Your Moonsign Janam Rashi This Week –
24 December – 30 December 2022

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજનો દિવસ જ શાંતિમાં પસાર કરવાનો બાકી છે. બને તો આજે ફેમીલીના વ્યક્તિને નારાજ કરતા નહીં. બાકી કાલથી રાહુની દિનદશા 42 દિવસમાં તમને દિવસે તારા બતાવી દેશે. રાહુને કારણે જે પણ કામ કરેલા હશે તેની ઉપર પાણી ફરી જતા વાર નહીં લાગે. ખોટા વિચારોથી પરેશાન થશો. આજથી ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 24, 28, 29, 30 છે.

You have today’s last day to spend in peace. Try not to upset any family member today. Rahu’s rule, starting tomorrow, for the next 42 days, will give you a very hard time. Rahu’s influence could end up turning all your good works into disasters. Your mind could get clouded with negative thoughts. Starting today, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 24, 28, 29, 30


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી હાલમાં તમને નાણાકીય બાબતની અંદર મુશ્કેલી નહીં આવે. ગુરૂની કૃપાથી તમારી ઈજ્જત જતા જતા બચી જશે. ધર્મના કામો કરવાથી મનને વધુ શાંતિ મળશે. કોઈના મદદગાર બની શકશો. બાળકોની ચિંતા ઓછી થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
 

શુકનવંતી તા. 25, 26, 27, 30 છે.

Jupiter’s ongoing rule ensures you will face no financial issues. Jupiter’s influence will save you from losing your reputation. Indulging in religious works will keep your mind peaceful. You will be able to help others. Worries about children will reduce. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 26, 27, 30


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

પહેલા બે દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા તબિયત બગાડી નાખશે. બાકી 26મીથી તમને ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા શરૂ થશે. તેથી 21મી ફેબ્રુઆરી સુધીમાં તમારા માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. ધીરે ધીરે નાણાંકીય સ્થિતિ સારી થતી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 28, 29 છે.

You have 2 days remaining under Saturn’s rule. Its descending rule could take a toll on your health. Jupiter’s rule starting 26th December till 21 February, will ensure to reduce your mental worries. Your financial state will gradually keep improving. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 24, 25, 28, 29


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. તમે નાણાકીય મુશ્કેલીમાં આવી જશો. અંગત માણસ તમને દગો આપશે તેવા હાલના ગ્રહો છે. શનિને કારણે માથાનો બોજો ઓછો થવાને બદલે વધી જશે. રોજ બરોજના કામો પુરા કરવામાં ખુબ કંટાળો આવશે. ખોટી જગ્યાએ ધન ખર્ચ થશે. શનિને શાંત કરવા મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 24, 26, 27, 29 છે.

Saturn’s rule till 24th January could land you in some financial trouble. You could end up getting betrayed by someone close to you. Saturn’s influence could end up increasing your tensions. You will feel a lot of lethargy in completing even your daily chores. You could spend money in the wrong places. To placate Saturn, pray the Moti Haptan Yasht.

Lucky Dates: 24, 26, 27, 29


LEO | સિંહ: મ.ટ.

05Leo

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. નાણાકીય મુશ્કેલી દૂર કરવા માટે બુધ્ધિ વાપરીને ધન વધુ કમાઈ લેશો. નોકરી કરતા હશો તો નોકરી ઉપર સાથે કામ કરનારનું દિલ જીતી લેશો. સારા સમાચાર મળવાના ચાન્સ છે. સેલ્ફકોન્ફીડન્સ ખુબ સારો રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 25, 26, 28, 30 છે.

Mercury’s ongoing rule will empower you to do even challenging tasks with ease. To improve your financial status, you will use your intelligence to earn more money. Those employed will win over their colleagues. You could receive good news. Your self confidence will be high. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 25, 26, 28, 30


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને તમારા રાશિના માલીક બુધની દિનદશા શરૂ થયેલી છે. અગત્યના કામ પુરા કરવા માટે કોઈની મદદ જરૂર મળી રહેશે. જો તમારા પૈસા ફસાયેલા હોય તો થોડી ઘણી ભાગદોડ કરશો તો ફસાયેલા નાણા પાછા મેળવી લેશો. તમારી સાથે દગો કરનાર વ્યક્તિ સામે આવી જશે. તમેબી દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 24, 27, 28, 29 છે.

The onset of Mercury’s rule will ensure that you get external help to complete your important tasks. You will be able to retrieve your stuck funds with a little bit of added effort. Those who are cheating you will get exposed to you. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 24, 27, 28, 29


LIBRA | તુલા: ર.ત.

07Libra

આજ અને કાલનો દિવસ શીતળ ચંદ્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઘરવાળાની ડિમાન્ડ બે દિવસમાં પુરી કરજો. 26મીથી મંગળની દિનદશા તમારા મગજને નાની બાબતમાં ગુસ્સો અપાવી દેશેે. જમીન જાયદાદના કોઈ કામ કરવાની ભુલ કરતા નહીં. નવા વાહન લેવાનો વિચાર પણ નહીં કરતા. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભરવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 24, 25, 27, 30 છે.

Today and tomorrow are the last 2 days under the Moon’s rule. Ensure to cater to the needs of your family members within these 2 days. Mars rule, starting from 26th December, will have you losing your temper over petty matters. Do not do any deals related to property or assets. You are strictly advised against buying any new vehicles. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 24, 25, 27, 30


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી જાન્યુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે તમારા દરેક કામમાં સફળતા મળશે. મુશ્કેલીમાં પણ રસ્તો શોધી લેશો. નાના નાના લાભ મલતા રહેશે. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. જે પણ કામ હાથમાં લેશો તેને પુરા કરી લેશો. ચાલુ કામમાં વધુ આનંદ મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 25, 26, 28, 30 છે.

The Moon’s rule till 24th January will bring you success in all your endeavours. You will be able to find the way out of any difficulties. You will receive little perks and profits. Do not pass off any short travel opportunities. You will be able to complete any tasks you take on hand. You will find great job satisfaction in your ongoing projects. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 25, 26, 28, 30


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલ કામની કદર હાલમાં નહીં થાય. વડીલવર્ગની ચિંતા વધુ સતાવશે તેમની તબિયત માટે જરાબી બેદરકાર રહેતા નહીં. સુર્ય તમારા માથાનો બોજો વધારી દેશે. કોઈ પાસે ઓછીના નાણા લેવાની ભુલ કરતા નહીં. સુર્યની ગરમી ઓછી કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 24, 27, 28, 29 છે.

The ongoing Sun’s does not allow your work to get appreciation. The health of the elderly could be an area of concern. Do not be careless in the least about their health. The Sun will increase your mental tensions. Do not borrow money from others. To reduce the fury of the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times.

Lucky Dates: 24, 27, 28, 29


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શુક્ર જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી હાલમાં ખર્ચ ઘટવાની જગ્યાએ વધી જશે. ખાવા પીવા ફરવા પાછળ ખર્ચ વધુ કરશો. મિત્રોને મળીને નાની પાર્ટીનું આયોજન કરવામાં સફળ થશો. શુક્રની કૃપાથી તમે તમારા મનની વાત બીજાને કહેવામાં જરાબી વાર નહીં લગાડો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 25, 26, 28, 30 છે.

Venus’ ongoing rule will lead to an increase in your spendings. You will spend greatly on fun, travel and entertainment. You will be able to get together with friends and organize a small party. With Venus’ blessings, you will not waste any time in holding back your thoughts from others. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 26, 28, 30


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને શુક્ર જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 13મી ફેબ્રુઆરી સુધીમાં તમે તમારા જવાબદારી ભરેલા કામ ખુબ સારી રીતે પુરા કરી શકશો. અપોઝીટ સેકસનો સાથ ભરપુર મલતો રહેશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. તમારા હાથથી બીજાનું ભલુ થશે. તમેબી ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 24, 27, 28, 29 છે.

Venus’ rule, till 13th February, helps you carry out all your responsibilities effectively. You will get ample support from members of the opposite gender. You will be able to make new purchases for the house. You will be able to do good for others. Pray to Behram Yazad daily.

Lucky Dates: 24, 27, 28, 29


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

રાહુની દિનદશા ચાલુ હોવાથી રોજ સવારે નવી મુસીબત તમારી સામે આવીને ઉભી રહેશે. ઘરવાળા સાથે નાની બાબતમાં મતભેદ પડશે. બને તો હાલમાં તમારા કામ પુરતી વાતો ફેમીલી મેમ્બર સાથે કરજો. અંગત વ્યક્તિ તમારી સાથે ચીટીંગ નહીં કરે તેનું ધ્યાન આપજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 29, 30 છે.

Rahu’s ongoing rule will pose a new challenge for you every morning! You will fight with family members over small issues. Try to keep you talks with family members only on a need basis. Ensure that someone close does not cheat you. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 25, 26, 29, 30

Leave a Reply

*