ભોપાલની પ્રથમ પારસી આરામગાહનો ઇતિહાસ

બીએચઈએલ (ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ)ના કર્મચારી તરીકે હું ખુબ સુંદર એવાં ભોપાલ શહેરમાં આવી ત્યારે અહીં ઘણા પારસી પરિવારો રહેતા હતા. તેમાંના કેટલાક અગ્રણી હોદ્દા પર હતા, જેમ કે કે.એફ. રૂસ્તમજી – આઈજીપી, જેઓ પછી બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેકટર બન્યા; સામ ભરૂચા, શ્રી મારફતિયા – કોટન મિલના વડા, શ્રી દિવેત્રી – સેન્ટ્રલ બેંકના પ્રાદેશિક જનરલ મેનેજર અને શ્રી મીના સંજાના – ચીફ પર્સનલ મેનેજર, બીએચઈએ, વગેરે.
પારસી સમુદાયના સભ્ય હોવાના કારણે, મને તે બધાને વારંવાર મળવાની તક મળી અને પરસ્પર ચર્ચા દ્વારા મને ભોપાલની પારસી આરામગાહનો ઇતિહાસ સમજાયો, જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. તે વર્ષ 1914ની આ વાત હતી, 17મી ઓગસ્ટના દિવસે ભોપાલ પાસે એક રેલ અકસ્માત થયો હતો, જેમાં પેસ્તનજી દાદાભાઈ શિકારી નામના પારસી સજ્જન સહિત ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. તે સમયે ભોપાલમાં કોઈ પારસી કબ્રસ્તાન કે દફનવિધિની સુવિધા ન હોવાથી, મરહુમ પેસ્તનજી શિકારીની પત્નીએ ભોપાલમાં પારસી કબ્રસ્તાન તરીકે ઉપયોગમાં લેવા માટે જમીનનો ટુકડો ખરીદવા અને દાન કરવાનું નક્કી કર્યું.
આ જમીન પૂર્વ શરત સાથે દાનમાં આપવામાં આવી હતી કે પ્રવેશદ્વાર પરની પ્રથમ કબર સ્વર્ગસ્થ પેસ્તનજી દાદાભાઈ શિકારીની હશે અને ભવિષ્યમાં કોઈપણ દફનવિધિ તેમની કબરની પછી જ હોવી જોઈએ. આજ સુધી શરતનું પાલન કરવામાં આવે છે. આ રીતે ભોપાલ શહેરને તેની પ્રથમ અને એકમાત્ર પારસી આરામગાહ મળી.

Leave a Reply

*