આપણા સમુદાય (શેરી) પ્રાણીઓ માટે તેમની દયા અને સક્રિય કલ્યાણના પ્રયાસો માટે જાણીતા, બિઝનેસ મેનેટ, રતન ટાટા – ચેરમેન એમેરિટસ, ટાટા ગ્રૂપ, તાજેતરમાં વરસાદની ઋતુ દરમિયાન આ પ્રાણીઓની મદદ કરવા માટે સૌને આગ્રહપૂર્વક અપીલ કરી છે.
એક સરળ માનવીય કૃત્ય આ પ્રાણીઓ માટે ઘણો ફરક લાવી શકે છે જેમની પાસે કોઈ નિશ્ચિત અથવા સુરક્ષિત આશ્રય અથવા ખોરાકનો સ્ત્રોત નથી, અને જેમનું જીવન એક પ્રશ્ર્ન બને છે, ખાસ કરીને ચોમાસા દરમિયાન, જ્યારે તેઓ ગંભીર રીતે જીવાતોના સંપર્કમાં આવે છે અને ચેપ માટે સંવેદનશીલ હોય છે જે ગંભીર હોઈ શકે છ અને જેના પરીણામો ઘાતક બની શકે છે.
આ કારણને સમર્પિત, આપણા સમુદાય-ના-કોહિનૂર રતન ટાટાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નીચેનો સંદેશ શેર કર્યો: હવે ચોમાસું આવી ગયું છે, ઘણી રખડતી બિલાડીઓ અને કૂતરા આપણી કારની નીચે આશ્રય લે છે. આશ્રય લેતા રખડતા પ્રાણીઓને ઇજાઓ ન થાય તે માટે આપણે કાર ચાલુ કરતા પહેલા કારની નીચે તપાસ કરવી મહત્વપૂર્ણ છે. જો આપણે આપણા વાહનોની નીચે તેમની હાજરી વિશે અજાણ હોઈએ તો તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે, અપંગ થઈ શકે છે અને માર્યા પણ જઈ શકે છે. આ સિઝનમાં જ્યારે આપણે બધા તેમને કામચલાઉ આશ્રય આપી શકીએ તો તે હૃદયસ્પર્શી હશે.
જ્યારે આપણે આ સિઝનમાં આપણા ઘરના પાળતુ પ્રાણીઓને કૃમિનાશક દવા આપીએ છીએ કારણ તેમના માટે આ સિઝનમાં જરૂરી હોય છે. પરંતુ શેરીમાં ફરતા પાળતું પ્રાણીઓ છોડી દેવામાં આવે છે. જરૂરી સહાય પૂરી પાડવા માટે વ્યક્તિઓ અને મંડળીઓ સ્થાનિક પશુ કલ્યાણ સંસ્થાઓ સુધી પહોંચી શકે છે. કૃમિનાશક પ્રયાસો સાથે કામચલાઉ આશ્રય અને ખોરાક પૂરો પાડવાથી તેમના જીવન અને સુખાકારી પર સકારાત્મક અસર થશે.
અહેવાલો મુજબ, ભારતમાં રખડતા કૂતરાઓની વસ્તી આશરે 35 મિલિયન છે, અને તે પ્રાણી કલ્યાણ જૂથોની પર્યાપ્ત જરૂરિયાતથી અપ્રમાણસર છે. આથી, એક સમાજ અને કૂતરા-પ્રેમી સમુદાય તરીકે, આપણે આપણા સમુદાયના પ્રાણીઓની મૂળભૂત સુખાકારીની ખાતરી કરવા માટે, પોતાની રીતે મદદ કરી શકીએ છીએ.
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024