પાકિસ્તાન સ્થિત જાણીતા ઉદ્યોગપતિ બેરામ અવારીનું નિધન

કરાચી સ્થિત અગ્રણી બિઝનેસ પર્સનાલિટી, સ્પોટર્સપર્સન અને પરોપકારી, બેરામ દિનશાજી અવારી, 22મી જાન્યુઆરી, 2023ના રોજ, 81 વર્ષની વયે, લાંબી માંદગી બાદ કરાચીની એક હોસ્પિટલમાં અવસાન પામ્યા. તેમના પરિવારમાં તેમની પત્ની, ગોશપી અને તેમના ત્રણ બાળકો – દિનશા, ઝર્કસીસ અને ઝીના છે.
બેરામ અવારી એ અવારી ગ્રુપ ઓફ કંપનીઝના માલિક અને ચેરમેન હતા કરાચી – પાકિસ્તાનની અગ્રણી હોટેલ મેનેજમેન્ટ કંપની જે લાહોરમાં 5-સ્ટાર ડીલક્સ હોટેલ, 5-સ્ટાર અવારી ટાવર્સ અને દરિયાકિનારે આવેલી બીચ લક્ઝરી હોટેલ સહિત અવારી હોટેલ્સની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. તેમના વ્યવસાયિક કૌશલ્ય ઉપરાંત, બેરામ રાષ્ટ્રીય કક્ષાના નાવિક હતા અને તેમણે સેલિંગમાં પાકિસ્તાન માટે એશિયન ગેમ્સમાં બે સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. તેઓ પાકિસ્તાનમાં અને વૈશ્વિક સ્તરે પરોપકારી તરીકે પારસી સમુદાયમાં તેમના યોગદાન માટે જાણીતા હતા. દેશ માટે તેમની સેવાઓ માટે તેમને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનો પ્રાઇડ ઓફ પરફોર્મન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 7 ફેબ્રુઆરી, 1941ના રોજ કરાચીમાં દિનશા અને દિનશા અવારીના ઘરે જન્મેલા, જેઓ પારસી સમુદાયના પ્રભાવશાળી નેતાઓ પણ હતા, બેરામે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ઝોરાસ્ટ્રિયન સમુદાયનું ઘણા વર્ષો સુધી પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેઓ કરાચી પારસી અંજુમન (1990)ના અધ્યક્ષ હતા અને તેમણે અન્ય ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓનું પણ નેતૃત્વ કર્યું હતું.

Leave a Reply

*