Your Moonsign Janam Rashi This Week –
28 October – 03 November 2023


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા ફેમીલી સાથે રીલેશન ખુબ સારા થઈ જશે. જાણતા અજાણતા કોઈની ભલાઈનું કામ કરી લેશો. ગુરૂની કૃપાથી નાના ધનલાભ મળતા રહેશે. તમે જે કમાશો તે સારી જગ્યાએ ખર્ચ કરી શકશો. ચાલુ કામથી ફાયદામાં રહેશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 31, 2, 3 છે.

Jupiter’s rule till 25th December greatly improves your relations with the family. You will inadvertently do a noble deed for another. Financial growth is indicated, with Jupiter’s graces. You will be able to wisely spend your earnings. Ongoing projects will prove profitable. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 28, 31, 2, 3


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામ પુરા કરવામાં ખુબ મુશ્કેલીઓ આવશે. કામ ઓછા અને સમયની બરબાદી વધુ થશે. તમારી માનસિક સ્થિતિ સારી નહીં રહે તેનાથી તમે ખોટા ડીસીઝન લેશો. સમજ્યા વગર કોઈ પણ કામ કરતા નહીં. કોઈના મદદગાર બનવાની ભુલ કરતા નહીં. શનિના દુ:ખને ઓછું કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 1, 3 છે.

The onset of Saturn’s rule makes it very difficult to execute your important tasks. You will end up wasting a lot more time on a lot less work. Your unstable mind could make you take the wrong decisions. Do not take on any work without getting a proper understanding about it. Do not try to help others. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 29, 30, 1, 3


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

બુધ જેવા બુધ્ધિના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમારી બુધ્ધિ વાપરી નાણા બચાવવાના રસ્તા શોધી શકશો. નાનુ ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલતા નહીં. જે પણ કામ કરતા હશો તે કામની કદર થશે. સગા સબંધી સાથેના રીલેશનમાં સારા સારી થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

The onset of Mercury’s rule helps you use your intelligence to find ways that save money. Do not forget to make small investments. Any work you undertake will gain appreciation. Relations with those close to you will prosper. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 30, 31, 1, 2


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને બુધની દિનદશા 19મી ડિસેમ્બર સુધી ચાલશે. તમારા કામમાં પ્રમોશન તેમજ ધનલાભ મળવાના ચાન્સ છે. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી ફાયદો થતો હોય તો તે લઈ લેજો. બુધની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 2, 3 છે.

Mercury’s rule till 19th December predicts a promotion or raise at the workplace. You are advised to withdraw profits yielding off old investments. To gain further graces of Mercury, pray the Meher Nyaish daily.

Lucky Dates: 28, 29, 2, 3


LEO | સિંહ: મ.ટ.

05Leo

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે ચિડીયા સ્વભાવના થઈ જશો. ઘરવાળા સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. વાહન ખુબ સંભાળીને ચલાવજો એકસીડન્ટ થવાના ચાન્સ છે. કામ પર તમારા શત્રુઓ તમને પરેશાન કરશે. મનને શાંત રાખવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.

Mars’ ongoing rule makes you irritable. There will be frequent squabbles with family members over petty matters. Drive/ride your vehicle with utmost caution as there are chances of an accident. Your enemies at the work place will harass you. To placate the mind, pray the Tir Yasht daily.

Lucky Dates: 31, 1, 2, 3


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર સુધી મુસાફરી કરી શકશો. મગજને શાંત રાખી કામ કરજો. ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ હાથમાં લેશો તેને પુરા કરીને મુકશો. ધનને કારણે તમારા કામો અટકશે નહીં. સગા-સંબંધી કે મિત્રો સાથેની મુલાકાત તમને વધુ આનંદ આપશે. કોઈ પણ ડિસીઝન શાંત મનથી લેતા તેમાં સફળતા મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 2 છે.

You can make travel plans till 26th November. Keep your mind cool and work. The onset of the Moon’s rule ensures that you complete all projects that you undertake. Your work will not be stalled for lack of finances. Meeting with relatives and friends will bring you great joy. Any decision you take with a calm mind will prove successful. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 28, 29, 30, 2


LIBRA | તુલા: ર.ત.

07Libra

સુર્યની દિનદશા ચાલુ હોવાથી માથામાં ગરમી વધી જશે તથા માથાના દુખાવાથી પરેશાન થશો. બપોરે કામ કરવાનો ખુબ કંટાળો આવશે. દરેક બાબતમાં ઈનજસ્ટીસ જેવું ફીલ કરશો. કોઈ પણ વ્યક્તિના ગેરેન્ટર બનતા નહીં. ધન મેળવવા માટે ખુબ મહેનત કરવી પડશે. વડીલવર્ગની ચિંતા સતાવશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 31, 1, 3 છે.

The Sun’s rule could increase your hot-headedness as well as cause you headaches. You will feel much lethargy working in the afternoons. You will feel a sense of injustice in all matters. You are advised to not become anyone’s guarantor. You will need to work very hard to earn money. You will feel concern for the elderly. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 30, 31, 1, 3


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામ 16મી નવેમ્બર પહેલા કરી લેજો. શુક્રની કૃપાથી અપોજીટ સેકસનો સાથ સહકાર સારો મળવાથી તમારા મુશ્કેલીભર્યા કામ સહેલા બની જશે. ધનને બચાવવાનો પ્રયાસ કરવા છતાં ધન બચાવી નહીં શકો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ધનનો ખોટો ખર્ચ કરતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 2 છે.

Venus’ ongoing rule suggests that you complete any important tasks by 16th November. Venus’ graces bring in good relations with members of the opposite gender and will help you complete even your difficult tasks. You will not be able to save money despite your efforts. You will be able to make new house purchases. Do not spend money wrongly. Pray to Behram Yazad daily.

Lucky Dates: 28, 29, 30, 2


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ ખુબ વધી જશે. રોજબરોજના કામમાં મહેનત કરી સારૂં રીઝલ્ટ મેળવી શકશો. શુક્રની કૃપાથી અચાનક મુસાફરી કરવી પડશે. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થતા જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 29, 31, 2, 3 છે.

Venus’ ongoing rule greatly increases your inclinations towards fun and entertainment. You will be able to put in hard work towards your daily chores and yield good results. Sudden travel plans are in the cards, thanks to Venus. Squabbles between couples will reduce. Pray to Behram Yazad daily.

Lucky Dates: 29, 31, 2, 3


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા કામ પર વધુ ધ્યાન આપવું પડશે. નાની બાબતમાં મગજ પર ખોટો ભાર રહેશે. તમારા રોકાયેલા નાણા પાછા મેળવવા માટે ખરાબ સમય છે. તબિયતની ખાસ સંભાળ લેજો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ડોકટરનો ખર્ચ વધી જવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.

Rahu’s rule till 6th November will call for you to pay greater attention to your work. You will feel pressured mentally over small issues. This is not a good time to get back your stuck funds. Take special care of your health as there are chances your health could go down and you could need a doctor. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 28, 29, 30, 1


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો સમય પર પુરા નહીં કરી શકો. કામકાજનો બોજો ખુબ વધી જશે. ખોટા વિચારો ખુબ આવશે. અપોજીટ સેકસ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. તમારા વાંક ગુના વગર તમારા સગાસંબંધીઓ પરેશાન કરશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.

Rahu’s ongoing rule does not allow you to complete your tasks on time. Work pressures could increase greatly. Negative thoughts will flood your mind. You could have argument with members of the opposite gender over small matters. Those close to you will harass your despite it not being your fault. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 31, 1, 2, 3


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધર્મનું કામ કરવાથી મનને ખુબ શાંતિ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવા માટે ખર્ચ કરવા કોઈ કસર કરતા નહીં. કોઈના સાચા સલાહકાર બની શકશો. થોડી રકમ સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 30, 3 છે.

The onset of Jupiter’s rule brings you great peace of mind when doing religious works. Financial prosperity is indicated. You are advised not to hold back financially to cater to your family’s wants. You will provide sincere advice to someone. Ensure to invest some money. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 28, 29, 30, 3

Leave a Reply

*