જેહાન ઈરાનીએ આઈસીએન (ભારત) ખાતે પ્રથમ પ્રયાસમાં 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેળવ્યા

મુંબઈ સ્થિત, 22 વર્ષના જેહાન ઈરાનીએ પ્રતિષ્ઠિત આઈ કોમ્પિટ નેચરલ (આઈસીએન) ઈન્ડિયા, બોડી-બિલ્ડિંગ અને ફિટનેસ સ્પર્ધાના ભારતીય ચેપ્ટરમાં ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર જીત્યા હતા, જે સ્પર્ધા 5મી નવેમ્બરે 2022, યશવંતરાવ ચવ્હાણ કેન્દ્ર, નરીમાન પોઈન્ટ, દક્ષિણ મુંબઈમાં યોજાઈ હતી. સમગ્ર ભારત અને અન્ય દેશોમાંથી 60 પ્રતિભાગીઓએ વિવિધ કેટેગરીમાં જીતવા સ્પર્ધા કરી હતી, જ્યાં કુદરતી રમતવીર, જેહાન, જેમણે તેની પ્રથમ વ્યાવસાયિક સ્પર્ધામાં ભાગ લીધો હતો, તેણે ચાર ટ્રોફી જીતી – મેન્સ બોડીબિલ્ડિંગ અંડર-23માં ત્રણ ગોલ્ડ, મેન્સ ક્લાસિક ફિઝિક, અને ક્લાસિક ફિઝિક અંડર-23, અને મેન્સ બોડીબિલ્ડિંગમાં એક સિલ્વર. 88 દેશોમાં હાજરી સાથે અને વિશ્વભરમાં 31,000 થી વધુ સભ્યો સાથે વૃદ્ધિ પામતા, આઈસીએન (આઈ કોમ્પિટ નેચરલ) આજે નેચરલ ફિટનેસ મોડલિંગ, બોડીબિલ્ડિંગ, ફિઝિક અને ફેશન ઇવેન્ટસમાં વિશ્વવ્યાપી
અગ્રેસર છે.
મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા, યુવા ફિટનેસ ટ્રેનર, જેહાન હોટેલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ છે અને હાલમાં તે આઈઆઈએમ લખનૌમાંથી બિઝનેસ માર્કેટિંગ કરી રહ્યા છે. જેહાન હવે 10મી ડિસેમ્બર, 2022ના રોજ આઈસીએન ગોવા પ્રો-શોમાં ભાગ લેશે, જેમાં 92 દેશોના પ્રતિભાગીઓ જીતવા માટે સ્પર્ધા કરતા જોવા મળશે! અહીં જેહાન ઈરાનીને તેના ભાવિ પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે!

Leave a Reply

*