શનિવારે બપોરે જ મનોજનો ફોન આવ્યો…
તમે કાલે સવારે વૃધ્ધાશ્રમની મુલાકાત લેવા આવો છો?
મેં કહ્યું, ઓહ, કાલે રવિવાર છે. હું તૈયાર હતો. હું લાંબા સમયથી વૃદ્ધાશ્રમ જોવા માંગતો હતો.
સવારે વહેલો ઉઠ્યો અને મારૂં મિત્ર ગ્રુપ સાથે નીકળી પડયો. રસ્તામાં બધાએ ચિવડો, મીઠાઈ, ફરસાણ, બિસ્કીટો રમવાના પત્તા વગેરે લીધા. અંદર પ્રવેશતા જ ત્યાંના લોકો મનોજને જોઈને ખુશ થઈ ગયા. હાય હીરો…! હાય હેન્ડસમ એમ વૃધ્ધ કોકીલાબેન બોલ્યા. બધા વૃદ્ધ દાદા-દાદી તેમની ઉંમર ભૂલીને મનોજને બોલાવતા હતા. અને તે પણ બધાને હસીને જવાબ આપી રહ્યો હતો. ઓફિસમાં પોતાનો બધો સામાન ભેગો કરીને, હાથમાં મીઠાઈનો નાનો ડબ્બો લઈને તે ખૂણાના રૂમમાં પ્રવેશ્યો.
એ રૂમમાં વ્હીલચેર પર એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. તે કદાચ પંચોતેર વર્ષની હશે પણ તેના ચહેરા પર તેજ ચમકતું હતું.
અરે આટલા દિવસ તું કયા હતો? તું તારી ગર્લફ્રેન્ડને ભૂલી ગયો કે શું? તેણીએ ઊંડા અવાજમાં પૂછી હાથ ફેલાવ્યા.
મનોજ સ્મિત સાથે તેને કોટી કરી. મારો પરિચય કરાવતા જ તેણે મારી સામે જોયું અને હાથ મિલાવ્યા. મેં નીચે ઝૂકીને તેના પગને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, તેણીએ ના કહ્યું, તેણીએ વ્હીલચેર પાછી લીધી.
આ મારી મિત્ર છે. તે થોડી વૃદ્ધ દેખાય છે પણ તેનો સ્વભાવ તોફાની છે. એકબીજાની મસ્તી કર્યા વિના એક દિવસ પણ પસાર થતો નથી. હું તેને સહન કરી રહ્યો છું કારણ કે તે મૃત્યુ પછી તેની તમામ મિલકત મારા નામે ટ્રાન્સફર કરવા જઈ રહી છે. આટલું કહીને મનોજ હસી પડ્યો.
તને મારાથી કંઈ નહીં મળે. મને ડાયાબિટીસ છે એ ખબર હોવા છતાં તું હંમેશા મીઠી મીઠાઈઓ લાવે છે. હું મારી મિલકત તારા પૌત્રના નામે કરી દઉં છું, તારા નહીં. તેણી બોલી અને હસી પડી. પછી તેણીએ જણાવ્યું કે હું જયમાલા છું. વ્યવસાયે શિક્ષક, વિદ્યાર્થીઓને સારા નાગરિક બનાવવાની મારી જવાબદારી. એક શાળામાંથી પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થઈ. હું અને પતિ જ ઘરે હતા. દીકરો લંડનમાં ભણવા ગયો અને ત્યાંજ સેટેલ થઈ ગયો.
આજે હું મારા પરિવાર સાથે ખુશ હતી. છોકરીનાં લગ્ન થયાં અને તે સાસરે જતી રહી. તેની પાસે મારા જેટલી જીંદગી નહોતી. પાંચ વર્ષ પહેલાં તે પણ એક બીમારીમાં મૃત્યુ પામી તેનો આઘાત મારા પતિએ લીધો અને તે પણ મને છોડીને જતા રહ્યા.
મારા દીકરાએ ચોવીસ કલાક મારા માટે એક મહિલા રાખી. વિદેશથી પૈસા મોકલતો રહ્યો. પરંતુ હું મારી એકલતાથી કંટાળી ગઈ હતી. છેવટે, છોકરાએ અનિચ્છાએ વૃદ્ધાશ્રમનો વિકલ્પ લાવ્યો અને મેં ખુશીથી સ્વીકાર્યું.
જ્યારેે હું અહીં આવી ત્યારે મને બહુ ગમ્યું નહીં. પરંતુ એકલતાનો અહેસાસ ઓછો થયો હતો. અને આજે હું અહીં ખુશ છું. પછી હું મનોજને મળી. મનોજ અને તેના બીજા મિત્રો અનાથ અને નિરાધાર લોકોને તેમના સગાં તરીકે અગ્નિસંસ્કાર આપે છે. આવાં પણ લોકો સમાજમાં હોય છે.
પછી તેઓ મને મારા પોતાના લાગવા લાગ્યા. આ મનોજ મસ્તીખોર છે હંમેશા હસતો રહે છે. એવું લાગે છે કે તેને દુ:ખ શું છે તે ખબર નથી. કોઈના અંતિમ સંસ્કારની તૈયારી કરતી વખતે તેનો ચહેરો ગંભીર છે પણ તેની આંખોમાં કોઈ ઉદાસી નથી.
પહેલી વાર જ્યારે તે મને મળ્યો ત્યારે તેણે મને મીઠાઈનો ટુકડો આપ્યો. મેં કહ્યું, મને ડાયાબિટીસ છે. તો તેણે કહ્યું, તમે કેટલા વર્ષ આ રીતે જીવવા માંગો છો? હવે બહુ થયું… ગુપચૂપ મીઠાઈ ખાઈ લો જીવન અને સ્વાસ્થ્યની ચિંતા કરીને ના જીવો. મૃત્યુ આવવા દો, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પણ મન મારીને જીવશો નહીં અને જ્યારે તમે મૃત્યુ પામશો ત્યારે તમારી અંતિમવિધી મારે જ કરવાની છે.
તેના ઉપદેશો સાંભળીને હું આખો દિવસ હસતી રહેતી. તે દિવસથી મારું જીવન બદલાઈ ગયું. હવે હું માત્ર એટલું જાણું છું કે ખુશ રહેવું, મારી જાત પર હસવું.
તેમની વાત સાંભળીને અમે હસવા લાગ્યા.
મેં કહ્યું, હા… એવું જ છે. મેં પણ મનોજને કોઈ વાર ગંભીર થતા જોયો નથી.
તે વૃધ્ધાએ મનોજને કહ્યું મને તારી પાસેથી બસ એક વસ્તુ જોઈએ છીએ. જ્યારે હું મરી જાઉં ત્યારે તું મારે માટે થોડું રડશે? તારી આંખોમાંથી મારા માટે આંસુ નીકળશે. આ સાંભળી મનોજે તે વૃધ્ધાને ગળે લગાવી દીધી. અને તેની આંખોમાંથી આંસુઓની ધારા છૂટી નીકળી.
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024