Your Moonsign Janam Rashi This Week –
18 February – 24 February 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને કોઈપણ જાતની ચિંતા નહીં સતાવે. રોજ બરોજના કામ પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. નોકરી કરતા હશો ત્યાં ધનલાભ મલવાના ચાન્સ છે. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 23, 24 છે.

Venus’ rule till 13th April ensures that you will not be touched by any worries or troubles. You will be able to complete your daily chores without any challenges. You could make new friends. Those employed can expect financial gains. Pray to Behram Yazad daily.

Lucky Dates: 18, 19, 23, 24


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે કોઈ સાથે ખોટી બોલાચાલીમાં પડતા નહીં. તમારા આજુબાજુનું વાતાવરણ સારૂં નહીં રહે. ખોટા ખર્ચા વધતા જશે. ઘણા સમયથી કામ પુરૂં કરવાની કોશિશમાં સફળ નહીં થાવ. રોજબરોજના કામમાં તમારૂં મન નહીં લાગે. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Rahu’s ongoing rule suggests that you do not indulge in any kind of negative talk with others. The environment around you will not be conducive for you. You might not be successful in completing a task you have been trying to finish for a while. You will not be able to focus on daily chores. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 18, 19, 20, 21


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

પહેલા 4 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 21મી ફેબ્રુઆરી સુધી ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી લેજો. નહીં તો 21મીથી રાહુની દિનદશા આવતા 42 દિવસમાં તમારા કામમાં સફળતા નહીં અપાવે. રાહુ તમને ચારે બાજુથી પરેશાન કરશે. તમે તન, મન અને ધન ત્રણેથી પરેશાન થશો. આજથી ‘સરોશ યશ્ત’ સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.

You have 4 days remaining under Jupiter’s rule, till 21st February. Ensure to prioritize catering to the wants of your family. Rahu’s rule starting from 21st February, for the next 42 days, does not allow you success in your endeavours. Rahu will attack you from all corners. You will feel harassed on all fronts – mental, financial and physical. Starting today, pray the Mah Bokhtar Yasht along with Sarosh Yasht.

Lucky Dates: 19, 20, 23, 24


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. નાણાકીય બાબતની અંદર તમને કોઈની મદદ નહીં લેવી પડે. ગુરૂની કૃપાથી તંદુરસ્તી વધુ સારી રહેશે. જરૂરતમંદની મદદ કરી શકશો. ફેમીલી મેમ્બર સાથે મળીને કોઈ સારા કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 20, 21, 23 છે.

Jupiter’s ongoing rule will have you do a noble / helpful work for another. You will not need any external help financially. With Jupiter’s grace, your health will be good. You will be able to help those in need. You will be able to do good work jointly with a family member. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 18, 20, 21, 23


LEO | સિંહ: મ.ટ.

05Leo

23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. આ અઠવાડિયામાં ઘરમાં ઈલેકટ્રીક કે લોખંડની વસ્તુ લેવાની ભુલ કરતા નહીં. ઉતરતી શનિની દિનદશા તબિયતને બગાડી દેશે. અઠવાડિયાનો છેલ્લો દિવસ થોડી શાંતિમાં જશે. ઘરમાં વડીલવર્ગની તબિયત પર વધુ ધ્યાન આપજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 20, 24 છે.

Saturn’s rule till 23rd February suggests that you do not make any purchases related to metals or electronic goods in this week. Saturn’s descending rule could impact your health. The last day of the week will be spent in peace. Focus on the health of the elderly at home. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 18, 19, 20, 24


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આજથી શનિની દિનદશા તમને શાંતિથી બેસવા નહીં દે. 23મી માર્ચ સુધી તમે મનથી ખુબ ત્રાસેલા હશો. શનિ તમારા હાથથી ખોટી જગ્યાએ ખોટા ખર્ચા કરાવશે સાથે સાથે ડોકટરના બીલ વધુ ભરવા પડશે. રોજબરોજના કામમાં મન નહીં લાગે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું શરૂ કરજો.
શુકનવંતી તા. 18, 21, 22, 23 છે.

Saturn’s rule, starting today, does not allow you to be in peace. Till 23rd March, you will feel mentally harassed. Saturn’s rule could prompt you into not only making unnecessary expenses but could also lead to medical expenditures. You will not be able to focus on your daily chores. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 18, 21, 22, 23


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી માર્ચ સુધી બુધ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. હાલમાં નાણાકીય બાબતમાં વધુ સારા સારી થતી જશે. જે પણ કમાશો તેમાંથી કરકસર કરવામાં સફળ થશો. ખોટા ખર્ચા પર કાપ મુકી દેજો. જરૂરત હશે ત્યાં બીજાને મદદ કરશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 22, 24 છે.

Mercury’s rule till 23rd March will bring in much financial prosperity and growth. You will be able to save some money from your earning. You are advised to cut down unnecessary expenses. You will help others when they are in need. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 19, 20, 22, 24


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

પહેલા ત્રણ દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી મંગળની દિનદશા તમને ખોટી રીતે ગરમ કરી દેશે. ઘરવાળા તમને નહીં ગમતા કામ કરશે. 21મીથી શરૂ થતી બુધની દિનદશા ધીરે ધીરે માથાનો દુખાવો ઓછો કરશે. અટકેલા કામો તમારી બુધ્ધિ વાપરી ફરી ચાલુ કરી શકશો. દરરોજ ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 20, 21, 23 છે.

You have three days remaining under the rule of Mars. Its descending rule could turn on the heat in a negative way for you. Family members will do things that do no appeal to you. Mercury’s rule, starting from 21st February, will gradually lift your mental pressures. You will be able to restart stalled projects, using your intelligence. Pray the Meher Nyaish along with the Tir Yasht daily.

Lucky Dates: 18, 20, 21, 23


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લા 6 દિવસ શીતળ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી 22મી સુધીમાં ઘરવાળા સાથેના સંબંધ ખુબ જ સારા રહેશે. મનને શાંત રાખીને ફેમીલી મેમ્બરને તમારા મનની વાત સમજાવી શકશો. છેલ્લા 2 દિવસમાં તમારૂં મગજ ફરી જશે. ન કરવાના કામો તમે કરશો. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર અને સાથે ‘તીર યશ્ત’ પણ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

You have 6 days remaining under the Moon’s rule. Till the 22nd of February, your relations with family members will be very cordial. You will be able to explain your thoughts to your family members in a calm manner. The last 2 days will cause a sudden change in your mindset and you will end up doing things that you shouldn’t do. Along with praying the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily, also pray the Tir Yasht daily.

Lucky Dates: 19, 20, 21, 22


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી સુખ શાંતિ આપનાર ચંદ્રની દિનદશા ચાલશે. તમારે ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. તમે તમારા મનની વાત સાંભળીને જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. ઘરનું વાતાવરણ ખુબ આનંદમાં રાખવામાં સફળ થશો. અચાનક નાનો ફાયદો થઈ જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 23, 24 છે.

The Moon’s rule till 23rd March brings you much peace and contentment. You could get opportunities to go abroad. You will achieve great success in all your endeavours which you follow based on your own mind and thoughts. You will be able to keep the home atmosphere happy and joyous. You could receive unexpected financial gains. Pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 18, 19, 23, 24


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

4થી માર્ચ સુધી સુરજના તાપમાં દિવસો પસાર કરવા પડશે. કામકાજનો બોજો વધતો જશે. ખોટી ઉપાધીમાંથી તમારે પસાર થવું પડશે. સુર્ય વડીલવર્ગની સાથે સંબંધ બગાડી દેશે. અથવા વડીલવર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. સરકારી કામોથી દૂર રહેજો. સમજ્યા વગર કામ કરતા નહીં. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

The Sun’s rule till 4th March will cause an increase of your workload. You will have to work your way through negativity and stress. Your relations with the elderly could go bad. The health of the elderly could also get affected. Do not attempt doing any government related works. Do not attempt any work without thinking things through thoroughly. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 20, 21, 22, 23


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે. ધનલાભ મલતા રહેશે. બીજાના મદદગાર બની શકશો. તબિયતમાં સારા સારી રહેશે. શુક્રની કૃપાથી નાની મુસાફરી કરી શકશો. મનગમતી વ્યક્તિને પહેલા મલવા જજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 21, 24 છે.

Venus’ rule till 14th March brings you continued financial prosperity. You will be of help to others. Health will be good. With Venus’ graces, you will be able to undertake short travels. You are advised to be proactive in meeting your favourite person. Pray to Behram Yazad daily.

Lucky Dates: 18, 19, 21, 24

Leave a Reply

*