ઝેડડબ્લયુએએસ સમુદાયના સભ્યો માટે આનંદદાયક દિવસનું આયોજન કર્યું

ઝેડડબ્લયુએએસ એટલે ગતિશીલ ઝોરાસ્ટ્રિયન વિમેન્સ એસેમ્બલી ઓફ સુરતએ 6ઠ્ઠી ઓગસ્ટ, 2023 ના રોજ આનંદદાયક સમુદાય પ્રવૃત્તિઓનું આયોજન કરીને પવિત્ર મુક્તાદ અને ગાથાના દિવસોની ઉજવણી માટે સમુદાયના સભ્યોને એકસાથે લઈ આવ્યા હતા, જે મુક્તાદની શરૂઆતને રજૂકરે છે.
આખા દિવસના ગાલામાં 86 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સવારના સત્રમાં નરીમન પારસી ગર્લ્સ અનાથાશ્રમ, સુરત ખાતે કાર્ડ મેકિંગ, બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ અને ચોક-રંગોળી સહિતની સ્પર્ધાઓ માટે સહભાગીઓ ભેગા થયા હતા, જેનું નિર્ણાયક અગ્રણી કલાકારો – ગુલશન ચીનીવાલા અને શિરાઝ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. કુકિંગ કોમ્પિટિશનને કુશળ રાંધણ નિષ્ણાતો ગુલશન માસ્ટર અને ઝીનોબીયા દોેટીવાલાએ જજ કર્યું હતું. પારસી વાનગીઓની મનોહર સુગંધથી દરેકના મોઢામાં પાણી આવી ગયું હતું!
સાંજનું સત્ર પાક કદીમ આતશબેહરામ, શાહપોર, સુરત ખાતે યોજાયું હતું, જ્યાં પ્રાર્થના અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાઈ હતી. બાળકોએ બે નાટકો પણ રજૂ કર્યા હતા, જેને દર્શકોએ ખૂબ વખાણ્યા હતા. બાળકોએ તમામ ફરોહરોના આશીર્વાદ સાથે મોનાજાત સાથે અવેસ્તા પ્રાર્થના સ્પર્ધાની શરૂઆત કરી. બે નાના નાટકો – થૂથી માય અને હોમાજી એ દિવસની ખાસિયત હતી. આ પ્રસંગે એસપીપી ટ્રસ્ટી – પદ્મશ્રી યઝદી કરંજિયા દ્વારા પણ હાજરી આપવામાં આવી હતી, જેમણે એસપીપી પ્રમુખ – ડો. હોમી દૂધવાલા અને પત્ની – ડો. પરસીસ દૂધવાલા સાથે, ફંક્શનમાં તેમનો અજોડ આકર્ષણ ઉમેર્યો હતો. મીનુ ગુસ્તાદજી (મેન્ટી ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા ઈનામો અને ભેટો સ્પોન્સર કરવામાં આવી હતી. ઝેડડબ્લયુએએસએ ટ્રસ્ટીઓના સહકાર બદલ આભાર માન્યો હતો.
આ રીતે સુંદર ઝેડડબ્લયુએએસ મહિલાઓએ સુરતના ઝોરાસ્ટ્રિયન સમુદાયને એકસાથે લાવી વધુ એક અદભુત શોનું આયોજન કર્યું હતું. ઝેડડબ્લયુએએસ સભ્યોને ધન્યવાદ: બીનાયફર એન્જીનીયર, કેશ્મીરા કામા, પર્લ ખંધાડીયા, માહતાબ વરીયાવા, કૈનાઝ વરીયાવા, મહાઝરીન વરીયાવા, બેહરોઝ કરંજીયા, નીલુફર બાવાઆદમ અને ઝેડડબ્લયુએએસ ટ્રસ્ટીઓને ધન્યવાદ: મહારૂખ ચિચગર, પીલુ ભાથેના અને દિલનાઝ બેસાનીયા.

Leave a Reply

*