Your Moonsign Janam Rashi This Week –
25 March – 31 March 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા તમને ભરપુર સુખ આપશે. તમારા કરેલા પ્લાનમાં સફળતા મેળવીને રહેશો. મોજશોખ પાછળ ખર્ચ કર્યા પછી પણ તમને નાણાંકીય મુશ્કેલી નહીં આવે. કામકાજની અંદર પ્રમોશન કે ધનનો ફાયદો મળવાના ચાન્સ છે. મિત્રોનો સાથ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 29, 30, 31 છે.

Venus’ rule till 13th April will bring you immense happiness and joy. All your plans will prove successful. Despite your indulging in much fun and entertainment, there will be no financial shortage. You could expect financial benefits from your work. Friends will be supportive. Pray to Behram Yazad daily.

Lucky Dates: 26, 29, 30, 31


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમારી રાશિના માલિક શુક્રની દિનદશા 14મી મે સુધી ચાલશે. નવા કામ મેળવવામાં સફળ થશો. ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. અપોજીટ સેકસ સાથે મનમેળાપ વધી જશે. તમે પણ દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Venus’ rule till 14th May makes you successful in getting new work projects. You will get opportunities to travel abroad. You will find no difficulty in catering to the wants of your family members. Your interaction with the other gender will increase. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 26, 27, 28


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા તમને શાંતિથી બેસવા નહીં દે. ખોટા વિચારોથી પરેશાન થશો. રાહુને કારણે તમારા અગત્યના કામ પર ધ્યાન નહીં આપી શકો. અગત્યની ચીજ વસ્તુને સંભાળીને રાખજો. બીજાની સલાહ પર ધ્યાન આપતા નહીં. મગજને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 27, 29, 30 છે.

Rahu’s rule till 3rd April refuses to leave you in peace. Negative thoughts will trouble you. You will not be able to focus on your important work due to Rahu’s influence. You are advised to keep all important documents and things very safely. Do not heed the advice of others. To placate the mind, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 25, 27, 29, 30


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને 23મી થી રાહુની દિનદશા શરૂ થયેલી છે. 4થી સુધી તમારા કામકાજમાં જરાપણ મન નહીં લાગે. તમને બધી બાજુથી નેગેટીવ રીઝલ્ટ મળે તો નવાઈમાં નહીં પડતા. ઉતાવળમાં કોઈપણ કામ કરશો તો નુકસાનીમાં આવી જશો. તમે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 28, 29, 31 છે.

Rahu’s rule starting 23rd March to 4th April, does not allow you to focus or take interest in any work. You could get only negative results from all quarters. Any work done in haste will surely lead to loss. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 26, 28, 29, 31


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે. તમને ઈનવીઝીબલ હેલ્પ મળતી રહેશે. જૂના રોકાયેલા નાણા પાછા મળવાના ચાન્સ છે. કોઈને સાચુ માર્ગદર્શન આપવામાં સફળ થશો. નાનું મોટું ચેરીટીનું કામ કરવામાં સફળ થશો. બને તો કોઈને ધનની મદદ કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.

Jupiter’s rule till 31st April provides you with regular anonymous help. You will be able to retrieve your stuck funds. You will be able to provide honest advice to someone. You will be able to do charitable work. Try to help others financially. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 28, 29, 30, 31


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને 23મીથી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ થયેલી છે. ધીરે ધીરે ઘરનું વાતાવરણ સારૂં થતું જશે. માથા પરનો બોજો ઓછો કરવામાં સફળ થશો. ઘરમાં સારા કામની પાછળ ધનખર્ચ કરી શકશો. ગુરૂ તમારા કામને વીજળી વેગે પુરા કરાવી આપશે. નવા કામ પાછળ ભાગતા નહીં. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 26, 27, 31 છે.

Jupiter’s rule starting 23rd March will help to gradually improve the home atmosphere. You will be able to lessen your mental load. You will be able to employ funds towards home improvement. Jupiter helps you complete your tasks at lightning speed. Do not chase after new work/projects. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 25, 26, 27, 31


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે. હાલમાં તમે જોઈન્ટ પેઈન તથા માથાના દુખાવાથી પરેશાન થશો. તમારી પોતાની વસ્તુ મેળવવામાં માટે તમારે ભાગદોડ કરવી પડશે. શનિ તમને આળસુ બનાવી દેશે. તમારી સાથે કામ કરનાર તમને સાથ નહીં આપે. શનિનું નિવારણ કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 28, 29, 30 છે.

Saturn’s rule till 23rd April could make you suffer from joint-pains or headaches. You will need to scurry around to get your hands on your own belongings. Saturn could make you lethargic. Your colleagues will not be supportive. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 26, 28, 29, 30


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે. તમે તમારા ડીસીઝન સમજી વિચારીને લેવામાં સફળ થશો. હીસાબી કામ કરવાથી વધુ આનંદમાં આવશો. બુધની કૃપાથી બીજાને સમજાવી પટાવીને તમારૂં કામ સરળ બનાવી લેશો. નાણાકીય ફાયદો મળતો રહે તેના પર વધુ ધ્યાન આપજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 27, 31 છે.

Mercury’s rule till 17th April helps you take any decisions after putting in much thought. You will feel happiness in doing your accounts-related work. With Mercury’s grace, you will be able to simplify your job by convincing others to do things your way. You are advised to focus on areas which bring you financial gains. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 25, 26, 27, 31


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને બુધની દિનદશા 18મી મે સુધી ચાલશે. તમારા કામો બુધ્ધિ વાપરીને પુરા કરી શકશો. તમારા કામમાં ઓછી મહેનત કરી વધુ કમાશો. બુધ તમને થોડી કરકસર કરતા શીખવી દેશે. થોડી બચત કરીને ધનને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. તમે પણ દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 29, 30, 31 છે.

Mercury’s rule till 18th May helps you complete your tasks with intelligence. You will be able to earn good money even with just a little effort. Mercury makes you inclined towards putting in more effort. You will be able to save and invest your money in a good place. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 29, 30, 31


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

21મી એપ્રિલ સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. તમે શાંત રહેવા માંગતા હશો તો તમારા શત્રુ તમને શાંત નહીં રહેવા દે. તાવ, શરદી, ખાંસી, માથાના દુખાવાથી પરેશાન રહેશો. જમીન જાયદાદ કે સહી સિકકાના કામો હાલમાં કરતા નહીં. કોઈ પર આંધળો વિશ્ર્વાસ મુકતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 25, 27, 28, 30 છે.

Mars’ rule till 21st April will ensure that your detractors do not let you stay in peace, despite your efforts to be calm. You could suffer from fever, cold, cough and headaches. You are advised to avoid doing any work related to property, capital or assets. Do not trust anyone blindly. For peace of mind, pray the Tir Yasht daily.

Lucky Dates: 25, 27, 28, 30


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી એપ્રિલ સુધી ચંદ્ર તમને ખુબ શાંતિ આપીને રહેશે. માથા પર ચિંતાનો બોજો ઓછો થઈ જશે. ધણી-ધણીયાણીમાં મન મેળાપ વધી જશે. રોજના કામ રોજ પુરા કરીને આગળ વધશો. બીજાના મદદગાર થશો. મનને મજબૂત બનાવી જે પણ કામ કરશો તેમાં સફળ થશો. હાલમાં દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 27, 29, 31 છે.

The Moon’s rule till 23rd April brings you much peace. Your mental tensions will reduce. Compatibility and affection between couples will increase. You will be able to do your daily tasks and move ahead. You will prove helpful to others. You will be successful in all endeavours in which you strengthen your resolve. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 26, 27, 29, 31


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

6ઠ્ઠી એપ્રિલ સુધી સુર્યની દિનદશા તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. મગજનો પારો ઉપર રહેશે. હાઈપ્રેશરથી પરેશાન થતા હો તો દવા લેવામાં ખુબ કાળજી રાખજો. તમારી અગત્યની ચીજ તમારી સામે પડી હશે તો પણ તમને દેખાશે નહીં. વડીલવર્ગની ચિંતા ખુબ સતાવશે. સુર્યના તાપને ઓછો કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 25, 27, 28, 30 છે.

The Sun’s rule till 6th April will prove to be quite troublesome for you. Your temper will constantly be on the rise. If you suffer from high BP, you are advised to take care and ensure taking your medication as prescribed. You will not be able to spot important objects though these may be lying right in front of your eyes. Concern for the elderly will worry you greatly. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 25, 27, 28, 30

Leave a Reply

*