બકિંગહામ પેલેસ મુંબઈના 7 વર્ષીય સિમોન માર્કરને આભારની નોંધ મોકલે છે

8મી સપ્ટેમ્બર, 2022ના રોજ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધનથી સમુદાયમાં ઘણાને ખોટની લાગણી થઈ હતી, ખાસ કરીને આપણા વરિષ્ઠ સમુદાયના સભ્યોમાં, જેઓ હજુ પણ તેમને આપણી રાણી તરીકે ઓળખે છે. પરંતુ ડેલનાઝ અને રોહિન્ટન માર્કરને તેમની 7 વર્ષની પુત્રી સિમોન માટે કુતુહલ વ્યકત કર્યુ જ્યારે સિમોન, બીબીસી ચેનલ પર પરિવાર દ્વારા જોઈ રહેલા સમાચારથી પ્રભાવિત થઈને, તેના રૂમમાં જઈ તેણીએ રાણીનું પોટ્રેટ દોર્યું – જાણે કે તેણે એક સંવેદનશીલ બાળક બની રાણીને મૌન શ્રદ્ધાંજલિ આપી.

આનાથી પ્રભાવિત થઈને રોહિન્ટને આ પોટ્રેટ રાજા ચાર્લ્સ 3ને શોક પત્ર સાથે મોકલવાનું નક્કી કર્યું. રાજાને મળેલા હજારો લોકોમાં તે એક હશે તે જાણીને, પરિવાર પત્ર વિશે ભૂલી ગયો હતો. એટલે કે, 23મી નવેમ્બરની સવાર સુધી, જ્યારે તેમને બકિંગહામ પેલેસ તરફથી ધન્યવાદની નોંધ પ્રાપ્ત થઈ, જે રોયલ ક્રેસ્ટથી સજ્જ અને સિમોન માર્કર અને તેના પરિવારને સંબોધવામાં આવી હતી! એક બાળક તરીકે ચાર્લ્સ સાથેની યુવાન રાણીનો પ્રિય ફોટો માર્કર હોમમાં ગૌરવનું સ્થાન મેળવશે!

Leave a Reply

*