Your Moonsign Janam Rashi This Week –
26 August – 01 September 2023


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુધ જેવા બુધ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલશે. તમે તમારા કામનો આનંદ માણી શકશો. ધનને બચાવી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરવાનો ચાન્સ મળે તો અવશ્ય કરજો. કોર્ટના કેસમાં તમારી જીત થવાના ચાન્સ છે. તમારા મનની વાત બીજાને સમજાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 30, 31, 1 છે.

Mercury’s rule till 20th September will bring you much job satisfaction. You will be able to save money. Ensure to make investments if you get the chance. Your victory in a court case is on the cards. You will be able to convey your thoughts to others. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 30, 31, 1


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી 21મી ઓકટોબર સુધી કરકસર કરવાનું શીખી જશો.બુધ તમારા સ્વભાવમાં બદલાવ લાવી દેશે. જે પણ કામ કરશો તે સારી રીતે કરવામાં સફળ થશો. નોકરી કરનાર ને પ્રમોશન કે ધનલાભ મળી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Mercury’s ongoing rule till 21st October teaches you to indulge in hard work. Mercury’s influence will bring about a change in your personality. You will be able to execute all your work with efficiency. The employed could receive a promotion or financial benefits. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 27, 28, 29, 30


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

મંગળની દિનદશા તમારા મગજને શાંત નહીં રહેવા દે. 24મી સપ્ટેમ્બર સુધીમા નાની બાબતમાં વધુ ગુસ્સામાં આવશો. બીજાઓ ખોટા કામ કરી તમને ભડકાવવાની કોશિશ કરશે. તાવ તથા માથાના દુખાવાથી પરેશાન થશો. પ્રેશરને કંટ્રોલમાં રાખવા ગુસ્સાને કંટ્રોલમાં રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિમાં રાખી શકશો.
શુકનવંતી તા. 26, 27, 29, 30 છે.

Mars’ ongoing rule till 24th September does not allow you peace of mind. You could get angry over small matters. Others will do wrong and try instigating you. You could suffer from fever or headaches. To keep your BP under control, learn to control your temper. For peace of mind, pray the Tir Yasht daily.

Lucky Dates: 26, 27, 29, 30


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કામને સારી રીતે કરવામાં સફળ થશો. કોઈ પણ કામમાં મુશ્કેલી નહીં આવે. જે પણ ડીસીઝન લેશો તેમાં સફળતા મળશે. મુસાફરીનો ચાન્સ મળશે. બીજાને સમજાવી શકશો. મનને શાંત રાખવા 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30, 1 છે.

The Moon’s rule till 26th September helps you execute all your tasks efficiently. You will not find any difficulties in your tasks. Your decisions will prove successful. You could get a travel opportunity. Your ability to convince others will increase. For peace of mind, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 27, 28, 30, 1


LEO | સિંહ: મ.ટ.

05Leo

સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથાના દુખાવાથી પરેશાન થશો. સરકારી કામમાં મુશ્કેલીમાં આવશો. તમારી અગત્યની ચીજ વસ્તુને સંભાળીને રાખજો. ઘરમાં વડીલ વર્ગની તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. ખોટા વિચારોથી પરેશાન થશો. સુર્યના તાપને ઓછો કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 26, 29, 30, 1 છે.

The Sun’s ongoing rule could cause you headaches. You could find yourself facing challenges in legal works. You are advised to be careful about important items and documents. The health of the elderly could suddenly take a downward turn. Negative thoughts will trouble you. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 26, 29, 30, 1


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. ઉતરતી શુક્રની દિનદશા તમારા મનની નેક મુરાદ પુરી કરશે. અપોઝીટ સેકસ તરફથી ભરપુર સાથ સહકાર મળશે. ખર્ચ પર થોડો કાબુ રાખી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તબિયતનું ધ્યાન રાખી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 30, 31 છે.

Venus rules you till 16th September, its descending rule will make your noble wishes come true. You will get ample support from members of the opposite gender. You are advised to control your expenses and make investments. You will be able to take care of your health. Pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 28, 30, 31


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે લીધેલા ડીસીઝન ને ચેન્જ કરવાથી ફાયદામાં રહેશો. તમારા કરેલ કામની કદર થશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. નવા કામ લેતા નહીં ચાલુ કામમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 30, 1 છે.

Venus’ ongoing rule will make you change your earlier decisions – this will prove beneficial to you. Your work will get much appreciation. Financial prosperity is indicated. You are advised to avoid taking on new jobs – your current projects will earn well. Pray to Behram Yazad daily.

Lucky Dates: 26, 27, 30, 1


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારે તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. ઉતરતી રાહુની દિનદશા કામનો બોજો ખુબ વધારી દેશે. તમારો સેલ્ફકોન્ફીડન્સ ઓછો રહેશે. જેટલી મહેનત કરશો તેના પ્રમાણમાં વળતર ઓછું મળશે. કોઈ પાસે ઉધાર લેવાનો સમય આવી શકે છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.

Rahu’s rule till 6th September calls for you to take special care of your health. Rahu’s descending rule will cause you much work pressure. Your self-confidence could take a hit. Despite your hard work, you will not reap proportionate results. You might need to take a loan from others. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 28, 29, 30, 31


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને પણ રાહુએ પોતાની સોનેરી જાળમાં ફસાવી લીધા છે. 6ઠ્ઠી ઓકટોબર સુધી તમે નાના કામો પણ પુરા નહીં કરી શકો. નાણાકીય સ્થિતિ બગડતી જશે. આવક કરતા ખર્ચ વધુ થવાથી મનથી ગભરાઈ જશો. માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 26, 27, 30, 1 છે.

You are stuck in Rahu’s golden cage till 6th October. You will not be able to complete even your small tasks. Financially, things could worsen. With expenses overtaking your income, you will feel anxiety. You could suffer from headaches. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 26, 27, 30, 1


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ધર્મ-ચેરીટીનું કામ થવાના ચાન્સ છે. જાણતા અજાણતા તમે કોઈની ભલાઈનું કામ કરી આપશો. તમારાથી નારાજ થયેલી વ્યક્તિને તમે મનાવી લેશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે.જીવન સાથી મળવાના ચાન્સ છે. ધનની ચિંતા નહીં આવે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.

Jupiter’s rule will get you inclined towards doing works related to religion and charity. Knowingly or otherwise, you will end up helping others. You will be able to win over someone upset with you. You could make new friends. You could also meet with your life partner. There will be no financial concerns. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 28, 29, 30, 31


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મી ઓગસ્ટથી તમને ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ થયેલી છે. ધીરે ધીરે તમારા માથાનો બોજો ઓછો થતો જશે. ઘરમાંથી નકામી ચીજો કાઢી નાખવામાં સફળ થશો. અચાનક નાનો લાભ મળી જશે. ઘરવાળાની મનની વાત સમજતા વાર નહીં લાગે. તમે પણ દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 31, 1 છે.

Jupiter’s rule from 20th August will gradually take away all your stress and tensions. You will be able to declutter your house and get rid of useless items. Sudden small windfall is indicated. You will be able to understand the thoughts of your family members. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 26, 27, 31, 1


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કમો સમય પર પુરા નહીં કરી શકો. શનિ તમને આળસુ બનાવી દેશે. ડીપ્રેશનમાં જતા રહેશો. નકામા કામમાં સમય બગાડશો. ધન માટે ખોટા ખર્ચ વધી જશે. અજાણી વ્યક્તિ પર વિશ્ર્વાસ રાખતા નહીં. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Saturn’s ongoing rule makes it difficult for you to complete your tasks on time. Saturn makes you lethargic. You could feel depressed. You could end up wasting time over useless things. Your unnecessary expenses will increase. Do not trust strangers. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 27, 28, 29, 30

Leave a Reply

*