પ્રિન્સેસ બ્રિજેશ્ર્વરી કુમારી ગોહિલ – નિલમબાગ પેલેસ, ભાવનગરના સંયોજક દ્વારા આપવામાં આવેલ આમંત્રણને આભારી બની ભાવનગરના ઐતિહાસિક અને શાહી શહેરના મૂળ સાથે જોડાવા ભાવનગરના પારસીઓ ફરી જાગૃત થયા હતા. (ઇતિહાસ: 130 વર્ષ પહેલાં, તત્કાલીન રાજાના આમંત્રણ પર, દક્ષિણ-ગુજરાતમાંથી વિપુલ પ્રમાણમાં પારસીઓ ભાવનગર આવ્યા હતા. રાજા તેમને પ્રલોભન આપી શહેરમાં આકર્ષિત કરવા માંગતા હતા. ઘણા પારસીઓએ આમંત્રણ લીધું હતું, કારણ કે તે રાજકીય યુગ હતો.
શ્રી કેરસી દેબુ (વીસી – રાષ્ટ્રીય લઘુમતી આયોગ જીઓઆઈ) આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. તેમણે ભારતની આઝાદી પહેલા ભાવનગરના રાજવીઓ અને પારસીઓના ઈતિહાસમાંથી વ્યક્તિગત વાર્તાઓ પર સારી રમૂજ સાથે પ્રકાશ ફેંક્યો… પરોપકારથી લઈને ભાવનગરની ક્રિકેટ ટીમ સુધીની વાર્તાઓ જે તે દિવસોમાં પારસી બહુમતી ધરાવતી હતી. તેમણે શેઠ બમનજી, મંચેરજી અને મહેરવાનજી ભાવનગરી, ઉમરીગર ભાઈઓ, બાઈ દિનબાઈ વકીલ અને શેઠ પીરોજશા મિરઝાં વિશે વાત કરી.
આ પ્રસંગની વિશેષતા એ હતી કે એશિયાના સંરક્ષણ નિષ્ણાત – અનુપમ શાહ દ્વારા પારઝોર ફાઉન્ડેશનના કહેવાથી પારસી ઝોરાસ્ટ્રિયન કલ્ચર એન્ડ હેરિટેજની જાળવણી માટે પ્રતિબદ્ધ ઝોરાસ્ટ્રિયન ફ્રેમ્સનું પુન:સ્થાપન કરવામાં આવ્યું હતું.
હાજર અન્ય લોકોમાં પારઝોરના નિષ્ણાત આર્કિટેકટ – પ્રો. કાવસ કાપડિયા, ઈન્ટેકના ગુજરાત રાજ્ય ક્ધવીનર, આર્કિટકટ રવિન્દ્ર વસાવડા અને ડો. શેરનાઝ કામાનો સમાવેશ થાય છે, જેમણે પ્રેક્ષકો સમક્ષ ટકાઉ સંરક્ષણ સાથી તરીકે ફાઉન્ડેશનના મૂલ્યો રજૂ કરીને આ ઇવેન્ટમાં ખૂબ પ્રભાવશાળી બનાવ્યું હતું. હેરિટેજ વોક મંદિરના ગેલેરી રૂમમાંથી ધર્મશાળા બિલ્ડિંગ સુધી આગળ વધી, જે 2023 માં 100 વર્ષ પૂર્ણ કરે છે.
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024