Your Moonsign Janam Rashi This Week –
22 April – 28 April 2023

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે તમને સામે પડેલી વસ્તુ નહીં દેખાય. કોઈ અગત્યની ચીજ વસ્તુ ખોવાઈ ન જાય તેની ખાસ દરકાર લેજો. અચાનક તબિયત બગડી જાય તેવા હાલના ગ્રહો છે. અપોઝીટ સેકસની તબિયત બગડે તો ઈલાજ કરવામાં જરાબી વાર કરતા નહીં. હાલમાં દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 27, 28 છે.

The Sun’s rule till 4th May will make it mentally challenging for you to see what’s right in front of you. Take special care to ensure you do not end up losing or misplacing important items. Your health could suddenly go bad. If someone from the opposite gender falls ill, do note delay to get them medical help. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 22, 23, 27, 28


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મે સુધી શુક્રની દિનદશા ચાલશે. શુકની કૃપાથી તમે તમારા મનની વાત બીજાને સમજાવી શકશો. ધન ખર્ચ કરવામાં કોઈ કસર નહીં મુકો. જ્યાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં તેરનો ખર્ચ કરશો તો પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી કામકાજમાં જશ મલતો રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Venus’ rule till 14th May will enable you to speak your mind out clearly to others. You will not curb any of your expenditures. Despite over-spending money, you will not face any financial shortage. With Venus’ grace, you will continue to receive appreciation and fame in your work projects. Pray to Behram Yazad daily.

Lucky Dates: 23, 24, 25, 26


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે જે પણ કામ કરશો તેમાં તમારી જીત થશે. ચેલેન્જીંગવાળા કામ કરવાની ખુબ મજા આવશે. શુક્રની કૃપાથી શારીરિક બાબતમાં સારા સારી થતી જશે. અપોજીટ સેકસની સાથેના સંબંધ સારા થતા જશે. મનગમતી વસ્તુ લઈ શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. 22, 25, 27, 28 છે.

Venus’ rule till 16th June will ensure that you are victorious and successful in all your endeavours. You will especially enjoy taking up challenges. Your physical health will improve with Venus’ blessings. Your relations with the opposite gender will improve. You will be able to purchase items that you desire. Pray to Behram Yazad daily.

Lucky Dates: 22, 25, 27, 28


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

4થી મે સુધી રાહુની દિનદશા તમને જરાપણ મનની શાંતિ નહીં આપે. નાની બાબતમાં પરેશાન થતા રહેશો. કામકાજનો બોજો ઘટવાની જગ્યાએ વધી જશે. નાણાંકીય તંગી વધી જવાથી કોઈ પાસે લોન માગવાનો સમય આવશે. ઘરના નોકર-ચાકર કે સાથે કામ કરનાર પરેશાન કરશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 26, 28 છે.

Rahu’s rule till 4th May does not allow you any mental peace. You will keep getting troubled over petty matters. Work-load will increase instead of decreasing. With increasing financial shortage, you might have to get a loan from someone. Your house-help as well as your colleagues will prove troublesome. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 23, 24, 26, 28


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગઈકાલથી તમે પણ રાહુની સોનાની જાળમાં આવી ગયા છો. 4થી જૂન સુધી કોઈના પર વિશ્ર્વાસ રાખતા નહીં. અંગત માણસ તમારી સાથે ચીટીંગ કરી નાખે તેવા હાલના ગ્રહો છે. શેર સટ્ટાના કામકાજ સામે જોતા નહીં. લાલચી માણસ તમને ફસાવવાની કોશીશ કરશે. મીઠું બોલનાર વ્યક્તિથી ખુબ સંભાળજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 26 છે.

Rahu’s rule since yesterday up to 4th June cautions you to not trust anyone during this period. Those close to you could cheat you. Avoid dabbling in the share and stocks market. Materialistic people could get you into trouble. Be wary of people who sweet-talk you. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 22, 23, 25, 26


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા કામકાજની અંદર ખુબ સારા સારી થતી જશે. નાણાકીય બાબતની અંદર પણ સારા સારી રહેશે. તમારા કરેલ કામની અંદર તમને સંતોષ મળશેે. ધર્મના કામો કરવાથી મનને વધુ આનંદ મલશેે. તમારા સગા સંબંધીના મદદગાર થશો. જેને પણ સલાહ આપશો તેનું ભલું થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 24, 27, 28 છે.

Jupiter’s rule till 22nd May will ensure great progress in your work area. Financial prosperity is also predicted. You will find job satisfaction in your work. You will feel very much at peace by doing religious works. You will be helpful to your relatives. People will benefit from your advice. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 22, 24, 27, 28


LIBRA | તુલા: ર.ત.

07Libra

આજનો દિવસ શનિની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. આજે કોઈ વ્યક્તિ તમને ખોટી રીતે ફસાવી દેશે. કાલથી ગુરૂની દિનદશા તમને 23મી જૂન સુધી માથાનો બોજો વધારી દેશે. ગુરૂની કૃપાથી ફેમીલી મેમ્બરનો સાથ મલતો જશે. નાણાકીય છુટછાટ સારી રહેશે. નવા કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 23, 25, 26, 27 છે.

This is the last day for you under Saturn’s rule. You could get swindled by someone today. Starting tomorrow, Jupiter’s rule, till 23rd June, will bring you much mental relief. Family members will be supportive of you, with Jupiter’s Grace. You will do well financially. You will be able to take on new projects. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 16, 17, 18, 19


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી મે સુધી શનિની દિનદશા ચાલશે શનિ તમને થોડા આળસુ બનાવી દેશે. રોજ બરોજના કામ સારી રીતે નહીં કરી શકો. ખર્ચ વધી જવાથી કોઈની પાસે ઉધાર નાણા લેવાનો સમય આવે તો નવાઈમાં પડી જતા નહીં. મિત્રો તમારાથી દૂર ભાગતા રહેશે. ખોટી ચિંતાને દૂર કરવા માટે રોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 28 છે.

Saturn’s rule till 24th May could make you a little lethargic. You will not be able to execute your daily chores efficiently. With expenses on the rise, do not get surprised if you need to borrow money from others. Friends will tend to avoid you. To do away with unnecessary worries, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 22, 23, 24, 28


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે સુધી તમારી બુધ્ધિ વાપરીને ધન બચાવી શકશો. તમારા કામને ખુબ સારી રીતે પુરા કરી શકશો. થોડી ઘણી બચત કરી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલતા નહીં. સાચી સલાહ આપી ફેમીલી મેમ્બરનું દિલ જીતી લેશો. ધન કમાવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.

You will be able to use your intelligence and save money till 18th May. You will be able to execute all your chores efficiently. Ensure to save a little money and invest it profitably. Your sincere advice will win over a family member. There will be no obstacles in earning money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 24, 25, 26, 27


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આજથી બુધની દિનદશા ચાલુ થયેલી છે. તમારા ફાયદાની વાત જાણવા મળશે. નોકરી કરતા હશો તો સાથે કામ કરનાર તમને ખુબ માન ઈજ્જત આપશે. વધુ ધન મેળવવા વધુ મહેનત કરવી પડશે. તમારા માથાનો બોજો ઓછો કરી શકશો. આજથી દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 22, 23, 26, 28 છે.

Mercury’s rule, starting today, will bring you profitable information. Those employed will receive much appreciation and respect from their colleagues. For extra money, you will need to work more. Starting today, pray the Meher Nyaish daily.

Lucky Dates: 15, 16, 17, 18


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમારે આજનો દિવસ શાંતિમાં પસાર કરવાનો બાકી છે. ફેમીલી મેમ્બર સાથે હરવા ફરવામાં દિવસ પસાર કરજો. આવતી કાલથી શરૂ થતી મંગળની દિનદશા 22મી મે સુધી તમને ખોટી રીતે ગરમ કરશે. નાની બાબતમાં ગુસ્સો આવશેે. વાહન લેવાનો વિચાર કરતા નહીં. ઘરમાં ખોટો ખર્ચો કરવો પડશે. આજથી ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 22, 24, 25, 27 છે.

You only have today to spend in peace. Spend time enjoying with your family members. Mars’ rule, starting tomorrow, upto the 22nd of May, will make you hot-headed in an unpleasant manner. You will get angry over petty matters. Do not consider buying any vehicles. You might have to make unnecessary house expenses. Starting today, pray the Tir Yasht daily.

Lucky Dates: 22, 24, 25, 27


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી તમારા કામમાં તમને જશ મળી રહેશે. જે પણ ડીસીઝન લેશો તેમાં તમારો ફાયદો થાય તેવા ડીસીઝન લેશો. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. રોજબરોજના કામો ખુબ સારી રીતે કરી શકશો. મનને મજબૂત કરીને કામ કરવામાં સફળ થશો. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Till 24th May, you will receive much fame and recognition at work. You will take decisions which will prove beneficial to you. Do not pass off any small travel chances. You will be able to execute your daily chores very efficiently. You will be successful in working with a solid mind-set. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 25, 26, 27, 28

Leave a Reply

*