અસલાજી અગિયારીએ 174મી સાલગ્રેહની કરેલી ભવ્ય ઉજવણી

અસલાજી ભીખાજી દર-એ-મહેરે 31મી જુલાઈ, 2023 (બેહરામ રોજ, માહ અસ્ફંદામર્દ; યઝ1392) ના રોજ 174મી સાલગ્રેહની ભવ્ય ઉજવણી કરી. હમા અંજુમનની માચી અર્પણ કર્યા બાદ હમા અંજુમનનું જશન, એરવદ નરીમાન પંથકી (અગિયારીના પંથકી), એરવદ ફરહાદ બગલી (અગિયારીના મદદનીશ પંથક), એરવદ એરિક ઉનવાલા અને એરવદ યઝદ બગલી દ્વારા કરવામાં આવ્યું હતું.

નવી નવીનીકરણ કરાયેલ અગિયારી, જે પરંપરાગત રીતે સુંદર ફૂલોની સજાવટથી સુશોભીત કરવામાંં આવી હતી અને અગિયારીના પ્રવેશદ્વાર અને કેબલામાં સુંદર ચોક પુરવામાં આવ્યા હતા. કામકાજનો દિવસ હોવા છતાં, જશનમાં શ્રદ્ધાપૂર્વક હાજરી આપનારા ભક્તોની સંખ્યા ભરપૂર હતી. ભક્તોને ચાસની આપવામાં આવી હતી જેમાં મલીદો, દારણ, દાડમ, ફળ અને ભેટ બોક્સ (કેક)નો સમાવેશ થતો હતો.

અનાદિ કાળથી, પાક અસલાજી અગિયારી મુંબઈ (અને નવી મુંબઈ)ના ખૂણે ખૂણેથી ભક્તોને આકર્ષે છે. દર શુક્રવારે અને મહિનાના મેહેર રોજ અને બહેરામ રોજ પર, અગિયારીમાં ભરપુર લોકો આવે છે. મહેર રોજ અને મહેર માહને દિને સમગ્ર સમુદાયના લાભ અને ઉત્થાન માટે અગિયારીમાં હમા અંજુમન જશન કરવામાં આવે છે અને તે દિને અગિયારી પરિસરની બહાર મુખ્ય માર્ગના અંત સુધી ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે. પવિત્ર આતશને અંજલિ આપવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે તેઓ ધીરજપૂર્વક રાહ જોતા હોય છે


.

Leave a Reply

*