Your Moonsign Janam Rashi This Week –
14 January – 20 January 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કોઈ કામમાં સફળતા નહીં મળે. નાણાકીય બાબતમાં ખુબ ખેચતાણ રહેશે. ખાવાપીવામાં ધ્યાન આપજો. તમારી તબિયત ખરાબ થતા વાર નહીં લાગે. ઘરવાળાનો સાથ સહકાર નહીં મળવાથી નારાજ થઈ જશો. રાહુ તમને વધારે પરેશાન ન કરે તે માટે દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 17, 20 છે.

Rahu’s ongoing rule does not allow you to succeed in your endeavours. Financially, things could become quite difficult. Pay attention to your diet as your health could take a beating easily. The lack of support from family members could get upset. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 14, 15, 17, 20 


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

22મી સુધી ગુરૂની દિનદશા ચાલશે બીજાને મદદ કરી ભલાઈનું કામ કરી શકશો. તમારા કામની જગ્યાએ તમારા દુશ્મન તમને પરેશાન નહીં કરે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નાણાને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. ફેમીલી મેમ્બર સાથે વધુ સારા સારી રાખવામાં માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Jupiter’s rule till 22nd January will enable you to help others and do noble tasks. Your detractors will not trouble you at your workplace. Financially, things will go well. You will be able to invest your money profitably. To further enhance relations with family members, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 16, 17, 18, 19


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

હજુ તમને સવા મહીનો ગુરૂની દિનદશા ચાલશે તમારા કામકાજમાં સફળતા મળતી રહેશે. તમારી સાથે ઘરવાળાને આનંદમાં રાખશો. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવામાં કોઈ કસર નહીં કરો. થોડા નાણા વધુ મેળવશો તો તેને સારી જગ્યાએ ઈનવેસ્ટ પણ કરી શકશો. તમે પણ દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 18, 20 છે.

Jupiter’s rule for a month and a half brings you success in your work. You will be able to keep your family members happy. You will go all out to cater to their wants. Save up a little money so you can invest the same in a good place. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 14, 15, 18, 20


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શનિની દિનદશા ચાલુ હોવાથી તબિયત બગડી જવાના ચાન્સ છે. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકી દેશે. બચાવેલ નાણા પાણીની જેમ વપરાઈ જશે. રોજના કામમાં ભુલો થતી રહેશે. જૂના મિત્રો તમારો ગેર ફાયદો ઉપાડી જાય નહીં તેની સંભાળ લેજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 14, 16, 17, 19 છે.

Saturn’s rule could take a toll on your health. Even a small mistake could land you in big trouble. Your savings could get spent rapidly. You might end up making mistakes in your daily chores. Try to ensure that old friends do not take undue advantage of you. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 14, 16, 17, 19


LEO | સિંહ: મ.ટ.

05Leo

18મી સુધીમાં અગત્યના કામો પુરા નહીં કરી શકો તો મુસીબતનો સામનો કરવો પડશે. શનિની દિનદશા શરૂ થતાં ખર્ચનો ખાડો ઉંડો થઈ જશે. ઘરમાં વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. ડોકટર અને વકીલ વર્ગથી દૂર રહેજો. ઉપરી વર્ગ તમને નાની બાબતમાં પરેશાન કરશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 15, 16, 18, 20 છે.

You could end up facing a lot of issue is you do not complete all your important tasks by 18th January. The start of Saturn will result in a lot of expenses. The health of the elderly at home could come in question. Stay away from doctors and lawyers. Your senior colleagues will harass you over petty matters. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 15, 16, 18, 20


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે. તમે તમારી બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. નાણાકીય બાબતમાં કરકસર કરી શકશો. ખોટા ખર્ચા નહીં કરો. મિત્રોનો સાથ સહકાર મળવાથી ફાયદો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 14, 15, 17, 19 છે.

Mercury’s rule till 17th February will enable you to use your intelligence and sort out even difficult tasks with ease. You will be able to put in added effort for financial gains. Avoid making unnecessary expenditures. You will benefit from the support of friends. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 14, 15, 17, 19


LIBRA | તુલા: ર.ત.

07Libra

નાની બાબતમાં તમને ગુસ્સો આવશે. 22મી સુધી તમે ચીડીયા સ્વભાવના થઈ જશો. મંગળને કારણે તમારી તબિયત બગડી જતા વાર નહીં લાગે. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. વાહન ખુબ સંભાળીને ચલાવજો. પ્રેમી-પ્રેમીકામાં મીસઅન્ડરસ્ટેન્ડીંગ ઉભી થશે. દરરોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 18, 19, 20 છે.

You could end up getting angry over small matters. Till 22nd January, you will be very irritable. Mars’ rule could end up making you fall sick. Trying to help others will land you in a bad spot. Drive/ride your vehicles with great caution. Misunderstandings between couples could take place. Pray the Tir Yasht daily.
.

Lucky Dates: 16, 18, 19, 20


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24 જાન્યુઆરી સુધી તમે તમારા મોજશોખ પુરા કરવામાં સફળ થશો. જે પણ કામ હાથમાં લેશો તેને પુરૂં કરીને મુકશો. ઘરવાળાને આનંદમાં રાખવામાં કોઈ કસર નહીં મૂકો. ચંદ્રની કૃપાથી હાલમાં લીધેલા ડીસીઝન ભવિષ્યમાં ખુબ કામમાં આવશે. ધનની લેતી દેતી 24મી પહેલા પૂરી કરી લેજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાથી મનને શાંતિ મળશે.

શુકનવંતી તા. 14, 15, 16, 19 છે.

You will be able to indulge in fun and entertainment till 24th January. You will be able to complete all the tasks that you take on. You will leave no stone unturned to keep your family members happy. With the blessings of the Moon, decisions taken today will prove very useful in the future. Complete any financial transactions before 24th January. For mental peace, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 14, 15, 16, 19


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

હાલમાં 23મી ફેબ્રુઆરી સુધી ચંદ્ર તમારા મન અને મગજ બન્નેને શાંત રાખશે. તમારા ગુસ્સા પર કાબુ રાખી શકશો. નાના ફાયદા મળતા રહેશે. ઘરવાળા દરેક બાબતમાં સાથ સહકાર આપશે. ફેમીલી ગેટટુગેધરનો કાર્યક્રમ કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 20 છે.

The Moon rules you till 23rd February, calming your mind and temper. You will be able to get a hold of your anger. Financial benefits indicated. Family members will be supportive unconditionally. You will be able to organize a family get-together. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 14, 15, 16, 20


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથા પરનો બોજો વધતો જશે. ખોટા વિચારોથી પરેશાન થઈ જશો. બપોરના સમય પર કોઈ કામ કરવાનુ મન નહીં થાય. સરકારી કે બેન્કના કામ કરતા હો તો તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકશે. ફેમીલી મેમ્બર સાથે મતભેદ વધી જવાના ચાન્સ છે. સુર્યને શાંત કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

The Sun’s ongoing rule increases your mental tensions. Negative thoughts will trouble you. You will not feel like doing any work in the afternoons. If you are working on any government or legal-related works, a small mistake by you cold lead to big trouble. An increase in squabbles with family members is indicated. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 16, 17, 18, 19


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમારા મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ વધતા જશે. ઓળખતા નહીં હો તેવી વ્યક્તિને પણ મિત્ર બનાવી લેશો. ગામ પરગામ જવાથી વધુ આનંદમાં આવી જશો. અપોજીટ સેકસનું એટ્રેકશન ખુબ વધી જશે. થોડું કામ કરીને માન મેળવી લેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 14, 15, 18, 20 છે.

Venus’ ongoing rule will have you leaning increasingly towards fun and entertainment. You will make friends out of strangers. Travel abroad will bring you immense happiness. The attraction to the opposite gender will increase greatly. You will be able to earn much appreciation by doing a little work. Pray to Behram Yazad daily.

Lucky Dates: 14, 15, 18, 20


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવી શકશે. ધન મેળવવમાં મુશ્કેલી નહીં આવે. કરજના બોજામાંથી મુક્તિ મેળવશો. જે પણ ખર્ચ કરશો તે ખર્ચ સારી ચીજ વસ્તુ લેવામાં કરશો. મિત્રને નાણાકીય મદદ કરી શકશો. તમે દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 14, 16, 17, 19 છે.

Venus’ rule indicates someone new entering your life. Earning money will not be difficult. You will be able to resolve your debts. You will spend money on useful things. You will be able to provide financial help to your friends. Pray to Behram Yazad daily.

Lucky Dates: 14, 16, 17, 19

Leave a Reply

*