ગ્રાન્ડફીનાલે

સોમવાર તા. 24 એપ્રિલ, 2023ની સાંજે 5:15 ક. જશનની પવિત્ર ક્રીયા એ. સાહેબ ફરહાદ રાવજી (ટ્રસ્ટી), એ. હોરમઝદ રાવજી, એ. નોઝર તારાપોર અને કૈયાન કાંગાની હમશરીકી સાથે શુક્રગુજારીનું જશન કર્યા બાદ, મહાનુભવો વડા દસ્તુરજી-સુરત, દસ્તુરજી સાયરસ નોશીરવાન દસ્તુર, ચીફગેસ્ટ જસ્ટીશ (રીટાયર્ડ) શાહરૂખ જે. કાથાવાલા, ટ્રસ્ટી સાહેબ એ. યઝદી આઈબારા, ટ્રસ્ટી સાહેબ એ. ફરહાદ રાવજી, એ. સાયરસ દરબારીએ હાજરી આપી હતી. અથોરનાનન ફાઊન્ડેશનના સ્તંભ અને મુખ્યા ડો. સાયરસ દસ્તુરએ હાજર રહેલા મહાનુભવાને જણાવ્યુ હતુ કે રેશીડન્ટશીયન રીફરેશર કોર્સ ફોર ઓસ્તાઝ અને એરવદ જે 2001 થી અને રેશીડન્ટશીયલ બહેદીનપાસબાન કોર્સ 2009 થી ફત્તેહમંદીથી ચાલી રહ્યો છે. તેમજ મરહુમ ફોરસાઈટેડ મરહુમ મહેરવાનજી મંચેરજી કામાની આગવી સોચને કારાણેજ આ ભગીરથ કાર્યો શરૂ કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છીએ તેનો ખૂબ સુંદર ખ્યાલ આપ્યો હતો.
આજે બહેદીન પાસબાનો સાચવી રહ્યા છે, સેવા આપી રહ્યા છે તે અગિયારીઓ દાદગાહ સાહેબો (1કાનપૂર, (2) કલ્યાણ, (3) તારાપોર, (4) જમશેદપૂર, (5) દિલ્હી,
(6) અજમેર, (7) બારડોલી (8) બેંગ્લોર,
(9)ઈલાવ, (10) કોપરખૈરને (નવી મુંબઈ), (11) અકોલા, (12) દેવલાલી, જ્યાં જ્યાં પરમેન્ટ જરૂર અને જ્યાં જ્યાં ફક્ત મુકતાદ વખતે જરૂર હોય ત્યાં બહેદીન પાસબાનોને સેવા આપવા મોકલવામાં આવે છે અને તેઓ દિલોજાનથી સેવા આપે છે. જાણકારી આપવા આવેલા સર્વે હમદિનોએ તાળીઓના ગડગડાતથી વધાવી લીધા હતા.
પ્રોગ્રામની શરૂઆતમાં એ. સાહેબ યઝદી આઈબારાએ બંદગી બુલંદ આવાજમાં ભણી વાતાવરણમાં અણદીઠ શક્તિથી ભક્તીમય વાતાવરણ બનાવી દીધું હતું. સુરતથી પધારેલા દસ્તુરજી સાયરસ દસ્તુર સાહેબે, ધરમ વગરનું માનવજીવન કેવું હતે તેનો ચીતાર વર્ણવતા જણાવ્યું હતું કે, ધરમજ્ઞાન વગરનો માનવ એટલે હેવાન, માનવની ઉત્પતિ – આત્માની અર્મગી સ્પ્રીચીયાલીટી, શરીર એ આત્માનું ઘર બહારથી જેમ સ્નાન કરવું પડે છે, શરીર ચોખ્ખુ કરવુ પડે છે. તેમ ધાર્મીક બંદગી-ધ્યાનથી આત્માનું શુધ્ધિકરણ કરે છે. રીટાયર્ડ જસ્ટીશ શાહરૂખ કાથાવાલાએ ડો. એ. સાયરસ દરતુર અને ટીમ ને અભીનંદન આપતાં કહ્યું હતું કે પારસી ટોળો જે 1392 વરસથી પોતાની આગવી ઓળખ આપી રહ્યો છે. તેનું કારણ પારસીઓની ધરમ પ્રત્યેની વફાદારી – ઓનેસ્ટી, ઉચ્ચ શિક્ષણ અને દેશનો ઉપકાર સમાવેશ થાય છે. વડા દરતુરજી સાહેબે જે, માનવતા-ધરમ-આત્મ-બંદગી વિશે જે ભાષણમાં જણાવ્યું હતું તે વિશે યઝદી આઈબારા સાહેબે વડા દસ્તુરજી સાહેબની ખૂબ પ્રશંસા કરી, આવેલા સર્વ હમદિનોને પારસીપણું જાળવી રાખવાની, ક્ધવરઝનથી દૂર રહેવાની કોમને સલામત રાખવાની ભાવભરી શીખામણ આપી હતી.
એ. સાહેબ ડો. સાયરસ દસ્તુરે આ ઉપલા કોર્સમાં ભાગ લેનાર ને ભણતર સાથે-દરૂન, મલીડો, પાપડી, ભાખરા કેમ બનાવવા તેનું પણ શિક્ષણ તથા મોનાજાતો રોજ ગાવાનો પણ પ્રોગ્રામ રાખવામાં આવે છે, શિક્ષણ આપવામાં આવે છે, એમ જણાવ્યું હતું. પ્રોગ્રામની શરૂઆતમાં અને વચ્ચે વચ્ચે સીનીયર બહેદીન પાસબાન મર્ઝબાન એ. વાડીયા એ હારમોનીયમ પર બીજા બહેદીન પાસબાનો સાથે મોનાજાત તથા છેલ્લે છેયે અમે જરથોસ્તી અને જન-ગન-મન ગાઈ લોકોની શાબાશી મેળવી હતી.
એ. સાયરસ દરબારીએ બધા ડોનર્સ મદદકર્તાઓનો તથા કાર્યક્રમમાં ભાગ લેનારનો – કામાબાગ ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો અને ઈનામોની વહેંચણી કરી હતી. કેટરર દલાલનો ઉપકાર માન્યો હતો.

About - મર્ઝબાન એચ્ચશા વાડીયા (ઉમરગામવાળા)

Leave a Reply

*