પંચગનીની ચોકશી દર-એ-મેહેરે 92મી સાલગ્રેહની ઉજવણી કરી

પંચગની ખાતેના શેઠ નાનાભોય બેજનજી ચોકશી દર-એ-મહેરે આ વર્ષે તેની 92મી સાલગ્રેહ 21મી એપ્રિલ, 2023ના રોજ ઉજવી હતી. આ વર્ષની ઉજવણી ખાસ હતી કારણ કે તે કોવિડના વર્ષો પછી સંપૂર્ણ સ્તરે હતી, જેમાં 50 થી વધુ ભક્તો જોડાયા હતા. સવારે 11:10 વાગ્યે સાલગ્રેહનું જશન તેના ઉપસ્થિત ટ્રસ્ટીઓ સાથે કરવામાં આવ્યું. કલાકો સુધી ચાલેલા જશનનો અંત હમબંદગી સાથે થયો હતો અને દિવસભરમાં અનેક માચી અર્પણ કરવામાં આવી હતી. શ્રોતાઓને ચાસણી, નાસ્તો અને ઠંડા પીણાની ઓફર કરવામાં આવી હતી.

સાંજે 7:00 કલાકે પંથકી એરવદ હોશંગ ભંડારા દ્વારા પરંપરાગત ફાલાની માચી ચઢાવામાં આવી હતી. તેમણે વર્ષોની અગિયારીના વિકાસ પર નોંધપાત્ર માહિતી શેર કરી, ખાસ કરીને છેલ્લા 12 વર્ષથી તેઓ ત્યાં છે, તેમણે શેર કર્યું કે તેઓ હંમેશા સ્વચ્છતા અને જાળવણીને પ્રાથમિકતા આપે છે તેઓ વ્યક્તિગત રીતે ખાતરી કરે છે કે અગિયારીનું બિલ્ડીંગ અને આસપાસનો બગીચો વનસ્પતિઓથી ભરપૂર છે. કોવિડ પછી છેલ્લાં બે વર્ષોમાં મુલાકાતીઓની સંખ્યામાં થયેલા વધારાને શેર કરતા તેઓ ખુશ હતા, જેના માટે તેમણે પારસી ટાઈમ્સ અને અન્ય સોશિયલ મીડિયા સ્રોતોનો ખાસ આભાર માન્યો જેમણે સારી વાતો ફેલાવવામાં મદદ કરી હતી. આ અગિયારી આતશ પાદશાહને શ્રદ્ધાંજલિ આપવા માટે મહાબળેશ્ર્વર અને પંચગની રજાઓ પર આવતા પારસી જરથોસ્તીઓને પ્રોત્સાહિત કરે છે. તેમણે આપણા ધર્મસ્થાનો ટકી રહે અને આપણો ધર્મ ખીલે તે માટે આ અગિયારી તેમજ અન્ય અગિયારીઓની મુલાકાત લેવા અને તેનો પ્રચાર કરવા માટે વધુ જરથોસ્તીઓને શુભેચ્છા પાઠવી હતી અને તમામ પીટી વાચકો અને સમુદાયને આશીર્વાદ મોકલીને સમાપન કર્યું હતું. ઉશ્તા તે!

Leave a Reply

*