અમે ભગવાનના ઘરમાં રહીએ છીએ…

ગઈકાલે બપોરે હું કામ અર્થે બેંકમાં ગયો હતો તે સમયે એક વૃદ્ધ સજ્જન કંઈક શોધી રહ્યા હતા. મને લાગ્યું કે કદાચ તેમને પેનની જરૂર છે, તેથી મેં તેમને પૂછ્યું કે શું તમને પેન જોઈએ છે? તે સમયે તે સજ્જને મને કહ્યું કે હું બીમાર હોવાથી મારા હાથ-પગ ધ્રૂજી રહ્યા છે, હું જોઉં છું કે પૈસા કઢાવવા કે સ્લીપ ભરવા મને કોઈ મદદ કરશે કે? મેં તેમને મદદ કરી અને પૈસા કઢાવી તેમને આપી દીધા. અમે બંને બેંકમાંથી બહાર આવ્યા, તે સમયે સજ્જને કહ્યું, માફ કરશો, તમે રિક્ષાને બોલાવી આપશો. બપોરે કોઈ રિક્ષા ઉપલબ્ધ નથી. તે સમયે મેં તેમને કહ્યું કે હું પણ એ જ દિશામાં જઈ રહ્યો છું અને મેં તેમને મારી કારમાં લીફટ આપી. અમે તેમના ઘરે પહોંચ્યા. તેમનું ઘર બંગલા જેવું હતું. તેમની પત્ની ઘરમાં હતી. અમને જોઈને તે ડરી ગઈ. તેણી વિચાર્યું કે કોઈ અજાણી વ્યક્તિ તેના પતિને મૂકવા ઘરે આવી છે. તે સમયે તેના પતિએ કહ્યું કે ગભરાવાનું કોઈ કારણ નથી. બાદમાં તેણે કહ્યું કે અમે બંને આ ભગવાનના ઘરમાં રહીએ છીએ અને બાળકો કામ અર્થે બહાર ગામ છે. મેં તે અકંલને ભગવાનના ઘર વિશે પૂછ્યું તો તેમણે કહ્યું, ભગવાનનું ઘર કહેવાની જૂની પરંપરા છે. આ ઘર ભગવાનનું છે અને આપણે તેમના ઘરમાં રહીએ છીએ. લોકો કહે છે કે ઘર મારું છે અને ભગવાન અમારી સાથે રહે છે. મને આશ્ર્ચર્ય થયું કે બંને બોલવા વચ્ચે કેટલું અંતર છે.
પછી તેમણે કહ્યું કે જ્યારે આપણે ભગવાનના ઘરની વાત કરીએ છીએ ત્યારે આપણે ખરાબ (નકારાત્મક) કાર્યો કરતા નથી અને આપણે હંમેશા સારા (પોઝિટિવ) વિચારો જ વિચારીએ છીએ. ત્યારબાદ તેમણે મજાકમાં કહ્યું કે લોકો મૃત્યુ પછી ભગવાનના ઘરે જાય છે, પરંતુ હું આજે પણ ભગવાનના ઘરે રહેવાનો આનંદ માણી રહ્યા છું. આ વાક્ય ભગવાને આપેલો પ્રસાદ છે.
મને લાગે છે કે ભગવાને મને તે સારા માણસને તેના ઘરે છોડી દેવાની પ્રેરણા આપી હતી તેનાથી હું શીખ્યો ઘર ભગવાનનું છે અને આપણે તેના ઘરમાં રહીએ છીએ.

Leave a Reply

*