મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આ વરસ શાંતિથી કામ કરશો તો ખુબ જ ફાયદામાં રહેશો. 30મી ઓકટોબર પછી તમારા જીવનમાં ઘણા ચેન્જીસ આવી જશે. નાણાકીય સ્થિતિમાં સારા સારી રહેશે. તેમછતાં બચત કરવી તમારે માટે અગત્યની રહેશે. ધનનો ખોટો ઉપયોગ નહીં કરો તેનું ખાસ ધ્યાન રાખજો. લગ્ન કરવા માટે વરસ ખુબ સારૂં છે. 14મી એપ્રિલથી 5મી મે વચ્ચે સારા કામો નહીં કરતા. સાથે સાથે તબિયત બગડવાના પણ ચાન્સ છે. ખોટી વ્યક્તિને જીવનમાં આવવા દેતા નહીં. શેર સટ્ટાથી દૂર રહેજો. જૂના રોકાણમાંથી ફાયદો મેળવશો. સ્ત્રીઓ પોતાના કામથી સંતુષ્ટ રહેશે. સ્ટુડન્ટસો માટે વરસ ખુબ સારૂં છે. ગુરૂનો સ્ટોન પહેરવાથી મગજ વધુ મજબૂત બનશે. આ વરસમાં ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતા માહ: 3, 4, 8, 9, 11 છે.
This year will turn out very beneficial to you provided you go about things calmly. You can expect a lot of changes in your life post 30th October. Financial prosperity is indicated. It is important that you save money. Pay attention to not spending your money unnecessarily. This is a good year for those looking to get married. Avoid doing any auspicious things between 14th April – 5th May. This period also predicts a fall in health. Do not allow wrong people to enter your life. You are advised against indulging in the share market. Old investments will yield profits. Women will experience great job satisfaction. This is a good year for students. Wearing Jupiter stone will further strengthen your mind. Pray to Behram Yazad throughout the year.
Lucky Months: 3, 4, 8, 9, 11
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આ વરસની અંદર તમારી મહેનત રંગ લાવશે. નવા કામમાં સફળતા મળશે. ઓકટોબર મહિના સુધી કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્ર્વાસ મુકતા નહીં. લગ્ન કરવા માગતા હશો તો આ વરસમાં લગ્નના યોગ સારા છે. આ વરસમાં વડીલવર્ગની ચિંતા રહેશે. 14મી મેથી 15મી જૂન વચ્ચે માથાના દુખાવાથી પરેશાન થશો. અપોજીટ સેકસ સાથેના સંબંધો બગડે નહીં તેની સંભાળ લેજો. જમીન-જાયદાદના કામથી ફાયદો થશે. ભાઈ-બહેન સાથેના સંબંધો આ વરસમાં મધ્યમ રહેશે. આ વરસ તમે આનંદમાં પસાર કરી શકશો. મોટી ઉંમરની સ્ત્રીઓએ તબિયતની સંભાળ લેવી. શુક્રવારે કોઈ ગરીબને જમાડવાનું રાખજો. સ્ટુડન્ટસો માટે આ વરસ મધ્ય રહેશે.
શુકનવંતા માહ: 1, 2, 4, 5, 7, 10, 12 છે.
Your efforts will bear fruit this year. Success in new projects is predicted. Till October, you are advised not to place your blind faith in anyone. This is a good year for those looking to get married. Concerns for the well-being of the elderly could prove worrisome. You could suffer from headaches through 14th May to 15th June. Take care to ensure you do not spoil your equations with the opposite gender. You will profit from deals related to property and assets. Relationships with siblings will normalize. You will spend this year in a state of joy. Elderly women are advised to take care of their health. You are advised to feed the poor on Fridays. This year will be average for students.
Lucky Months: 1, 2, 4, 5, 7, 10, 12
GEMINI | મિથુન: ક.છ.ઘ.
આ વરસમાં ધારેલા કામો સમય પર પુરા કરવામાં ખુબ મુશ્કેલીઓ આવશે. ખોટું સહન નહીં કરી શકો અને સાચુ બોલીને બીજાના દુશ્મન બની જશો. ઓકટોબર મહિનાના એન્ડ સુધી શેર બજારથી દૂર રહેજો. મિત્રો તમારી સાથે દગો કરી શકે છે. નવેમ્બર મહિના બાદ નોકરી કરતા લોકોને સારી સફળતા મળશે. તબિયતમાં પ્રેશર વધઘટ થશે. લગ્ન કરનાર માટે આ વરસ સારૂં નથી. જે લોકો પ્રેમમાં હશે તેમની વચ્ચે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ કર્યા પછી પણ આનંદ નહીં મળે. સ્ત્રીઓએ કમરની માંદગીથી સંભાળવું. આ વરસમાં સ્ત્રીઓને મનગમતો જીવનસાથી નહીં મળે. સ્ટુડન્ટસો માટે વરસ મધ્ય હશે. એમરાલ્ડ પહેરજો.
શુકનવંતા માહ: 3, 4, 6, 8, 10, 11, 12
This year will prove challenging for you to complete your work within the stipulated time-period. You will not be able to bear falsehoods or wrongs, but speaking the truth will have you making enemies. Avoid dealing in the share market till the end of October. Friends could betray you. The employed will taste much success post November. Blood Pressure could fluctuate. This is not an auspicious year to get married. Those in romantic relationships could end up squabbling. Unnecessary expenses will worry you. Despite spending thrice over, happiness will still elude you. Women need to take care of backache. Women will not find their ideal life-partner in this year. This year will be average for students. You are advised to wear Emerald stone.
Lucky Months: 3, 4, 6, 8, 10, 11, 12
CANCER | કર્ક: ડ.હ.
આ વરસ તમારે ખુબ સંભાળીને પસાર કરવાનું છે. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં નાખી શકે છે તેનું ધ્યાન રાખજો. ઓકટોબર સુધીમાં કામકાજ કે નોકરીમાં કોઈપણ જાતના ડીસઝન લેવાની ભુલ કરતા નહીં. ઓકટોબર બાદ નોકરીમાં મુશ્કેલી નહીં આવે. શનિને કારણે આ વરસમાં વડીલવર્ગની ચિંતા ખુબ પરેશાન કરશે. આ વરસમાં આવક ઓછી રહેવાથી કોઈ પાસે નાણાકીય મદદ લેવાનો સમય આવશે. તમારી સાવધાની તમને ઘણી મુસીબતમાંથી બચાવી લેશે. ઓકટોબર બાદ ખોટા ખર્ચ પર કાબુ રાખી ધનને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવાથી મનને શાંતિ મળશે. કોઈને ઉધાર નાણા આપવાની ભુલ કરતા નહીં. સ્ત્રીઓ માટે વરસ સારૂં છે પણ લાઈફ પાર્ટનર સાથે મતભેદો પડતા રહેશે. આઈટીના સ્ટુડન્ટસો માટે વરસ ખુબ સારૂં છે. બીજી લાઈનના સ્ટુડન્ટસોને જોઈએ તેટલા પર્સન્ટેજ નહીં મળે.
શુકનવંતા માહ 2, 5, 6, 7, 8, 11, 12 છે.
You need to get through this year very cautiously. A small mistake could land you in big trouble – so be warned. You are advised against making any decisions regarding work or jobs, till October. Any challenges at work will cease post October. Saturn’s rule will cause a lot of worry for the elderly this year. Due to insufficient income this year, you could have to ask for financial help from others. Being alert will save you from many problems. Post October, you will be able to control your unnecessary expenses and invest your money in a good place – this will bring you peace of mind. You are advised to avoid lending money to others. This is a good year for women but there will be much bickering with your life partners. While this is a good year for IT students, those in other fields might not be able to score as much.
Lucky Months: 2, 5, 6, 7, 8, 11, 12
LEO | સિંહ: મ.ટ.
આ વરસમાં તમે ધન કમાઈ લેશો તેમ છતાં ભાગદોડ ખુબ કરવી પડશે. ઓકટોબર એન્ડ પછી તબિયતની ખુબ કાળજી લેવી પડશે. તબિયતનું ધ્યાન નહીં રાખો તો મોટી મુસીબતનો સામનો કરવો પડશે. લગ્ન કરવા માગતા હશો તો આ વરસે લગ્ન થવાના ચાન્સ છે. ખોટું ઈનવેસ્ટમેન્ટ કરતા નહીં. ભાગીદારીમાં કોઈપણ કામ કરતા નહીં. 14મી ઓગસ્ટથી 14મી સપ્ટેમ્બર સુધી તમારી અંગત વ્યક્તિ તરફથી મુશ્કેલીમાં આવશો. આ વરસમાં નોકરી બદલવાની કોશિશ કરતા નહીં, નવા કામ કરતા નહીં. મગજને શાંત રાખી કામ કરજો. વર્ષના એન્ડમાં દેશ વિદેશ જવાના ચાન્સ છે. સ્ત્રીઓને પોતાની પસંદગીનો જીવનસાથી મળશે. આ વરસ સ્ત્રીઓ માટે ખુબ સારૂં છે. સ્ટુડન્ટસોને ધારેલું રીઝલ્ટ નહીં મળે. મોતી કે મુન સ્ટોન પહેરજો. આ વરસમાં નાની ‘હપ્તન યશ્ત’ ભણવાનું રાખજો.
શુકનવંતા માહ: 2, 5, 7, 9, 10 છે.
You will earn good money this year, but that will include a lot of effort from you. After October, you will need to take special care of your health. If you don’t, you could be faced with a huge health issue. Those looking to get married could tie the knot this year. Avoid making wrong investments. Do not enter into any kind of partnerships. You could get into big trouble from 14th August to 14th September due to a close person. Do not try to change your job or start new projects this year. Keep your mind calm and focus on work. You could get the opportunity to travel abroad at the year end. Women will be able to find their ideal life partners. This is a good year for women. Students will be disappointed with their results. You are advised to wear Pearl or Moonstone. This year, pray the Nani Haptan Yasht.
Lucky Months: 2, 5, 7, 9, 10
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આ વરસની અંદર ઓકટોબર સુધી નાણાંકીય ખેંચતાણ વધુ રહેશે. ઓકટોબર બાદ ધન આવવાના રસ્તાઓ ખુલી જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. વર્ષના અંતમાં સારા એવા ધનની બચત થયેલી હશે. ખોટી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરતા નહીં. ઓકટોબર સુધી તમારા લગ્ન નકકી થાય તેવા ગ્રહો છે. આ વરસમાં ધણી ધણીયાનીના સંબંધો મધ્ય રહેશે. મિત્રો તરફથી ફાયદો મળશે. તબિયતની કાળજી લેજો. સ્ત્રીઓએ ખોટા વિચારથી બચવું. ટેકનીકલ લાઈનના સ્ટુડન્ટસોનું વરસ સારૂં રહેશે. કેટઆઈ પહેરવાથી નેગેટીવ વિચારો નહીં આવે. આ વરસમાં ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતા માહ: 1, 3, 4, 7, 8, 10, 11 છે.
Till October, this year will have you struggling financially. Post October, pathways to income will open up for you, leading to financial prosperity. At the year end, you will have saved up a good amount of money. Avoid making investments in the wrong place. Your marriage could get finalized by October. Relationships between couples will be average. Friends will prove to be beneficial. Take care of your health. Women are advised not to give in to negative thoughts. This will be a good year for students in the technical line. Wearing Cat’s Eye will help prevent negative thoughts. Pray the Meher Nyaish through this year.
Lucky Months: 1, 3, 4, 7, 8, 10, 11
LIBRA | તુલા: ર.ત.
આ વરસમાં તમારા વિચારો પર કાબુ રાખવાનું શીખી જશો તો ઓછા દુ:ખી થશો. કામકાજમાં ચેન્જ કરવા માગતા હો તો જોબ ઓકટોબર પછી ચેન્જ કરવાનું વિચારજો. આ વરસમાં બાળકોની ચિંતા ઓછી રહેશે. શેરબજારમાં ખુબ વિચાર કર્યા બાદ ઈનવેસ્ટમેન્ટ કરજો. ધીરજ રાખી કામ કરવામાં ફાયદામાં રહેશો. તબિયતમાં માથાનો દુખાવો, હાઈપ્રેશરથી પરેશાન થશો. લગ્ન કરવા માગતા હશો તો નવેમ્બરબાદ તમે તમારા પસંદગીનું સાથી શોધી શકશો. આ વરસમાં ઓછું બોલવાનું રાખજો. સ્ત્રીઓના તેમના ધણી સાથે આ વરસમાં મતભેદ થયા કરશે તથા પેટની તકલીફથી પરેશાન થશે. સ્ટુડન્ટસોની સફળતા મધ્યમ રહેશે. આ વરસમાં અમેરીકન ડાયમન્ડ કે સાચા હીરા પહેરજો. આ વરસમાં ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 4, 5, 7, 10, 12 છે.
If you are able to master controlling your thoughts, this year will prove less hurtful to you. Those looking to change their job/professions are advised to do so only post October. This year, children will not give reason for worry. Invest in the share market only after giving it a lot of thought. You will profit if you work with patience. You could suffer from headaches or high Blood Pressure. Those looking to get married will be able to find their ideal life partner post November. Try to speak minimal this year. Women could end up having regular quarrels with their partners and could also suffer from stomach ailments. Success of students will be average. You are advised to wear American Diamonds or real diamonds. Pray to Behram Yazad through the year.
Lucky Months: 1, 2, 4, 5, 7, 10, 12
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આ વરસ તમારા માટે ધારેલા કરતા વધુ સારૂં જશે. ગામ પરગામ જવાના ચાન્સ મળી જશે. તમારા શત્રુઓ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. ઓકટોબર પછી કામકાજની અંદર વધુ સારા સારી થશે. આ વરસની અંદર જમીન કે ખાવાપીવાના કામો કરવાથી ફાયદામાં રહેશો. મિત્રોનો સાથ મલવાથી મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. સ્ત્રીઓ માટે વરસ ખુબ એકટીવ રહેશે. નવા કામ કરવાના ચાન્સ મળશે. કેમીકલ કે કોસ્મેટીકના કામથી ધન કમાઈ શકશો. સ્ટુડન્ટસોને ખુબ મહેનત કર્યા પછી પણ જોઈએ તેવું રીઝલ્ટ નહીં મળે. આ વરસમાં પોખરાજ પહેરવાથી ફાયદામાં રહેશો. આખુ વરસ ‘તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતા માહ: 2, 3, 5, 7, 8, 9, 11 છે.
This year will turn out to be even better than you expected. You could get opportunities to travel abroad. Your enemies will not be able to harm you in the least. Post October, work will progress even more. This year, any project related to property and food, will prove profitable. The support of your friends will help you complete challenging tasks with ease. This is an active year for women. You will get opportunities to work on new projects. Works related to chemicals or cosmetics will yield good income. Students might not get desired results despite putting in hard work. You are advised to wear the Pokhraj stone. For mental peace, pray the Tir Yasht through the year.
Lucky Months: 2, 3, 5, 7, 8, 9, 11
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
આ વરસની અંદર તમારા જૂના રોકાણમાંથી નાણા કમાઈ શકશો. જમીન જાયદાદ લેવાના પુરા ચાન્સ છે. ઓકટોબર પછી લાંબા સમયનું ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. બાળકોની ચિંતા ઓછી રહેશે. 14મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી વચ્ચે તબિયતની ખાસ સંભાળ લેજો. સરકારી કામો કરવાથી ફાયદામાં રહેશો. તબિયતમાં ખાસ કરીને વારસાગત માંદગીથી પરેશાન થશો. ભાઈબહેન સાથે જેવો વ્યવહાર કરશો તેવું રીઝલ્ટ મળશે. અચાનક ફાયદો મળશે. લગ્ન કરવા માટે વરસ ખુબ સારૂં છે. સ્ત્રીઓ માટે વરસ ખુબ સારૂં જશે. ખુબ એકટીવ રહેશો. ઘરમાં નવી ચીજ વસાવી શકશો. સ્ટુડન્ટસો ઓકટોબર પછી ભણવામાં ધ્યાન આપશો તો ધારેલું રીઝલ્ટ મેળવવામાં સફળ થશો. આ વરસમાં પોખરાજ કે ટોપાઝ પહેરવાથી વધુ સારા રીઝલ્ટ મેળવશો. આ વરસમાં ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતા માહ 3, 6, 7, 8, 10, 12 છે.
Old investments will yield profits, this year. You could purchase property or assets. Post October, you will make long-term investments. Children will not be cause for concern. You are advised to take special care of your health from 14th December to 14th January. Government-related projects will prove beneficial. You could suffer from hereditary ailments. How you treat your siblings is how you will be treated. Sudden windfall is predicted. This is a very good year for getting married. This year is great for women and full of activity. You will be able to make purchases for the house. Students who focus on their studies post October will get the expected result. This year, you are advised to wear the Pohkraj or Topaz stones for good results. Pray the Meher Nyaish through the year.
Lucky Months: 3, 6, 7, 8, 10, 12
CAPRICORN | મકર: ખ.જ.
આ વરસમાં ધન કમાવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ધણીયાણી ધણીની તબિયત માટે ખુબ પરેશાન રહેશે. વિચારોમાં મતભેદ સાથે પ્રેમ પણ રહેશે. આ વરસમાં ધન કમાશો સાથે સાથે ડોકટરના બીલો પણ ભરશો. આ વરસમાં નવું ઘર લેવાના ચાન્સ છે. કામમાં આગળ વધવામાં તમને કોઈ મુશ્કેલી નહીં આવે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. બાળકોને સારૂં શિક્ષણ આપી શકશો. સ્ત્રીઓને અપોજીટ સેકસની ચિંતા રહેશે. આ વરસમાં માથાના દુખાવાથી પરેશાન થશો. ગુસ્સા પર કાબુ રાખવાથી ઘણા ફાયદામાં રહેશો. સ્ટુડન્ટસો જેટલી મહેનત કરશે તેનાથી રીઝલ્ટ ઓછું મળશે. આ વરસમાં મુનસ્ટોન પહેરવાનું રાખજો. સોમવારે ગરીબને ખાવાનું આપજો. આખુ વરસ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતા માહ: 2, 4, 7, 9, 11, 12 છે.
This year earning money will not be difficult. The health of your spouse could cause much worry. There will be love despite conflict in thought between couples. You will also end up paying doctor’s expenses, alongside earning money. Buying a new house is on the cards. You will face no challenges in progressing ahead in your profession. You could get opportunities to travel abroad. You will provide good education to children. Women will tend to worry about members of the opposite gender. You could suffer from headaches. Keeping your temper in control will prove very beneficial. Students might not get the results they expect, despite their hard work. You are advised to wear the Moonstone and to feed the poor on Mondays. Pray the Mah Bokhtar Nyaish through the year.
Lucky Months: 2, 4, 7, 9, 11, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
આ વરસમાં તમે ધારશો તેટલા કામો કરી શકશો. કામ પુરા કરવા માટે દિવસ રાત એક કરી નાખશો. જેટલી મહેનત કરશો તેટલું પરીણામ સારૂં મેળવશો. તમારો એકસપીરીયન્સ તમને દરેક જગ્યાએ કામમાં આવશે. નાણાકીય બાબતમાં ઓકટોબર પછી સારા સારી થતી જશે. પૈસા આવશે તેટલો ખર્ચ પર કાબુ રાખવો મુશ્કેલ પડશે. નવા કામો કરવાનું વિચારતા નહીં. બીજાના સાચા સલાહકાર બની શકશો. ખોટા વિચારો કર્યા વગર કામ પર વધુ ધ્યાન આપજો. નાની મુસાફરી કરતા ફાયદો થશે. 15મી ઓગસ્ટથી 15મી સપ્ટેમ્બર ખરાબ જશે તે સમયે ધ્યાન રાખજો. સ્ત્રીઓ લગ્ન કરવા માગતા હશો તો લગ્નમાં મુશ્કેલી નહીં આવે. જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. સ્ટુડન્ટસોનું આ વરસ મધ્યમ રહેશે. આ વરસમાં એમીથીસ્ટ નામનો સ્ટોન પહેરજો. તેનાથી મન મક્કમ રહેશે. આખુ વરસ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતા માહ 1, 3, 4, 5, 8, 10, 11 છે.
This year, you will be able to do all the work that you set out to do. You will work night and day to complete your tasks. The harder you work, the better will your results be. Your experience will prove handy at work. Post October, financial prosperity is indicated. Despite earning well, it will be difficult to control expenses. Do not take on new projects. You will give sincere advice to others. Focus on your work and shun negative thoughts. Short travels will prove beneficial. 15th August to 15th September could be difficult for you. Women looking to get married will not face any difficulties in tying the knot. You could suffer from joint pains. This year will be average for students. You are advised to wear the Amethyst stone, to keep your mind strong. Pray the Moti Haptan Yasht through the year.
Lucky Months: 1, 3, 4, 5, 8, 10, 11
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આ વરસમાં તમે સાડાસાતીના પહેલા વરસમાં છો. તેમછતાં શનિ તમને વધુ પરેશાન નહીં કરે. ઓકટોબર બાદ ગુરૂની સ્થિતિ ખુબ સારી થવાથી ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. આ વરસમાં તમારા હાથથી ખોટા ખર્ચાઓ થઈ જશે. ઓકટોબર સુધી ભાઈ બહેન તથા વડીલો સાથે મતભેદ રહેશે. તબિયતનું ધ્યાન રાખજો. આ વરસમાં કોઈ પાસે ઉધાર પૈસા લેતા નહીં તથા કોઈના મદદગાર બનવાની ભુલ કરતા નહીં. બીજાનું ભલુ કરતા તમે મુશ્કેલીમાં આવશો. 14મી માર્ચ થી 14મી એપ્રિલ સુધી સરકારી કામથી દૂર રહેજો. લગ્ન કરવા માગતા હશો તો મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ ઓછા છે. સ્ત્રીઓને ધણીનો સાથ સારો મળશે. તબિયતમાં સારા સારી હોવા છતાં ઈન્ફેકશનથી સંભાળજો. સ્ટુડન્ટસોનું વરસ સારૂં જશે. ટેકનીકલવાળાઓ સારૂં રીઝલ્ટ મેળવશે. પોખરાજ પહેરશો તો ફેમીલીમાં મતભેદ ઓછા થશે. આખું વરસ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતા માહ: 1, 2, 3, 5, 7, 9, 11, 12 છે.
This year marks the first year of your saade-sati. Despite this, Saturn will not harass you much. Post October, with Jupiter in a good place, earning money will not be difficult. You could end up spending wrongly. Till October, squabbles with siblings and the elderly are indicated. Take care of your health. Do not borrow money from others, this year. Avoid trying to help people as this will land you in big trouble. You are advised not to do any government-related work from 14th March to 14th April. Those looking to get married will not be able to find their ideal life partner this year. Wives will get good support from their husbands. Despite good health, you are advised to be cautious of catching any infections. This will be a good year for students, especially those in technical fields. To reduce quarrels in the family, you are advised to wear the Pokhraj stone. Pray the Sarosh Yasht through the year.
Lucky Months: 1, 2, 3, 5, 7, 9, 11, 12
- Your Moonsign Janam Rashi This Week –
05 October 2024 – 11 October 2024 - 5 October2024 - Your Moonsign Janam Rashi This Week –
28 September 2024 – 04 October 2024 - 28 September2024 - Your Moonsign Janam Rashi This Week –
21 September 2024 – 27 September 2024 - 21 September2024