મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
3જી ફેબ્રુઆરી સુધી તમારા કામકાજમાં જરા પણ હીંમત નહીં આવે. ખોટા ડરથી પરેશાન થશો. ઉતરતી રાહુની દિનદશા તમને ડોકટરના દરવાજા બતાવશે. અગત્યની વાતો 3જીથી શરૂ કરજો. થોડા સમય પછી સારૂં રીજલ્ટ મેળવી લેશો. હાલમાં મિત્રો તમને દગો આપી શકે છે તેમનાથી સંભાળજો. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 30, 31, 3 છે.
You will feel a lack of confidence in all your works till 3rd February. False fears will trouble you. Rahu’s descending rule could have you knocking on the doctor’s door. You could start doing any important tasks post 3rd February. You will get good results in a little while. You are advised to be wary of friends could betray you. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 28, 30, 31, 03
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા અંગત માણસો તમારા વિચારોને સમજી નહીં શકે. સારૂં કરવા જતા ખરાબ થઈ જશે. ઘરવાળા સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. રાહુને કારણે નાણાકીય બાબતમાં વધુ પરેશાન થશો. બીજા પાસે ઉધાર પૈસા લેવાનો સમય આવશે. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.
Rahu’s rule till 4th March will have you feeling like even those close to you are unable to understand you. Trying to even do good will reap negative results. Frequent squabbles with family members over petty issues are predicted. Rahu could cause grater financial worries for you. You might need to borrow from others. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 29, 30, 1, 2
GEMINI | મિથુન: ક.છ.ઘ.
21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. જૂના અધુરા કામ પુરા કરવામાં મિત્રનો સાથ સહકાર મળી રહેશે. કટુંબીક વ્યક્તિ પોતાના મનની વાત તમારી સાથે કરી શકશે. કામ ધંધામાં સારા સારી રહેશે. થોડું ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 30, 31, 3 છે.
Jupiter’s rule till 21st February will have you doing good deeds for others. Friends will help you to complete old and unfinished works. A family member will be able to speak their mind openly with you. Work will prosper. You will be able to make small investments. For greater graces of Jupiter, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 28, 30, 31, 3
CANCER | કર્ક: ડ.હ.
હવે તો તમને ગુરૂની દિનદશા શરૂ થયેલી છે તમે જે પણ કામ હાથમાં લેશો તે પુરા કરીને મુકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી જશો. તમારો વિરોધ કરનાર તમને સાથ આપવા તૈયાર થઈ જશે. જીવનસાથી શોધતા હશો તો મળવાના પુરે પુરા ચાન્સ છે. આજથી તમે પણ રોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.
The onset of Jupiter’s rule will help you complete all tasks that you take on. You will be able to rise above all financial difficulties. Those opposing you will want to support you. Those looking for a life partner could find one during this phase. Starting today, pray the Sarosh Yasht daily.
Lucky Dates: 29, 30, 1, 2
LEO | સિંહ: મ.ટ.
શનિની દિનદશા ચાલુ હોવાથી નાના કામમાં પણ અડચણ આવતી રહેશે. શનિ તમને થોડા આળસુ બનાવી દેશે. કોઈપણ નવું વાહન ખરીદવાની ભુલ કરતા નહીં. ઘર અને ઘરવાળાની પાછળ ખર્ચ વધુ થઈ જશે. તમારૂં સાચુ બોલવાથી કોઈને ખરાબ લાગી આવશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 31, 1, 2 છે.
Saturn’s ongoing rule continues to pose challenges even in your smallest chores. Saturn could make you feel lazy. Do not make the mistake of buying any new vehicle. You could end up spending a lot of money on your house and family members. The truth you utter could upset someone. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 29, 31, 1, 2
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
17મી ફેબ્રુઆરી સુધી બુધની દિનદશા ફેમીલીમાં ચાલતા મતભેદ દૂર કરવામાં સફળ બનાવશે. લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો તંદુરસ્તીમાં સારા સારી રહેશે. પ્રેમી કે પ્રેમીકાને મનની વાત કરી લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 2, 3 છે.
Mercury’s rule till 17th February will help you succeed in resolving any conflicts within the family. You are advised to ensure you make long term investments. Health will be good. Speak up what’s on your mind to your sweetheart. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 28, 29, 2, 3
LIBRA | તુલા: ર.ત.
18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે. હાલમાં તમે વાણીયા જેવા બની જશો. હાલમાં કામમાં ફાયદો મળશે. પૈસાની બચત કરી શકો તેવા કામ કરશો. ખોટા ખર્ચા પર કાબુ મેળવશો. થોડી રકમ લાંબા સમય માટે અવશ્ય ઈનવેસ્ટ કરજો. બુધની કૃપાથી ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31, 1 છે.
Mercury’s rule till 18th March will make you financially savvy. Your current work will earn you profits. You will take on works which help you to save money. You will be able to get a control over unnecessary expenditures. You are advised to invest a small part of your income in long term investments. You will get good news from abroad. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 29, 30, 31, 01
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
મંગળ જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ફેમીલી મેમ્બર તમારાથી ઉલટી દિશામાં ચાલશે. સીધુ કામ પણ સમય પર પુરૂં કરી શકશો નહીં. અચાનક હાઈ પ્રેશરથી પરેશાન થશો. ખાવાપીવામાં બેદરકાર બનતા નહીં. વાહન સંભાળીને ચલાવજો. મંગળને શાંત કરવા રોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 28, 31, 2, 3 છે.
Mars’ ongoing rule will have your family members walking away from you. You will not be able to complete even your simple chores on time. You cold suffer suddenly from high Blood Pressure. Do not be careless about your diet. Drive/ride your vehicles with great caution. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 28, 31, 2, 3
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ચંદ્રની દિનદશા 23મી ફેબ્રુઆરી સુધી ચાલશે. તમને તન મન અને ધન ત્રણેની શાંતિ મળશે. ચંદ્રની કૃપાથી તમને જોઈતુ ધન મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. મનને મજબૂત બનાવી કામ કરી શકશો. શારીરિક સુખ સારૂં રહેશે. ઘરમાં કોઈ નવી વ્યક્તિ આવશે. હાલમાં દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.
The ongoing Moon’s rule till 23rd February, brings you much contentment on all levels – mental, physical and financial. You will be able to earn the income that you set your sights on, with the Moon’s graces. You will be able to work with a solid mind. Physical health will be good. You could expect someone new to come to your home. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 29, 30, 1, 2
CAPRICORN | મકર: ખ.જ.
છેલ્લુ અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. કોઈ પણ જવાબદારીવાળા કામ હાથમાં લેવા નહીં. સરકારી કામમાં પરેશાન થશો. વડીલવર્ગની ચિંતા વધુ સતાવશે. મનમાં શાંતિ નહીં રહે. સુર્ય તમને માથાનો દુખાવો અને બેક પેઈન જેવી માંદગી આપશે. સુર્યને શાંત કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 31, 1, 3 છે.
This is the last week for you under the Sun’s rule. Do not take on any works that call for your accountability. Government-related works could trouble you. Your worry for the elderly will increase. You will not feel at peace mentally. The Sun’s rule could have you suffering from headaches and back-pain. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 28, 31, 1, 3
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
13મી સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારી સાથે અપોઝીટ સેકસના કામો પહેલા પુરા કરી લેજો. શુક્રની દિનદશા તમારા મોજશોખને ખુબ વધારી દેશે. તેમછતાં મોજશોખ ઓછા કરી ધન બચાવવાની કોશિશ કરશો તો ધન બચાવી શકશો. ધણી ધણીયાણીમાં ખુબ સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 2, 3 છે.
Venus’ rule till 13th February suggests that you prioritize on completing all your tasks as well as tasks with the opposite gender. Venus’ rule will greatly increase your inclinations toward fun and entertainment. You will be able to save some money if you control your indulgences. Affection will blossom between couples. Pray to Behram Yazad daily.
Lucky Dates: 29, 30, 2, 3
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ચંદ્રની પુરેપુરી નજર તમારી રાશિ પર હોવાથી તમે શાંત મનથી બધાજ કામ પુરા કરી શકશો. બગડેલી તબિયતમાં સુધારો થતો જશે. નાની મુસાફરી કરી શકશો. મિત્રોના સાચા સલાહકાર બની શકશો. થોડીગણી મહેનત કરવાથી વધુ ધન મેળવવામાં સફળ થશો. હાલમાં દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 31, 3 છે.
The Moon’s rule helps you complete all your tasks with a calm mind. There will be an improvement in the health for those with health issues. You will be able to take short trips. You will be a sincere advisor to your friends. A little added effort will bring in a lot of extra income. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 28, 29, 31, 3
- Your Moonsign Janam Rashi This Week –
12 October 2024 – 18 October 2024 - 12 October2024 - Your Moonsign Janam Rashi This Week –
05 October 2024 – 11 October 2024 - 5 October2024 - Your Moonsign Janam Rashi This Week –
28 September 2024 – 04 October 2024 - 28 September2024