, 21 છે.

The ongoing Moon’s rule helps you to execute even your smallest tasks with great diligence. A little bit of effort put into saving your income will help you make profitable investments. You will become perceptive about the emotions of others. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 17, 19, 20, 21


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoઆજથી સુર્યની દિનદશા ચાલુ હોવાથી મુશ્કેલીભર્યા કામ કરવા પડશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. સુર્ય તમને આંખમાં બળતરા માથાનો દુખાવો અને હાઈ પ્રેશર જેવી બીમારીથ પરેશાન કરશે. ઉપરી વર્ગ સાથે મતભેદમાં ઉતરતા નહીં. 96મુ નામ ‘ યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 20, 22, 23 છે.

The Sun’s rule starting today will put challenging tasks in your path. You will not taste success in government related works. You could suffer from headaches, burning sensation in the eyes and high BP. You are advised to not get into arguments with senior colleagues. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 18, 20, 22, 23


LIBRA | તુલા: ર.ત.

07Libra17મી ઓકટોબર સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલશે. તમારા નાણા મોજશોખ પાછળ વધુ ખર્ચ કરવા પડશે. મિત્રોમાં મન સન્માન ખુબ મલશે. અપોજીટ સેકસનું એટ્રેકશન વધી જશે. જે કામ કરતા હશો ત્યાંથી ધન લાભ મળી રહેશે. ઘરમાં કંઈ નવી ચીજ વસ્તુ લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 17, 18, 19, 21 છે.

Venus’ rule till 17th October will have you spending a lot of money on fun and entertainment. You will receive great admiration and respect from friends. The attraction towards the opposite gender will increase. You will make profits in all your endeavours. You will make new purchases for the home. Pray to Behram Yazad daily.

Lucky Dates: 17, 18, 19, 21


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

હાલમાં ચમકીલા શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા ધારેલા કામ પુરા કરવામાં સફળ થશો. નારાજ થયેલા અપોજીટ સેકસને મનાવી શકશો. કોઈ નવી વ્યક્તિ સાથે ઓળખાણ થવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. જેટલો ખર્ચ કરશો એટલા નાણા મેળવી લેશો. મનગમતી વસ્તુ લઈ શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

Venus’ ongoing rule will help you complete all the tasks you have undertaken. You will be able to win over members of the opposite gender who are upset with you. You will meet a new person. There will be no financial issues. You will be able to earn as much as your spend. You will be able to make purchases of your choice. Pray to Behram Yazad daily.

Lucky Dates: 20, 21, 22, 23


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી નાના કામો પણ પુરા નહીં કરી શકો. આવક કરતા જાવક વધી જવાથી વધુ ચિંતામાં આવી જશો. કોઈના પર આંધળો વિશ્ર્વાસ મુકતા નહીં. તમારા અંગત કે નજીકની વ્યક્તિ તમારો સાથ નહીં આપે. ખોટા વિચારોથી પરેશાન થશો. સગાઓ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 18, 19, 20, 22 છે.

Rahu’s ongoing rule makes it difficult for you to complete even your petty tasks. An increase in your expenses will have you worried. Do not trust anyone blindly. Those close to you will not be supportive. Negative thoughts will get you upset. You could end up squabbling with relatives over small issues. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 18, 19, 20, 22


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લું અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારાથી બનેતો કોઈના મદદગાર બનજો. ઉતરતી ગુરૂની દિનદશા તમારા હાથથી ભલાઈનું કામ કરાવી આપશે. તબિયતમાં સારા સારી રહેશે. નાણામાં છૂટછાટ હોય તો ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 22 છે.

This is the last week under Jupiter’s rule. If possible, do try and be of help or service to another. The descending rule of Jupiter will make you do noble deeds. Health will be good. If you have spare finances, ensure to make investments. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 18, 19, 20, 22


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 25મી ઓકટોબર સુધી તમે બીજાના મદદગાર બની શકશો. જે પણ કમાશો તેમાંથી થોડીગણી રકમ સારી જગ્યાએ રોકાણ કરવામાં સફળ થશો. ગુરૂ તમારા મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશે. તબિયતમાં સારો સુધારો જણાશે. તબિયતમાં સારા સારી રાખવા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 17, 21, 22, 23 છે.

The ongoing rule of Jupiter till 25th October, will have you helping others. You will be able to profitably invest a small part of your income. Jupiter will resolve all your challenges. Your health will improve greatly. To sustain good health, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 17, 21, 22, 23


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ઉતરતી શનિની દિનદશા તમારી તબિયતને બગાડી નાખે તેવા હાલના ગ્રહો છે. માનસિક સ્થિતિ સારી નહીં રહે. સમય પર કામ પુરૂં નહીં કરી શકો. શનિને કારણે બેકપેઈન અથવા જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. શનિ તમને આળસુ બનાવી દેશે. રોજબરોજના કામ કરવામાં આળસ આવશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 17, 18, 20, 21 છે.

The descending rule of Saturn could impact your health negatively. Your mental state will be disturbed. You might not be able to complete your works on time. You could suffer from backaches or joint pains. You could feel lethargic to do your daily chores. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 17, 18, 20, 21

Leave a Reply

*