દિવાળીની ભેટ

એક દંપતી દિવાળીની ખરીદી કરવા જઇ રહ્યું હતું પતિ એ કહ્યું જલ્દી કર મારી પાસે ટાઈમ નથી એટલું કહીને બેડરૂમ માથી બહાર નીકળી ગયો ત્યારે બહાર બેઠેલી તેની માં ઉપર તેની નજર ગઈ. કઈ વિચાર કરીને પાછો રૂમમાં આવ્યો અને તેની પત્ની ને કીધુ કે શાલું તે માંને પૂછ્યું તેમને કઈ દિવાળી ઉપર લેવું હોય તો.
શાલીની કહે નથી પૂછ્યું અને આ ઉંમરમાં એમને લેવાનું પણ શું હોય બે ટાઈમ ખાવાનું અને બે જોડી કપડા મળે એટલે બહુ થઈ ગયું.
એ વાત નથી શાલું, માં પહેલી વાર દિવાળી ઉપર આપણા ઘરે આવી છે નહી તો દરેક વખતે ગામમાં જ નાના ભાઈ પાસે હોય છે.
અરે એટલો બધો પ્રેમ માં ઉપર ઉભરાઈ છે તો ખુદ જઇને પૂછી લો ને? આટલું કહી ને શાલીની ખભે બેગ લગાવીને બહાર નીકળી ગઈ.
સૂરજ માંની પાસે જઈને કહ્યું કે માં અમેં દિવાળીની ખરીદી કરવા જઈએ છીએ તારે કઈ મંગાવવું છે.
માં કહે મારે કંઈ નથી જોઈતું બેટા. વિચારી લો માં અગર કઈ લેવું હોય તો કહી દેજો. સૂરજેે બહુ જોર દઈને કીધું એટલે માં કહે ઉભો રહે બેટા હું લખી ને આપુ છું તમે ખરીદીમાં ભૂલી ન જાવ એટલે, એટલું કહીને માં અંદર ગઈ થોડી વાર પછી આવી લિસ્ટ સૂરજ ને આપી દીધુ..!
સૂરજ ગાડીમાં બેસતા બેસતા કહ્યું જોયું શાલું, માં ને પણ કઈ લેવું હતું પણ કહેતી નહોતી મેં જોર દીધું પછી લિસ્ટ બનાવીને આપ્યું માણસ ને રોટી કપડાં સિવાય બીજી કોઈ ચીજ ની પણ જરૂર હોય છે!
ઠીક છે શાલીની કહે પહેલા હું મારી દરેક વસ્તુ ખરીદી લઉં પછી તમારી માંની લિસ્ટ જોયે રાખજો. બધી ખરીદી કરી લીધા પછી શાલીની કહે હું ગાડીમાં બેઠી છું તમે તમારી માંની લિસ્ટની ખરીદી કરીને આવજો.
અરે શાલીની ઘડીક ઉભી રહે મારે પણ ઉતાવળ છે, માંના લિસ્ટની ખરીદી કરીને સાથે જ જઈએ.
સૂરજે ખીસામાંથી ચિઠી કાઢી તે જોઈનેજ શાલીની કહે બાપ રે આટલું લાંબુ લિસ્ટ.
શાલીની કહે ખબર નહિ શું શું મંગાવ્યું હશે જરૂર એમના ગામમાં રહે તે નાના દીકરાના પરિવાર માટે ઘણો બધો સામાન મંગાવ્યો હશે શાલીનીએ ગુસ્સામાં ને ગુસ્સામાં સૂરજની સામે જોયું!
પણ આ શું સૂરજની આંખમાં આંસુ હતા અને આખું શરીર ધ્રુજી રહ્યું હતું લિસ્ટની ચિઠી વાળો હાથ પણ ધ્રુજી રહ્યો હતો.
શાલીની બહુ જ ગભરાઈ ગઈ શું મંગાવ્યું છે તમારી માંએ કહીને ચિઠી હાથમાંથી ઝૂંટવી લીધી.
હેરાન હતી શાલીની કે આટલી મોટી ચિઠીમાં થોડાજ શબ્દો લખ્યા હતા.
ચિઠીમાં લખ્યું હતું………
બેટા મને દીવાળી પર તો શું, પણ કોઈ પણ અવસર પર કંઈ નથી જોઈતું પરંતુ તું જીદ કરે છે એટલે તારા શહેરની કોઈ દુકાનેથી અગર થોડો ટાઈમ મારા માટે મળતો હોય તો લેતો આવજે, હું તો હવે એક આથમતી સાંજ છું બેટા, ક્યારેક મને એકલા એકલા આ અંધકારમય જીવનથી ડર લાગે છે પલ પલ હું મોતની નજીક જતી જાઉં છું હું જાણું છું બેટા મોત ને બદલી શકાતું નથી કે પાછું ઠેલાતું નથી, મોત એ એક પરમ સત્ય છે પણ બેટા આ એકલાપણું મને ડરાવે છે, મને ગભરામણ થાય છે થોડો સમય મારી પાસે બેસ, બેટા થોડા સમય માટે પણ મારા બુઢાપાનું એકલાપણું દૂર થઈ જશે.
કેટલા વર્ષ થયાં બેટા મેં તને સ્પર્શ પણ નથી કર્યો એક વાર આવ બેટા મારી ગોદમાં માથું રાખીને સુઈ જા હું તારા માથામાં મમતા ભર્યો હાથ ફેરવું શું ખબર બેટા હું આવતી દિવાળી સુધી રહું કે નો રહું.
ચિઠીની છેલ્લી લીટી વાંચતા વાંચતા શાલીની પણ રડવા લાગી.
માં આવી હોય છે…! સૂરજે પલભરની પણ વાર ન લગાવી અને ગામમાંથી તેના પપ્પા અને ભાઈ ભાભીને બોલાવી લીધા અને માં ને જણાવ્યું કે આ વરસે આપણે દિવાળી સાથે મનાવશું. હું મારા દરેક તહેવાર આપણા કુટુંબ સાથે મનાવીશ હું તને વચન આપું છું માં… મિત્રો આપણા ઘરમાં રહેતા વિશાળ હૃદય વાળા માણસો જેને આપણે ઘરડાની શ્રેણીમાં રાખીએ છીએ જે આપણા જીવનનું કલ્પતરૂ છ, આપણું માર્ગદર્શન છે એટલે યથા યોગ્ય એમની સેવા કરો, માન સન્માન આપો અને હંમેશા યાદ રાખો આપણો પણ બુઢાપો નજીક જ છે એની તૈયારી આજથી જ કરી દો આપણા કરેલા સારા ખરાબ કામ ગમે ત્યારે આપણી પાસે જ પાછા આવે છે …!!

Leave a Reply

*