ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે આવી રીતે કરો નારંગીની છાલના પાવડરનો ઉપયોગ

ચહેરાને ગ્લોઈંગ બનાવવા માટે વિટામીન સી ખૂબ જ જરૂરી છે. જો તમે ઇન્સ્ટન્ટ ગ્લોની સાથે સ્કિનના પણ ઘણા પ્રોબ્લેમથી છુટકારો મેળવવા માંગો છો તો તમે વિટામિન સીથી ભરપૂર નારંગીની છાલનો પાવડર લગાવી શકો છો.

નારંગીની છાલનો પાવડર વિટામિન સી થી ભરપૂર હોય છે. નારંગીની છાલમાં ઘણા એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટિઝ હોય છે તેથી ચહેરા પર બનતા એક્નેના બેક્ટેરિયાને પણ સમાપ્ત કરે છે. વધારે પડતા વિટામિન સી થી ભરપૂર ફળ એક બ્લીચીંગ એજન્ટની જેમ કામ કરે છે. અને તે બ્લીચિંગ એજન્ટની જેમ કામ કરતી વખતે ચહેરા પર આવતા ડાર્ક સ્પોટને દૂર કરે છે.
સ્કિનને એક્સફોલિએટ કરવામાં તેમાં ઉપસ્થિત ડેડ સ્કિનને સમાપ્ત કરી શકાય છે. જો તમે નારંગીની છાલના પાવડરનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરશો તો તેનાથી નવા સેલ બનશે અને સ્કિન ઉપર નિખાર આવશે.
***

લિપ બામ બનાવીને હોઠની ટેનિંગને પણ દૂર કરી શકાય છે એ બનાવવા માટે નારંગીની છાલનો પાઉડર યોગ્ય માત્રામાં લો અને બદામનું તેલ ઉમેરો. તેને સરખી રીતે મિક્સ કરો તેની એક પેસ્ટ બની જાય ત્યાં સુધી. ત્યારબાદ તેને એક કંટેનરમાં રાખો અને લગભગ છ કલાક સુધી ફ્રિજમાં મૂકો હવે તેને એક બામની જેમ ઉપયોગ કરો.
નેચરલ ગ્લો ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં બેથી ત્રણ ચમચી નારંગીની છાલનો પાઉડર લો અને તેમાં બે ચમચી ખાંડ અને નારિયેળનું દૂધ ઉમેરો. હવે આ પેસ્ટને સ્ક્રબની જેમ ઉપયોગમાં લો અને તમારી સ્કિન પર નિખાર મેળવો.

સ્કિન પર નિખાર મેળવવા માટે ઊબટન પણ લગાવી શકો છો. તેની માટે યોગ્ય માત્રામાં નારંગીની છાલનો પાઉડર લો અને તેમાં ગુલાબ જળના ટીપા ઉમેરો. જો તમારી સ્કિન ડ્રાય છે તો તેની માટે આ પેસ્ટમાં મધનો ઉપયોગ પણ કરી શકો છો તેને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો અને હલકા ગરમ પાણીથી ધોઇ લો.

નારંગીની છાલનો પાવડર બનાવવા માટે નારંગીની છાલને છાયડામાં સૂકવી લો ત્યારબાદ તેને ગ્રાઈન્ડરમાં પીસીને તેનો પાવડર બનાવવો.

Leave a Reply

*