ઘડપણ

હું શનિવારની સવારના પારસી ટાઈમ્સ વાંચી રહયો હતો ત્યાં રસોડામાંથી ખુશનુમાનો સુરીલો અવાજ સાંભળ્યો, ડાર્લીંગ બ્રેક ફાસ્ટ રેડી છે. મારા દરેક કામ પડતા મૂકી, તેનો સુરીલો અવાજ સાંભળવાનો લ્હાવો હું ચુકતો નથી. આ એજ અવાજ છે જયારે લગ્ન થયા હતા.
અને આજે 57 વર્ષ ની ઉંમરે પણ આ જ શબ્દ ની મધુરતા. આ એજ ધણીયાણી છે જેની સાથે 35 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા ત્યારે તેની સાથે દલીલ કરતા કરતા હું થાકી જતો પણ એ હથિયાર કદી નીચે ના મુકતી.
જીવનમાં ઉંમર પ્રમાણે પરિવર્તન છેલ્લા દશ વર્ષથી હું જોઈ રહ્યો છું તેનું આધ્યાત્મિક લેવલ ઉપર જતું હતું. ઘડપણ આવે એટલે ઝગડા કરવાની શક્તિ અદ્રશ્ય થતી જાય, સમજ શક્તિ ખીલતી જાય, પહેલાં નાની નાની વાતો ઉપર દલીલ અને ઝગડાનું સ્વરૂપ લેતા હતા, આજે દલીલોને હસવામાં કાઢી નાખીએ છીએ. કારણ સમય અને પરિસ્થિતિની થપ્પડએ ભલ ભલાને ઢીલા કરી નાખે છે.
એક કારણ ઉમરનું પણ છે. સતત એક બીજાને બીક લાગે છે કે, કયું પંખી કયારે ઉડી જશે તે ખબર નથી બચેલા દિવસો આનંદ અને મસ્તીથી વિતાવી લઈએ.
પતિ પત્નીના સંબંધોમાં નિખાલસતા આવતી જાય. જીતવા કરતા હારવામાં મજા આવતી જાય, દલીલ કરવા કરતાં મૌન રહેવામા મજા આવતી જાય જેમ જેમ એક બીજાના શરીર પ્રત્યેના આકર્ષણ ઓછું થતું જાય અને ભગવાનનું આકર્ષણ વધતું જાય સમજી જાવ કે ઘડપણ બારણે આવી ગયુ છે.
જે લોકો ઘડપણમા ફક્ત રૂપિયાનું જ આયોજન કરે છે તે લોકો હંમેશા દુ:ખી હોય છે અને બીજા ને પણ દુ:ખી કરે છે તેઓ ઘડપણમા મંદિર કે બાગ બગીચામા જવાનુ આયોજન નથી કરતા પણ બેંકમા પાસ બુક ભરવાનું આયોજન પહેલેથી કરી રાખે છે તેમની જીંદગી બેન્ક અને ઘર વચ્ચે જ ખલાસ થઈ જાય છે.
ઘડપણમાં લેવા કરતા છોડવાની ભાવના, કટાક્ષ કરવા કરતા પ્રેમ ની ભાષા સંતાન હોય કે સમાજ, પૂછે એટલાનો જ જવાબ આપતા થશો ત્યારે ઘડપણની શોભા વધી જશે. તમારી નિખાલસતા, આનંદી સ્વભાવ અને જરૂર લાગે ત્યારે તટસ્થ અભિપ્રાય એ તમારી ઘડપણ ની પહેચાન છે.
મેં પારસી ટાઈમ્સમાં નોશીર દાદરવાલાની કોલમ વાચવાની શરૂ કરી ત્યાં જ દીકરીનો ફોન આવ્યો ખુશનુમાએ પોતે બનાવેલ સિદ્ધાંતો મુજબ હસી -ખુશીની વાતો કરવાની કોઈની પંચાત સાંભળવાની નહીં કે પોતે કરવાની નહી તબિયતની પુછા કરી પછી ફોન મને આપ્યો. મે સ્વભાવ મુજબ સહેલી શિખામણ આપી કીધુ બેટા ઘણા દિવસથી તું નથી આવી તારો ઘરે કયારે આવવાનો પ્રોગ્રામ છે?
દીકરી કહે તમારા જમાઈને પૂછીને કહીશ. સારું બેટા, કહી મે ફોન મૂકી દીધો.
પત્ની કહે તમે પણ શું? એને આવવું હશે ત્યારે આવશે. હવે પૂછવાનું બંધ કરી દો. એ લોકો એમને ત્યાં આનંદ અને મસ્તીમાં જીવે છે, તો આપણે તે લોકોને યાદ કરી આપણો વર્તમાન શું કામ બગાડવો ? પત્ની હસતા હસતા બોલી મારા જેવું રાખો આવો તો પણ સારું, ના આવો તો પણ સારું તમારૂં સ્મરણ તે તમારા થી પ્યારૂં. પંખીને પાંખો આવે એટલે ઉડે ઉડવા દો કોઈ દિવસ માળો યાદ આવશે ત્યારે આવશે પણ ત્યારે માળો ખાલી હશે. ખુશનુમાની આંખમા પાણી હતા પણ જીંદગી જીવવાની જડ્ડી બુટ્ટી તેણે શોધી લીધી હતી તરત જ મન મક્કમ કરી બોલી લો ચા પીવો અને નાહી લો આજે આપણે આતશ બહેરામ જઈ આવીએ.
એક માં બાપ જ દુનિયામા એવા છે કે તે કદી પોતાના સંતાનની ખોડ ખાપણને નજર અંદાજ કરી, અવિરત પ્રેમ કરે છે. તારી વાત તો સાચી છે એકલા છીએ એટલે જ શાંતિ છે રોજ રોજ દીકરા વહુના મૂડ પ્રમાણે ચાલવું એના કરતાં એકલા રેહવું સારુ. આપણી જરૂરિયાત પણ કેટલી? રોજ કિલો શાક સમારીને આપો, તો પણ વહુ તો એમજ સમજે કે ઘરડા માણસથી કામ શું થાય?
દીકરાને વહુ લઈ ગઈ અને દીકરી ને જમાઇ રાજ આપણે તો હતા ત્યાં ને ત્યાં ચલ આજે પિકચર જોવા જઈએ. કયું પિકચર જોવું છે? પત્ની બોલી.
ચલ હવે ટેકો કર તો ઉભો થઇ શકીશ આ પગ પણ ખુશનુમા ભેટી પડી, એટલું જ બોલી. મેં હું ના..
હું ફરીથી જાણે 25 વર્ષ નો નવ જુવાન થઈ ગયો. તેવી તાકાત તેના શબ્દોએ મને આપી દીધી.

Leave a Reply

*