Your Moonsign Janam Rashi This Week –
29 October – 04 November 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હવે તો તમને મિત્રગ્રહ ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધી ચાલશે. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. જે પણ કામ હાથમાં લેશો તેમાં સફળતા મળશે. તંદુરસ્તીમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. ધનની કમી નહીં આવે તે માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 1, 4 છે.

The onset of Jupiter’s rule, up to 25th December, will help in slowly improving your financial condition. You will be successful in all endeavours you take up. Your health will start showing marked improvements as well. To ensure there is no financial shortage, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 29, 30, 1, 4


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શનિની દિનદશા ચાલુ હોવાથી તમને કામ કરવામાં ખુબ કંટાળો આવશે. ખોટા કામ પાછળ સમય બગાડશો. હાલમાં નાણાકીય બાબતમાં ખુબ ખેચતાણ રહેશે. આવક કરતા ખર્ચ ખુબ વધી જશે. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં નાખશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાથી થોડી શાંતિ મળશે.

શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.

Saturn’s ongoing rule makes you feel too lethargic to work. You could end up wasting time behind unnecessary tasks. Financial strain is indicated. Your expenses will greatly outweigh your income. A small mistake of yours could land you in big trouble. For peace of mind, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 30, 1, 2, 3


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

બુધ જેવા બુધ્ધિના દાતાની દિનદશા ચાલુ હોવાથી નાના કામો પ્લાન કરી આગળ વધી શકશો. તમે નાણાને વધુ કમાવા માટે વધુ કામ કરવામાં સફળ થશો. મિત્રોનો સાથ સહકાર મળશે. અધુરા કામ પુરા કરી શકશો. મિત્રોને મળવાથી ફાયદો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 2, 4 છે.

Under Mercury’s rule, you will be able to move ahead, with good planning. You will be successful in earning extra income by working extra hours. Friends will be supportive. You will be able to compete your unfinished works. Meeting friends will prove beneficial to you. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 29, 30, 2, 4


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને બુધની દિનદશા ચાલુ થયેલી હોવાથી 19મી ડિસેમ્બર સુધી તમારા ખોટા ખર્ચા પર કાપ મુકીને નાણાને બચાવામાં સફળ થશો. રોકાયેલા નાણાને પાછા મેળવવા માટે ભાગદોડ કરી શકશો. રોજ બરોજના કામો બીજા કરતા તમારા કામ જલદી પુરા કરી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 30, 1, 3, 4 છે.

Mercury’s ongoing rule, till 19th December, will help you to practice control over your expenses and in saving money. You will be able to put in extra effort to retrieve your stuck funds. You will be able to complete your daily chores much faster than others. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 30, 1, 3, 4


LEO | સિંહ: મ.ટ.

05Leo

મંગળની દિનદશા ચાલુ હોવાથી અચાનક તબિયત બગડી જાય તો નવાઈમાં પડી જતા નહીં. ઉતાવળમાં કરેલા કામમાં સફળતા નહીં મળે. હાઈ પ્રેશર, તાવ કે નાનું એકસીડન્ટ થવાના ચાન્સ છે. બીજાને મદદ કરવા કરતા તમારા કામ પર વધારે ધ્યાન આપજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 31, 4 છે.

Mars’ ongoing rule could lead to a sudden fall in health. Any work that you do in haste will not be successful. You could suffer from high BP, fever or even meet with a small accident. Focus more on your work as opposed to trying and helping others. Pray the Tir Yasht daily.

Lucky Dates: 29, 30, 31, 4


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મનને ગમે તેવી વ્યક્તિ મળશે. ગામ પરગામ જવાના ચાન્સ છે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવામાં સફળ થશો. મિત્રો સાથે થયેલા મતભેદને દૂર કરવા માટે મીઠી જબાન વાપરીને મતભેદ દૂર કરી શકશો. હાલમાં દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 30, 1, 3, 4 છે.

The Moon’s rule will bring to you your desired person. Opportunities to travel abroad are indicated. You will be able to cater to the wants of your family members. You will be able to resolve any misunderstandings with friends with the use of your sweet words. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 30, 1, 3, 4


LIBRA | તુલા: ર.ત.

07Libra

સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથા પર ગરમી વધુ રહેશે. બપોરના સમયમાં કામ કરવાનો ખુબ કંટાળો આવશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. નોકરી કરતા હશો તો સાથે કામ કરનાર તેમજ ઉપરી વર્ગ તમને નાની બાબતમાં પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. વડીલવર્ગની ચિંતા રહેશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 29, 30, 2, 4 છે.

The ongoing Sun’s rule will keep you hot-headed. You will feel a lot of lethargy to work especially in the afternoons. Your government-related works will not find success. Those who are employed could get harassed by their senior colleagues at the workplace. Worries for the elderly will trouble you. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 29, 30, 2, 4


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામ પહેલા પુરા કરી લેજો. શુક્રની કૃપાથી અપોઝીટ સેકસ સાથે સારા સારી થતી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રાખીને થોડી બચત કરવા માગશો તો બચત નહીં કરી શકો. મોજશોખ પાછલ કંટ્રોલ રાખજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.

Venus’ rule till 16th November. Prioritize on completing your important works first. With the grace of Venus, there will be an increase in cordial relations with the opposite gender. Despite doing well financially, you will not be able to save money. Try to control your expenses on fun and entertainment. Pray to Behram Yazad daily.

Lucky Dates: 31, 1, 2, 3


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી મોજશોખમાં જેટલો ઘટાડો કરવા માગશો તેટલાજ મોજશોખ વધી જશે. ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. નાણા કમાવા માટે કોઈ મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી તમે કોઈને તન મન અને ધનથી મદદ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 29, 30, 2, 4 છે.

Till 16th December, all your attempts to curb your inclinations towards fun and entertainment will all go in vain. You will not be able to control your expenses. You will not face any challenges in earning money. With Venus’ blessings you will be able to help another in every way. Pray to Behram Yazad daily.

Lucky Dates: 29, 30, 2, 4


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુ તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારા અંગત વ્યક્તિ તમને માન સન્માન નહીં આપે તેનું દુ:ખ લાગશે. વધુ ચિંતા કરવાથી તબિયત બગડી જવાના ચાન્સ છે. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણતા થોડી રાહત મળશે.

શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.

Rahu’s rule till 6th November will rob you of your sleep as well as your appetite. You will feel hurt as those close to you will not show you respect or appreciation. Too much worrying could lead to a fall in your health. Couples will frequently keep squabbling over small matters. For relief, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 31, 1, 2, 3


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમે રાહુની સોનેરી જાળમાં ફસાઈ ગયેલા છો. હાલમાં તબિયતના બારામાં જરા પણ બેદરકાર રહેતા નહીં. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં નાખશે. લેતી દેતીના કામથી દૂર રહેજો. મિત્ર મંડળમાંથી કોઈ વ્યક્તિ તમારી સાથે ચીટીંગ કરી જશે. રાહુના પ્રકોપને ઓછો કરવા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 31, 4 છે.

You cannot escape from Rahu’s golden jail. You are cautioned to not be careless about your health. A small mistake could land you in grave trouble. Avoid indulging in any financial transactions regarding lending or borrowing money. A friend could cheat or deceive you. To placate Rahu’s impact, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 29, 30, 31, 4


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધી દયાળુ માયાળુ ગુરૂની દિનદશા ચાલશે. જાણતા અજાણતા તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. ઘરવાળા તમારી વાતને ખુબ સારી રીતે સાંભળશે. કોઈના સાચા સલાહકાર બનીને તેની ભલી દુવા મેળવી લેશો. શાંતિ માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.

Jupiter rules you till 24th November. You will, unknowingly or knowingly, end up helping others. Family members will attentively listen to what you have to say. You will receive the blessings of someone by giving them sincere advice. For peace, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 30, 1, 2, 3

Leave a Reply

*