Your Moonsign Janam Rashi This Week –
10 June – 16 June 2023


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લા બે અઠવાડિયા ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં તમારા અગત્યના કામો પુરા કરી લેજો. જૂના કામની ઉપર ધ્યાન આપજો. ચંદ્રની કૃપાથી ઘરમાં રહેવાનું ઓછું થશે. કામકાજને પુરા કરવા માટે ભાગદોડ કરવી પડશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરશો. ચંદ્ર તમારા મનને શાંત રખાવશે. હાલમાં 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 10, 11, 15, 16 છે.

You have 2 more weeks under the Moon’s rule. Ensure to complete your important works now. Focus on your older work projects. The Moon will limit your presence at home. You might need to run around to complete your tasks. You will be able to cater to the needs of family members. The Moon keeps your mind calm. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 10, 11, 15, 16


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનને ખુબ શાંતિ મળશે. 26મી જુલાઈ સુધીમાં ચંદ્ર તમને નાની મુસાફરી કરાવશે. જે પણ કામ કરશો તેમાં કોન્ફીડન્સ ખુબ સારો રહેશે. મિત્રોનો સાથ સહકાર મળી જશે. તમે સમય ઉપર તમારી કામની સ્ટાઈલને બદલી શકશો. ચંદ્રની દિનદશા તમારી તબિયતમાં સારો સુધારો લાવશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 16 છે.

The ongoing Moon’s rule till 26th July, brings immense peace to your mind. You will have many short travels. You will be confident in all your actions. Friends will be supportive. You will be able to adapt your working principles as per the trends. The Moon will bring improvement in health. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 12, 13, 14, 16


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

છેલ્લુ અઠવાડિયું મોજશોખમાં પસાર કરવાનું બાકી છે. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. બીજાની વાત સાંભળી કોઈબી જાતનો નિર્ણય લેશો તો તેમાં સામેવાળાને ફાયદો થશે. અપોજીટ સેકસનું દિલ જીતી લેશો. થોડો ખર્ચ પર કાબુ મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

This is your last week to spend in fun and entertainment. Arguments between couples will reduce. If you take any decisions based on the advice of others, it is the others who will benefit. You will win over the heart of people of the opposite gender. You will be able to control your expenses. Pray to Behram Yazad daily.

Lucky Dates: 10, 11, 12, 13


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે. હાલમાં તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. કોઈક નવા સંબંધ બનવાના ચાન્સ છે. જો તમારી તબિયત બગડેલી હશે તો તેમાં હવે ધીરે ધીરે સુધારો થવાના ચાન્સ છે. ગામ પરગામ જવાથી વધુ સારા તંદુરસ્ત બની જશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 14, 15, 16 છે.

Venus’ rule till 16th July will end up increasing your inclinations towards fun and entertainment. You could forge new relationships. Those who are unwell will be on their way to recovery, gradually. Traveling abroad will make you healthier. There will be no financial difficulties. Pray to Behram Yazad daily.

Lucky Dates: 12, 14, 15, 16


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ થયેલી છે. તમારા દુખના દિવસો ભુલી જશો તેવો સમય આવશે. મનપસંદ વ્યક્તિ મળવાના ચાન્સ છે. તમે નવા કામ મેળવવામાં સફળ થશો. રીસાયેલ પ્રેમી કે પ્રેમીકાને મનાવી લેશો. આવકમાં વધારો થઈને રહેશે. ભુલ્યા વગર દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 10, 11, 13, 16 છે.

The onset of Venus’ rule will make you forget all your past pains. You will meet the person of your dreams. You will be able to bag new projects. You will be able to win over your upset sweetheart. An increase in your income is predicted. Ensure to pray to Behram Yazad daily.

Lucky Dates: 10, 11, 13, 16


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

5મી જુલાઈ સુધી રાહુ તમને શાંતિથી બેસવા નહીં દે. એક પછી એક ઉપાધી આવતી રહેશે. રાહુ તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. નાના કામ પુરા કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. મિત્રો તમારાથી દૂર થતા જશે. ધન ખર્ચ ખુબ વધી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 14, 15 છે.

Rahu’s rule till 5th July does not leave you in peace. You will have to encounter one issue after the next. Rahu will steal your appetite and your sleep. You will have to face lots of challenges in completing even small tasks. Your friends will seem to get further away from you. An increase in expenses is indicated. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 11, 12, 14, 15


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલશે. બને તો ફેમીલી મેમ્બરને આંનદમાં રાખજો. વડીલવર્ગની સેવા કરવાના ચાન્સ મળી જશે. સેવા કરવાથી મનને શાંતિ મળશે. નાણાંકીય મુશ્કેલીમાં નહીં આવો. કોઈ પાસે લોન લીધી હશે તો થોડી લોન ચુકવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 14, 15 છે.

Jupiter’s rule till 23rd June suggests that you keep your family members happy. You will get the opportunity to serve the elderly, this will bring you much mental peace. There will be no financial shortage. You will be able to repay part of any loans you may have taken. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 10, 11, 14, 15


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 23મી જુલાઈ સુધી તમે મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી દેશો. મનને શાંત રાખીને કરેલા કામમાં જશ મળશે. તમે જેને પ્રેમ કરતા હો તેને તમારા મનની વાત કહી દેજો. તમે પણ દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 13, 16 છે.

Jupiter’s ongoing rule, till 23rd July, will have you tackling even the more difficult tasks with ease. You will receive much fame for those done with a calm mind. Speak out what’s on your mind to the one you love. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 11, 12, 13, 16


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે આળસુ બની જશો. ખર્ચનું પ્રમાણ વધી જવાથી ચિંતામાં ફસાઈ જશો. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લેવાની ભુલ કરતા નહીં. તબિયતની ખુબ સંભાળ લેવી પડશે. સાંધાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાથી થોડી શાંતિ મળશે.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

Saturn’s ongoing rule makes you lethargic. You will get entangled in a web of worries due to increasing expenses. You are advised against making any purchases for the house. Your health will call for a lot of care. You could suffer from joint pains. You will find peace in praying the Moti Haptan Yasht daily.

Lucky Dates: 13, 14, 15, 16


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લા 10 દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. બુધ્ધિ વાપરી અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. ફસાયેલા નાણા જો 10 દિવસમાં નહીં મળે તો 26મી જુલાઈ સુધી તમારે નાણા માટે ફાફા મારવા પડશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.

You have 10 days remaining under Mercury’s rule. Use your intelligence and complete your important tasks first. If you are unable to retrieve our stuck funds within these 10 days, you will end up having to try till 26th July before you can get back your money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 10, 11, 12, 14


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

બુધ જેવા બુધ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારી બુધ્ધિ વાપરી ધન કમાવવામાં સફળ થશો. મીઠી જબાન વાપરી દુશ્મનના દિલ જીતી લેશો. બીજાને સમજાવવાની શક્તિ વધી જશે. ફયુચરના પ્લાન બનાવી ધન બચાવવામાં સફળ થશો. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. રોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 12, 13, 16 છે.

Mercury’s ongoing rule helps you to use your intelligence to earn money. You will be able to win over even your enemies with your sweet talk. Your convincing powers will increase. You will be able to make plans for the future and save money. You will be able to make investments. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 10, 12, 13, 16


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લા બે અઠવાડિયા મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં તમારા બોલવાથી કોઈને ખરાબ ન લાગી જાય તેનું ધ્યાન રાખજો. જન્મનો મંગળ નબળો હશે તો નાનું એકસીડન્ટ થવાના ચાન્સ છે. અચાનક તબિયત બગડી જશે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

You have 2 weeks remaining under the rule of Mars. Take care to see that your words do not hurt other people. A potential accident is predicted for those with a weak Mars in their birth-charts. Health could suddenly get bad. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 12, 13, 14, 15

 

Leave a Reply

*