એક સાઈઠ વર્ષના માજીએ અચાનક મંદિર જવાનું બંધ કરીને સ્વિમિંગ શિખવાનું ચાલું કરી દીધું. કોઈએ કારણ પૂછ્યું તો માજી એ કહ્યું ઘણીવાર મારા દીકરા અને વહુંનો ઝગડો થાય છે એમાં વહું પુછતી રહે છે કે જો તમારી માં અને હું પાણીમાં ડૂબી રહ્યા હોઈએ તો તમે પહેલાં કોને બચાવશો? હું મારા દીકરાને ધર્મસંકટમાં નથી નાખવા માંગતી એટલે હું સ્વિમિંગ શીખી રહી છું.
થોડા દિવસમાં પતિ પત્ની વચ્ચે ઝગડો થયો અને પત્ની એ ફરીથી એ જ સવાલ કર્યો… તમે પહેલાં કોને બચાવશો?
પતિએ જવાબ દીધો મારે પાણીમાં ઉતારવાની જરૂર જ નહી પડે કેમ કે મમ્મીએ સ્વિમિંગ શીખી લીધું છે અને એ જ તને બચાવી લેશે.
પત્નીએ હાર ન માની અને બોલી નહી નહી તમારે પાણીમાં કૂદી ને અમારા બેમાં થી કોઈ એક ને તો બચાવવા જ પડશે.
પતિ એ જવાબ દીધો તો તો પાક્કું તું જ ડૂબીશ કેમ કે મને તરતાં આવડતું નથી અને મારી માં આપણાં બે માંથી 100% મને જ બચાવશે.
- રાઇઝિંગ ભારત સમિટ 2025માં લોર્ડ કરણ બિલિમોરિયાએ પારસી ગૌરવ જગાવ્યું - 19 April2025
- સાઝેમાન-એ-જવાનન-એ-ઈરાનીએ ફસલી ખોરદાદ સાલની ઉજવણી કરી - 19 April2025
- એકસવાયઝેડ અને એમ્પાવરિંગ મોબેદ દ્વારા ઓનલાઈન ધાર્મિક વર્ગ - 19 April2025