મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં માથું ઠેકાણા પર નહીં રહે. રોજ બરોજના સીધા કામોને પુરા કરવામાં મુશ્કેલીઓ આવશે. ખાવા પીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત બગડી જશે. માથા પરનો બોજો વધી જશે. લેણયાત તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 5, 6 છે.
Rahu’s ongoing rule does not allow your mind to be stable. You will find it difficult to get through even your daily chores. If you do not pay attention to your diet your health could suffer. Mental tensions could increase. Money-lenders will badger you. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 31, 1, 5, 6
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
22મી જાન્યુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં તમારા કામની અંદર કોઈ વ્યક્તિ ભુલ નહીં બતાવી શકે. ગુરૂની કૃપાથી તમારી વાત સાંભળી મિત્રો પોતાનો સીધો રસ્તો શોધી શકશે. તમારા રોકાયેલા નાણા પાછા મેળવવા માટે થોડી ઘણી ભાગદોડ કરવાથી રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
Jupiter’s rule till 22nd January will have you executing your work to perfection. With your helpful advice, your friends will be able to find a way out of their issues. You will be able to retrieve your stuck finances by putting in a little extra effort. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 1, 2, 3, 4
GEMINI | મિથુન: ક.છ.ઘ.
હવે તો તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા કામને પુરા કરીને બીજાના મદદગાર થઈ શકશો. નાણાકીય બાબતની અંદર સારા સારી કરવા માટે તમે તમારા કામો સમય પર પુરા કરી શકશો. ફેમીલી મેમ્બરનો સાથ સહકાર મલવાથી તમારા કામો વીજળી વેગે પુરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાથી ફાયદામાં રહેશો.
શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.
Jupiter’s ongoing rule helps you complete your own work efficiently, and also be of help to others. Finishing your tasks in time will help in your financial progress. You will be able to complete your work at lightning speed with the support of family members. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 31, 1, 2, 3
CANCER | કર્ક: ડ.હ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની વાત કોઈને કહી શકશો નહીં. ઘરવાળા સાથે નાની બાબતમાં મતભેદ પડી જશે. ખોટાખર્ચાઓ ખુબ વધી જવાથી નાણાકીય મુશ્કેલી આવી જશે. શનિ તમારી તબિયત પર અસર કરશે. સાંધાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 4, 5, 6 છે.
Saturn’s ongoing rule makes it difficult for you to share your thoughts with others. You could end up squabbling with family members over petty issues. Due to an increase in unnecessary expenses, you could find yourself in financial shortage. You could suffer from joint-pains. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 1, 4, 5, 6
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. તમે લેતી દેતીના કામો સારી રીતે પુરા કરી શકશો. જે પણ કમાતા હો તેમાંથી થોડી બચત કરી સારી જગ્યાએ રોકાણ કરજો. મિત્રોનો સાથ ભરપુર મળતો રહેશે. બગડેલી તબિયતમાં સુધારો આવતો જશે. નવા કામ મલવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.
Mercury’s rule till 18th January helps you smoothly complete all your transactions related to lending or borrowing money. You are advised to save some money from your income and invest the same, in a profitable venture. Friends will be very supportive. Health will improve. You could get new work projects. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 31, 1, 2, 3
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમારી રાશિના માલીક બુધની દિનદશા ચાલુ હોવાથી 17મી ફેબ્રુઆરી સુધી તમે તમારા કરેલ કામની કદર થશે. નાણાકીય બાબતમાં ખોટા ખર્ચ ઓછા કરવામાં સફળ થશો. કોઈ સાચા સલાહકારની સલાહ ઉપર ચાલશો તો ફાયદમાં રહેશો. બુધ તમને ક્વીક ડીસીઝન લેવાની ભુલ નહીં કરાવે. તમે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.
Mercury’s ongoing rule till 17th February will bring in praise for you in all your work projects. You will be able to reduce your unnecessary expenditures. It will benefit you to follow the advice of a sincere guide. You will not make decisions impulsively. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 1, 2, 5, 6
LIBRA | તુલા: ર.ત.
22મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા સ્વભાવમાં ખુબ ચેન્જીસ આવી જશે. તમે ચિડીયા સ્વભાવના થઈ જશો. નાની બાબતમાં ગુસ્સો આવી જશે. કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્ર્વાસ મુકતા નહીં. તમારા કામો જાતે કરશો તો થોડાગણા શાંત રહી શકશો. મિત્રો તમારાથી દૂર રહેશે. રોજ ‘તીર યશ્ત’ ભણવાથી મન શાંત રહેશે.
શુકનવંતી તા. 31, 2, 3, 4 છે.
Mars’ rule till 22nd January will bring about a lot of changes in your behaviour – mainly it will make you irritable. You could get angry over small matters. Do not trust anyone blindly. Working by yourself will help in keeping the peace. Friends will tend to avoid you. For mental calm, pray the Tir Yasht daily.
Lucky Dates: 31, 2, 3, 4
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી જાન્યુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ચંદ્રની કૃપાથી જો નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. જે પણ કામ કરતા હશો તે કામ તમે સારી રીતે પુરા કરી શકશો. ઘરવાળાનો સાથ સહકાર સારો રહેશે. કોઈના મદદગાર બની શકશો. અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. ઘરમાં નાનું રીનોવેશન કરાવી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 1, 3, 4, 5 છે.
The Moon’s rule till 24th January suggests that you do not pass up on an opportunity for a short trip. You will be able to do all your works effectively and efficiently. You will get ample support from family members. You will be able to help another. You will be able to restart stalled projects. A small renovation in the house could be in the offing. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 1, 3, 4, 5
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
5મી જાન્યુઆરી સુર્યની દિનદશા તમારા માથાને ખુબ જ તપાવશે. બપોરના સમયમાં કામ કરવાનો ખુબ કંટાલો આવશે. કોર્ટના કામકાજમાં સફલતા નહીં મળે. વડીલવર્ગની ચિંતા ખુબ સતાવશે. અઠવાડિયાના છેલ્લા દિવસે તમને ખુબ શાંતિ મળશે. 6ઠ્ઠી જાન્યુઆરીએ તમારા મુડમાં ખુબ ચેન્જીસ આવશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 31, 2, 3, 6 છે.
The Sun’s rule till 5th January will heat up your temperament greatly. You will feel very lethargic working especially in the afternoons. Any legal issues will not be successful. You will be greatly worried about the elderly. You will find great peace towards the end of the week. Your mood will be uplifted 6th January onwards. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 31, 2, 3, 6
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી આજથી તમારા અગત્યના કામો પહેલા પુરા કરવાની કોશિશ કરજો. ઉતરતી શુક્રની દિનદશા ખર્ચ કરાવવામાં કોઈ કમી નહીં લાવે. ધણી ધણીયાણી એકબીજાના મનની વાત ઈશારાથી સમજી જશે. પ્રેમી-પ્રેમીકાના સંબંધ ખુબ સારા રહેશે. નવા મિત્રો મલવાના ચાન્સ છે. શુક્રની વધુ કૃપા મેળવવા‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 4, 5 છે.
Venus’ rule till 14th January suggests that you prioritize doing your important works first. Venus’ descending rule will have you spending greatly. There will be good understanding between couples. Love will blossom between romantic partners. You could make new friends. To gain greater blessings of Venus, pray to Behram Yazad.
Lucky Dates: 1, 2, 4, 5
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવા ખાવા પીવા પાછળ ખર્ચ વધુ કરવો પડશે. ઘરમાં મહેમાન આવવાની શકયતા છે. જે લોકો આવશે તેમની સાર સંભાળ લેવામાં જરાબી કસર નહીં રાખો. અપોજીટ સેકસને ખુશ રાખવા તેમની ડિમાન્ડ પુરી કરશો. નવી વસ્તુ વસાવી શકશો. કામકાજમાં મુશ્કેલી નહીં આવે. તમેબી ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 31, 3, 4, 5 છે.
Venus’ ongoing rule will have you spending lots on travel, fun and entertainment. You could expect guests at home. Ensure to treat them well. You will cater to the members of the opposite gender to keep them happy. You will be able to make new purchases for the house. Smooth sailing at the work-place is indicated. Pray to Behram Yazad daily.
Lucky Dates: 31, 3, 4, 5
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
4થી જાન્યુઆરી સુધી રાહુ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. 4થી જાન્યુઆરી સુધી કોઈ સાથે જીદ પર નહીં ઉતરતા. બને તો ઓછું બોલજો. તમારા કામ પર ધ્યાન આપજો. અઠવાડિયાના છેલ્લા બે દિવસમાં તમને આનંદ મળે તેવા સમાચાર મળશે. રીસાયેલ વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.
Rahu’s rule till 4th January will trouble you lots. Till then, ensure not to get stubborn with others. Try to speak minimal. Focus on your work. You will receive good news at the end of the week, which will bring you much happiness. Those upset with you will send you good news. Pray to Behram Yazad along with praying the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 1, 2, 5, 6
- Your Moonsign Janam Rashi This Week –
28 September 2024 – 04 October 2024 - 28 September2024 - Your Moonsign Janam Rashi This Week –
21 September 2024 – 27 September 2024 - 21 September2024 - Your Moonsign Janam Rashi This Week –
14 September 2024 – 20 September 2024 - 14 September2024