વાપીઝ સમુદાય માટે કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજે છે

વાપીઝએ 4થી ડિસેમ્બર, 2022ના રોજ મુંબઈના દાદર મદ્રેસા હોલમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે એન કે ધાભર કેન્સર ફાઉન્ડેશન અને ઓનકેર સાથે ભાગીદારી કરી. તેની અધ્યક્ષતા મુખ્ય મહેમાન – સુપ્રસિદ્ધ અભિનેતા અને ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્તકર્તા – અરૂણા ઈરાની તેમજ જાણીતા ગઝલ ગાયક અને કલાકાર – પદ્મશ્રી પીનાઝ મસાની દ્વારા કરવામાં આવી હતી.
કેન્સર સંબંધિત ઉત્તમ માહિતી સાંજ સુધી શેર કરવામાં આવી હતી, જેમાં પ્રારંભિક તપાસ પરીક્ષણો જીવનને કેવી રીતે બચાવી શકે છે તેના પર ભાર મૂકે છે. જાણીતા ઓન્કોલોજિસ્ટ ડો. બોમન ધાભર, કેન્સર, તેના પ્રકારો અને કારણો, આંકડાઓ અને સમયાંતરે તપાસની જરૂરિયાતની વિગતો આપતી પ્રસ્તુતિ શેર કરી હતી. ડો. શ્રીમતી ખુરશીદ મીસ્ત્રીએે શ્રોતાઓને જીવનશૈલીમાં ફેરફાર કરવાની આવશ્યકતા, સ્વસ્થ આહારના પોષક લાભો અને સ્વાસ્થ્ય માટે અને તેની વિરુદ્ધમાં કામ કરતા જુદા જુદા ખોરાક વિશે માહિતગાર કર્યા હતા.
દર્દીઓ, સંભાળ રાખનારાઓ અને બીએનડી ઓન્કો સેન્ટર અને એનકે ધાભર કેન્સર ફાઉન્ડેશનના શિક્ષકો દ્વારા કરવામાં આવેલ સ્કીટ દ્વારા મદદરૂપ ઇન્ટરેક્ટિવ સવાલ અને જવાબ સત્ર કરવામાં આવ્યું હતું, જેની આગેવાની ડો. પોરૂચીસ્તી બોમન ધાભરે લીધી હતી. કેન્સર જાગૃતિ કાર્યક્રમ વાપીઝની એન કે ધાભર કેન્સર ફાઉન્ડેશન, સાથે સતત ભાગીદારીનો એક ભાગ હતો. જેની શરૂઆત 2019 માં વિવિધ પારસી બાગ અને કોલોનીઓમાં આયોજિત ફ્રી બ્રેસ્ટ કેન્સર ડિટેક્શન કેમ્પ સાથે કરવામાં આવી હતી – જે તમામ વાપીઝ દ્વારા 2019માં પ્રાપ્ત ઉદાર દાન દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

*