Your Moonsign Janam Rashi This Week –
26 November – 2 December 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ગુરૂ જેવા ધર્મન દાતાની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈ વ્યક્તિનું ભલાઈનું કામ થઈ જશે. નાણાકીય બાબતમાં સારો સુધારો રહેશે. ફેમીલી મેમ્બરને આનંદમાં રાખી શકશો. રીસાયેલી વ્યક્તિને મનાવી લેજો. રોજના કામમાં રૂકાવટ નહીં આવે. જે લાભ મળતો હોય તે લઈ લેજો. હાલમાં દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 01, 02 છે.

Jupiter’s ongoing rule will lead you into being of service and helping another person. There will be good progress financially. You will be able to keep your family members happy. You are advised to make peace with someone who is upset with you. There will be no stoppages in your ongoing work. Be open to receiving any welfare/profits coming your way. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 27, 28, 01, 02


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજથી તમે ગુરૂ જેવા ગ્રહની દિનદશામાંથી પસાર થઈ રહ્યા છો. આજથી આવતા 58 દિવસમાં તમારા માથા પરથી બોજો ઉતારી દેવામાં સફળ થશો. અટકેલા ફસાયેલા નાણા પાછા મેળવવા માટે જે પણ મહેનત કરશો તેનું પરીણામ સારૂં આવશે. ફેમીલી સાથેના સંબંધો વધુ સારા થતા જશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. આજથી તમે પણ દરરોજ સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 26, 29, 30, 02 છે.

You will be ruled by Jupiter for the next 58 days, over which all your mental tensions will be relieved. The efforts that you put in to retrieve your stuck funds, will be fruitful. Relations within the family will get stronger. You could get opportunities for short travels. Starting today, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 26, 29, 30, 02


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારે બાજુથી હેરાન પરેશાન થઈ જશો. ઘરમાં ધણી ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડશે. ધનની કમી ખુબ રહેશે. તમારે કોઈ પાસે ઉધાર પૈસા લેવાનો સમય આવશે. માથા પર બોજો વધવાથી માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 27, 28, 01, 02 છે.

Saturn’s ongoing rule will have you feeling troubled from all corners. Couples could quarrel over petty matters. Financial shortage is indicated. You could have to borrow money. You could suffer from headaches due to increasing mental tensions. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 27, 28, 01, 02


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી આવકમાં થોડી ઘણી બચત કરવામાં સફળ થશો. બચાવેલી રકમને સારી જગ્યાએ રોકાણ કરવામાં સફળ થશો. કોઈ મિત્રને તન મન કે ધનથી મદદ કરવામાં સફળ થશો. જે પણ કામ કરતા હશો તેમાં 19મી ડિસેમ્બર સુધીમાં સફળતા મેળવીને રહેશો. હાલમાં દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 26, 28, 29, 30 છે.

Mercury’s ongoing rule will make it possible for you to save some money from your income. You will succeed in profitably investing this saved money. You will go all out to help a friend in every way. Till 19th December, you will taste success in all your endeavours. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 28, 29, 30


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને તમારા મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિ બળ વાપરી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. બુધની કૃપાથી ધન મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. નવા કામ મેળવવામાં થોડી મહેનત કરવાથી નવા કામ કરી શકશો. મિત્રો તરફથી માન મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 27, 29, 01, 02 છે.

Mercury’s rule helps you to overcome even the most challenging of tasks smoothly, with the use of your intelligence. You will be able to get money without facing any hurdles. A little effort will bring in new work / projects. Friends will show you great respect. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 27, 29, 01, 02


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આજથી મંગળની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારા મગજને શાંત રાખવામાં સફળ નહીં થાવ. નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. ભાઈ બહેન સાથે મતભેદ પડી જશે. વાહન ચલાવતા સમયે વાહન ખુબ સંભાળી ચલાવજો એકસીડન્ટ થવાના ચાન્સ છે. ઉતાવળમાં કોઈ ડીસીઝન લેતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી થોડી શાંતિ મળશે.

શુકનવંતી તા. 26, 28, 30, 01 છે.

Mars rule starting today will not let you succeed in keeping your mind calm. You will get angry over small issues. Arguments with siblings is indicated. You are advised to drive/ride your vehicles with great caution as you could meet with an accident. Do not make any decision in haste. For peace of mind, pray the Tir Yasht daily.

Lucky Dates: 26, 28, 30, 01


LIBRA | તુલા: ર.ત.

07Libra

26મી ડિસેમ્બર સુધી શીતળ શાંત ચંદ્રની દિનદશા ચાલશે. હાલમાં તમને તન મન અને ધન ત્રણે થી આનંદમાં રહેશો. તમારા અધુરા કામ પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. બીજાના મદદગાર બની શકશો. નાણાકીય બાબતમાં વધુ સારા સારી કરવા માટે દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 27, 28, 29, 02 છે.

The Moon’s rule till 26th December will keep you happy in every way – mentally, physically and financially. You will be able to easily complete your unfinished works. You will be able to help others. To further improve your financial standing, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 27, 28, 29, 02


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી ડિસેમ્બર સુધી સુર્યની દિનદશા તમારા દિલના ધબકારા વધારતા રહેશે. સરકારી કામમાં જરાબી સફળ નહી થાવ. આંખમાં જલન તથા માથાના દુખાવા થી પરેશાન થશો. ભુલ બીજા કરશે તમને ભોગવવું પડશે. શરીરનું તાપમાન સરખું નહીં રહે તાવ, પ્રેશરથી પરેશાન થશો. હાલમાં 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 26, 29, 30, 01 છે.

The Sun’s rule till 6th December could leave you palpitating. Your government-related works will not be successful. You could suffer from headaches as well as burning sensation in the eyes. You could end up paying for the mistakes of others. Your bodily temperature might not stay normal and you could suffer from fever. Pay the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 26, 29, 30, 01


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. બને તો તમારા મોજશોખને થોડા ઓછા કરીને ધન બચાવવાની કોશીશ જરૂર કરજો. હાલમાં થોડી કરેલી બચત તમારા ખરાબ સમયમાં કામમાં આવશે. ધન કમાવવામાં કોઈ જાતની મુશ્કેલી નહીં આવે. રોજ બરોજના કામ પુરા કરવામાં સફળતા મળે તે માટે દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 27, 28, 01, 02 છે.

Venus’ rule till 16th December suggests that you try to get a hold of your expenditures on fun and entertainment. The savings made today will serve you in the future in your time of need. There will be no roadblocks in your way to earning money. To succeed in completing your daily works, pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 28, 01, 02


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને મોજીલા શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાના ચાન્સ મળી રહેશે. તમારા કામની અંદર તમને માન ઈજ્જત અને ધન મેળવવામાં સફળ થશો. તમે તમારા ઘરવાળાની મનની વાત સમજી લેશો. મિત્રો અને ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી શકશો. જૂના મિત્રોથી મુલાકાત થશે. તમે પણ દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 26, 27, 29, 30 છે.

Venus’ rule brings you opportunities to travel abroad. Your work will bring you much appreciation, respect and wealth. You will be able to understand the thoughts of your family members. You will be able to cater to the wants of friends and family member. You could meet up with old friends. Pray to Behram Yazad daily.

Lucky Dates: 26, 27, 29, 30


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. ઉતરતી રાહુની દિનદશા તમારા મગજને સ્થિર થવા નહીં દે. તમે લીધેલા ડીસીઝનમાં ક્ધફયુજ રહેશો. તબિયતમાં બેચેની લાગશે. નોકરી કરતા હશો તો સાથે કામ કરનાર તમને કોઈ જાતનો સાથ નહીં આપે. તેનું દુ:ખ થશે. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 01, 02 છે.

Rahu’s rule till 6th December. The descending rule of Rahu will not let your mind be stable. You will feel confused about the decisions you have made. Healthwise you could feel restless. Those who are employed will not receive support from their colleagues – this will hurt you. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 28, 29, 01, 02


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે ચારે બાજુથી પરેશાન થતા રહેશો. ઘરવાળા તમારી વાત માનશે નહીં. મુસાફરીનો પ્લાન કરતા નહીં. રાહુને કારણે તબિયત બગડી જવાના ચાન્સ છે. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકી દેશે. રાહુના પ્રકોપને ઓછો કરવા માટે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 30 છે.

Rahu’s ongoing rule has you feeling troubled from all corners. Family members will not be in agreement with you. Do not make any travel plans. Rahu could take a toll on your health. A small mistake of yours could land you in big trouble. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 26, 27, 28, 30

Leave a Reply

*