Your Moonsign Janam Rashi This Week –
12 November – 18 November 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે ભલાઈના કામો કરવામાં સફળ થશો. બીજાના મદદગાર બની શકશો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરી શકશો.સાથે સાથે એમની જે જરૂરત હશે તેવી રીતે મદદ કરવામાં સફળ થશો. આ અઠવાડિયામાં નાણાકીય ફાયદો થવાના પુરા ચાન્સ છે. દરરોજ નસરોશ યશ્તથ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 15, 18 છે.

Jupiter’s ongoing rule will have you doing noble works of service. You will be helpful to others. You will be able to cater to the needs of your family members, alongside providing them the support they need. This week will bring in financial gains. Pray to Sarosh Yasht daily.

Lucky Dates: 12, 13, 15, 18


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા 2 અઠવાડિયા શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તમારા કરેલા કામની કદર નહીં થાય. અચાનક તબિયત બગડી જશે. પેટમાં દુખાવાથી પરેશાન થશો. નાણાકીય મુશ્કેલી આવશે. મનગમતી વ્યક્તિ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. દરરોજ મોટી નહપ્તન યશ્તથ ભણવાથી થોડીક શાંતિ થશે.

શુકનવંતી તા. 13, 14, 16, 17 છે.

You have two more weeks under Saturn’s rule. Your work will not be appreciated. Sudden fall in health is indicated. You could suffer from stomach-ache. You could be in financial difficulty. Your favourite person could get upset with you over a small matter. For peace of mind, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 13, 14, 16, 17


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

20મી સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે. લેતીદેતીના કામો પહેલા પુરા કરી લેજો. તમારે કોઈ પાસેથી ધન લેવાનું બાકી હોય તો 20મી પહેલા મળી જાય તેવી રીતે મહેનત કરજો. નહીં તો 20મી પછી તમને નાણા પાછા મેળવવામાં મુશ્કેલી આવશે. ચાલુ કામ પર ધ્યાન આપજો. દરરોજ નમહેર નીઆએશથ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Mercury’s rule till 20th November suggests that you prioritize completing all your transactions involving lending or borrowing money. Put in efforts to retrieve your pending dues from others, before the 20th. Post the 20th, retrieving your money will be difficult. Focus on your ongoing work at hand. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 14, 15, 16, 17


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

બુધની દિનદશા ચાલુ હોવાથી 19મી ડિસેમ્બર સુધી તમે તમારા અગત્યના કામો પુરા કરવા કોઈબી કસર નહીં છોડો. નાણાકીય ફાયદાને પહેલા જોશો. નોકરી કરતા હશો તો કામમાં સફળતા મેળવવામાં મુશ્કેલીમાં નહીં આવે. ધનની બચત કરી શકશો. દરરોજ નમહેર નીઆએશથ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 12, 13, 16, 18 છે.

Under Mercury’s ongoing rule till 19th November, you will leave no stone unturned to complete your important works. You will prioritize financial gains. Those who are employed will find much success with little effort. You will be able to save money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 12, 13, 16, 18


LEO | સિંહ: મ.ટ.

05Leo

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમને નાની બાબતમાં ગુસ્સો આવશે. મિત્રો સાથેના સંબંધ બગડી જવાના ચાન્સ છે. ભાઈ બહેન સાથે મતભેદ પડતા રહેશે. ધન આવતા પહેલા ખર્ચનું લીસ્ટ તૈયાર થઈ જશે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. દરરોજ નતીર યશ્તથ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 14, 15, 17, 18 છે.

Mars’ ongoing rule makes you lose your temper over small matters. Relationships with friends could suffer. Squabbles with siblings is indicated. Even before you receive income, you will have an overflowing list of expenditures! A favourite person will get upset over a petty issue. Pray the Tir Yasht daily.

Lucky Dates: 14, 15, 17, 18


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે મનને શાંત રાખીને કામ કરવાથી મનને શાંતિ મળશે. સાથે કામ કરનારના મદદગાર બની રહેશો. ઘરમાં કોઈ નવી ચીજ વસાવી શકશો. ધનની ચિંતા ઓછી થશે. દરરોજ 34મુ નામ નયા બેસ્તરનાથ 101વાર ભણજો.

શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.

The Moon’s rule till 26th November ensures that you work with a calm mind and stay peaceful. You will be helpful to your co-workers. You will be able to make new purchases for your home. Your financial worries will reduce. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 12, 13, 16, 17


LIBRA | તુલા: ર.ત.

07Libra

26મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે બધાની સાથે વ્યવહાર સુધારી લેવામાં સફળ થશો. નવા કામ મળવાના ચાન્સ ખુબ સારા છે. ગામ પરગામ જવાનો ચાન્સ મળે તો જવા દેતા નહીં. હરવા ફરવાથી તમારા માઈન્ડને ખુબ શાંતિ મળશે. દરરોજ 34મુ નામ નયા બેસ્તરનાથ 101વાર ભણવાથી મન સ્થિર રહેશે.

શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.

The Moon rules you till 26th December, helping you to improve your relations with everybody around you. There is a high possibility for you to get new work. Do not miss out on the opportunity to travel abroad. Travel will bring you much mental peace. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 15, 16, 17, 18


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

પહેલા 4 દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. અપોઝીટ સેકસને આપેલા પ્રોમીસ પુરા કરજો. નહીં તો 16મીથી શરૂ થતી સુર્યની દિનદશા 6ઠ્ઠી ડિસેમ્બર સુધી તમારા કામમાં તમને સફળતા નહીં અપાવે. ઘરવાળા સાથે નાની બાબતમાં ઝગડો થઈ જશે. મનને શાંત નહીં રાખી શકો. આજથી નબહેરામ યઝદથ સાથે 96મુ નામ નયા રયોમંદથ 101વાર ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

In the 4 days remaining under Venus’ rule, ensure to deliver the promises you have made to the opposite gender. The Sun’s rule, starting 16th November to 6th December, denies you of any success in your work. Arguments over petty matters with family members at home is indicated. Your mind will not be at peace. Starting today, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, along with praying to Behram Yazad, daily.

Lucky Dates: 12, 13, 14, 15


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શુક્રની દિનદશા ચાલુ હોવાથી ધન બચાવામાં સફળ નહીં થાવ. પરંતુ શુક્રની મહેરબાનીથી કોઈ પાસે ધન માંગવાનો સમય નહીં આવે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. કોઈક નવી ઓળખાણ તમને ભવિષ્યમાં ફાયદો આપી જશે. કામકાજમાં જશ મળશે. હાલમાં તમે દરરોજ નબહેરામ યઝદથની આરાધના કરજો.

શુકનવંતી તા. 13, 16, 17, 18 છે.

Venus’ ongoing rule makes it impossible for you to save money. Even so, with Venus’ grace, you will not feel the need to borrow money from others. You could make new friends. A new acquaintance will prove helpful to you in the future. You will get appreciation for your work. Pray to Behram Yazad daily.

Lucky Dates: 13, 16, 17, 18


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને તમારા મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય ફાયદા મળતા રહેશે. બીજાના મદદગાર થશો. 14મી જાન્યુઆરી સુધીમાં ગામ પરગામ જવાના સારા ચાન્સ છે. શુક્રની કૃપાથી તમારા મનની વાત બીજાને સમજાવી શકશો. જે પણ લાભ મળે તે લઈ લેજો. નબહેરામ યઝદથ ભણવાથી ઈનવીઝીબલ હેલ્પ મળી જશે.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

You will receive financial benefits, under Venus’ rule. You will be of help to others. Chances to travel abroad is indicated up to 14th January. With Venus’ grace, you will be able to explain your point of view to others. You are advised to accept any benefits you receive. You will receive anonymous help by praying to Behram Yazad daily.

Lucky Dates: 12, 13, 14, 15


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી ખુબ સહેલા કામો પણ સારી રીતે પુરા નહીં કરી શકો. થોડુ કામ કર્યા પછી કામ પુરાં કરવા માટે ખુબ કંટાળો આવશે. તમારા અંગત માણસો તમને મુશ્કેલીમાં નાખી દેશે. તબિયતની સંભાળ લેજો. દવા લેવામાં આળસાઈ કરતા નહીં. હાલમાં નમહાબોખ્તાર નીઆએશથ ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. 14, 16, 17, 18 છે.

Rahu’s ongoing rule makes it difficult for you to execute even easy tasks. You will feel very lethargic to complete your work after having started it. Those close to you could land you in trouble. Take good care of your health – do not be careless or lazy in taking your medicines on time. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 14, 16, 17, 18


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધી ગુરૂ જેવા જ્ઞાની ગ્રહની દિનદશા ચાલશે. હાલમાં તમને દરેક બાબતમાં સાચો રસ્તો મળતો જશે. પૈસાને કારણે કોઈ પણ કામ અટકશે નહીં. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરવાળા તમને દરેક બાબતમાં સાથ આપશે. રોજ  નસરોશ યશ્તથ ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. 12, 13, 15, 16 છે.

Jupiter’s rule till 24th November will show you the right path. Your work will not get stalled due to finances. You are advised to ensure investing some of the money from your earnings. Your family members will support you in all matters. Be sure to pray the Sarosh Yasht daily.

Lucky Dates: 12, 13, 15, 16

Leave a Reply

*