આદર પુનાવાલાએ વરિષ્ઠોને કોવોવેક્સ બુસ્ટર ડોઝ લેવા વિનંતી કરી

કોવિડના ફરીથી વધતા કેસો સાથે, વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્ર્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની, સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)ના સીઇઓ આદર પુનાવાલાએ તાજેતરમાં વૃદ્ધોએ કોવોવેક્સ કોવિડ -10 રસી બૂસ્ટર ડોઝ લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તમામ પ્રકારો સામે ઉત્તમ છે અને યુએસ અને યુરોપમાં મંજૂર થયેલ છે. એસઆઈઆઈની કોવોવેક્સ રસીઓ હવે ઈજ્ઞઠશક્ષ એપ પર ઉપલબ્ધ છે. વૃદ્ધો માટે કોવિડ ગંભીર હોઈ શકે છે, એવું સૂચન કરવામાં આવે છે કે તેઓ માસ્ક પહેરે અને કોવોવેક્સ બુસ્ટર લે, જે પુખ્તો માટે રૂ. 225/માં પ્રતિ ડોઝ ઉપલબ્ધ છે. કોવિશિલ્ડ અથવા કોવેક્સિન રસીના બે શોટ મેળવનારાઓને તે આપી શકાય છે. કોવોવેક્સને એસઆઈઆઈ મુજબ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા અને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

Leave a Reply

*