ખેલો ઈન્ડિયા વિમેન્સ જુડો નેશનલ લીગમાં ફ્રિયા જીજીનાએ ગોલ્ડ મેડલ જીત્યો

દક્ષિણ મુંબઈની કેસી કોલેજમાં સ્પોટર્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ મેનેજમેન્ટમાં બી.વીઓસી.નો અભ્યાસ કરતી ફ્રિયા ખુશનૂર જીજીનાએ દેશની રાજધાની – નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે આયોજિત ખેલો ઈન્ડિયા નેશનલ વુમન્સ લીગમાં જુનિયર, અંડર-70 કિગ્રા વર્ગમાં જુડોમાં ગોલ્ડ મેડલ જીતીને સમુદાયને ગૌરવ અપાવ્યું હતું. 20 થી 23 ઓક્ટોબર, 2022 દરમિયાન ભારતના જુડો ફેડરેશન દ્વારા આયોજિત ખેલો ઈન્ડિયા વિમેન્સ જુડો નેશનલ લીગ એન્ડ રેન્કિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવનારી મુંબઈ અને મહારાષ્ટ્રની ફ્રિયા એકમાત્ર છોકરી છે.
ફ્રિયા 3 વર્ષની ઉંમરથી જુડોની પ્રેકિટસ કરી રહી છે અને જ્યારે 4 વર્ષની ઉંમરે, ડોજો (જુડો વર્ગ)માં, ઇપ્પોન જુડો એકેડેમીના કોચ, તેના સેન્સી (શિક્ષક) કાવસ બિલિમોરિયા હેઠળ તેણીએ પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફ્રિયાના માતા-પિતા – ખુશનૂર અને કમલ – પણ સેન્સી બિલિમોરિયાના વિદ્યાર્થીઓ છે. ફ્રિયાને તેણીની અદભુત સિદ્ધિ માટે અભિનંદન અને અહીં તેણીને ઉત્કૃષ્ટતા ચાલુ રાખવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

Leave a Reply

*