Your Moonsign Janam Rashi This Week –
11 November – 17 November 2023


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી ડિસેમ્બર સુધી ગુરૂ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. તમારા કરેલા કામનો બદલો જરૂર મળી રહેશે. થોડીઘણી મહેનત કરવાથી અટકેલા કામોને ફરી ચાલુ કરી શકશો. નોકરી કરતા હશો તો નાનો ધનલાભ મળવાના ચાન્સ છે. ગુરૂની કૃપાથી બીજાની ભલાઈનું કામ કરી શકશો. ગુરૂની વધુ કૃપા મેળવવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Jupiter’s rule till 25th December will ensure that you receive all the fruits of your labour. A little effort from your end will help restart your stalled projects. Those who are employed can expect financial benefits. With Jupiter’s grace, you will be able to help others. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 17


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા બે અઠવાડિયા શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. શનિ તમને થોડા આળસુ બનાવી દેશે. નાના કામ કરવામાં ખુબ કંટાળો આવશે. ધનનો ખર્ચ ખોટી જગ્યાએ થવાની વધુ પરેશાન થશો. વડીલવર્ગની સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. કોઈ સાથે નાણાકીય વ્યવહાર કરતા નહીં. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 16 છે.

You have 2 weeks remaining under Saturn’s rule. You will tend to feel lethargic. Doing small chores will irritate you. Wrongful expenses could cause you much worry. Squabbles with the elderly over petty issues is indicated. Do not engage in financial transactions with anyone. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 11, 12, 13, 16


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

20મી સુધી બુધ્ધિ વાપરી કામ કરતા તમારૂં કોઈ નુકસાન નહીં થાય. હીસાબી કામો પહેલા પુરા કરી લેજો. મિત્રોના મદદગાર બની તેમની ભલી દુવા મેળવી લેશો. નાણાકીય બાબતમાં થોડી રકમ સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ફેમીલી મેમ્બરની સાથે હમણાં સારો વ્યવહાર કરશો તો તમારા ખરાબ સમય તેઓ તમને કામ આવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 14, 15 છે.

Till November 20th you will do all your tasks intelligently and no harm will come to you. Ensure to complete all accounts-related transactions first. By helping friends you will receive their blessings. You are advised to invest a small part of your income. Treating your family members well will help you in the future. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 11, 12, 14, 15


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે લાંબા સમયનો પ્લાન કરવાનું શીખી જશો. બીજાના મદદગાર બનશો. રોજના કામો પુરા કરવામાં મુશ્કેલી નહીં આવે. નોકરી ધંધામાં સારા સારી રહેશે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. તમારી વાત બીજાને સમજાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 13, 16 છે.

Mercury’s ongoing rule will teach you to make long-term plans. You will help others. There will be no difficulty in completing your daily chores. Professional prosperity is predicted. You will bump into a favourite person. You will be able to explain your thoughts to others. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 11, 12, 13, 16


LEO | સિંહ: મ.ટ.

05Leo

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં ઘણા ચેન્જીસ આવી જશે. કોઈપણ બાબતમાં સ્ટેબલ નહીં રહો. અધુરીવાત સાંભળી કોઈ પર ગરમ થઈ જતા નહીં. અપોજીટ સેકસ નાની બાબતથી નારાજ થઈ જશે. ઘરમાં ચેન્જીસ કરવાના વિચાર કરતા નહીં. મંગળને શાંત કરતા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 14, 15, 17 છે.

Mars’ ongoing rule causes a lot of changes in your behaviour. You will not be able to maintain stability in anything. Do not lose your temper after listening to just part of the story. Members of the opposite gender could get upset with you over small issues. This is not a good time to make changes to the home. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 12, 14, 15, 17


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. હાલમાં લીધેલા ડીસીઝનના સારા રીઝલ્ટ મેળવશો. ગામ પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. ઘરવાળાને ખુબ આનંદમાં રાખશો. કામકાજ પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. કામમાં સફળતા મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 16 છે.

The Moon’s rule till 26th November will ensure that your decisions will result in positive outcomes. You will good news from abroad. You will be able to keep family members in great happiness. You will face no difficulty in completing your tasks. Professional success is predicted. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 11, 12, 13, 16


LIBRA | તુલા: ર.ત.

07Libra

7મીથી ચંદ્રની શીતળ દિનદશા શરૂ થયેલી છે. તમારા કામમાં જશ સાથે ધનલાભ પણ મળશે. ફેમીલી મેમ્બરનું દિલ જીતી લેશો. ફેમીલી સાથે હરવા ફરવાના પ્રોગ્રામ બનાવશો તો તેઓ ખુશ થઈ જશે. અટકેલા કામો ફરી ચાલુ કરવામાં સફળ થશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

The onset of the Moon’s rule from 7th November, will ensure to bring you professional success in terms of fame and fortune. You will win over the hearts of family members. Making travel plans with the family will bring much happiness. You will be able to restart stalled projects. Pray the 34th Name, ‘Ya Behstarna’, 101 times, daily.

Lucky Dates: 14, 15, 16, 17


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લા 6 દિવસ આનંદમાં પસાર કરવાના બાકી છે. તેથી ધણી ધણીયાણી બન્ને સાથે મળીને જે પણ ડીસીઝન લેશે તેમાં ફાયદો થશે. અપોજીટ સેકસ સાથે 17મી પછી મતભેદ પડી જશે. સરકારી કામો 17 પછી કરતા નહીં. સુર્ય તમને ચારે બાજુથી પરેશાન કરશે. તાવ, માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

You have 6 days remaining to spend in peace. Decisions made jointly by couples will prove to be very profitable. After 17th November, the onset of the Sun’s rule will result in you having squabbles with members of the opposite gender. Do not execute any government-related work after the 17th. The Sun’s rule will prove troublesome. You could suffer from fever or headaches. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 11, 12, 13, 14


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા તમને ખુબ આનંદ આપશે. મોજશોખ પાછળ ધન ખર્ચ કરવા છતાં તમને ધનની કમી નહીં આવે. રોજના કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. તમને અપોજીટ સેકસના નવા મિત્રો મળશે. ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 14, 16, 17 છે.

Venus’ rule till 16th December brings you immense joy. Despite spending money for fun and entertainment, there will be no financial shortage. You will face no obstacles in doing your daily chores. You will make new friends of the opposite gender. Quarrels between couples will reduce. Pray to Behram Yazad daily.

Lucky Dates: 11, 14, 16, 17


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી જાન્યુઆરી સુધીમાં કામકાજને વધારવા માટે ગામ પરગામ જવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. નવા કામકાજ શરૂ કરવા માટે કોઈનો સાથ સહકાર મળી જશે. નોકરી કરનારને પ્રમોશન મળવાના ચાન્સ છે. ધન મેળવવા માટે મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Venus’ ongoing rule till 14th January, suggests that you do not pass up on any opportunity to travel abroad for business purposes. You will find a helping hand to support you in starting a new project. A promotion for the employed is on the cards. Making money will not be difficult. Pray to Behram Yazad daily.

Lucky Dates: 12, 13, 14, 15


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારી ભાગદોડ ખુબ વધી જશે. રાહુને કારણે તમારી મહેનત પ્રમાણે ધન નહીં મળે. નોકરી કરતા હશો તો ઉપરીવર્ગ તરફથી હેરાનગતિ વધી જશે. તમારી નાની ભુલ તમને પરેશાન કરશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 13, 16, 17 છે.

Rahu’s rule till 6th December will have you running around increasingly. Your earnings will not be in tandem with the efforts you put in. The employed could feel harassed by senior colleagues. A small mistake could create an issue. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 11, 13, 16, 17


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધી તમારી રાશિના માલીક ગુરૂની દિનદશા તમારા હાથથી કોઈની ભલાઈનું કામ કરાવીને રહેશે. બીજાના મદદગાર બની શકશો. દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. હાલમાં મિત્રોને મદદ કરતા તમારા ખરાબ સમયમાં તેઓ મદદગાર સાબિત થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Jupiter’s rule till 24th November will have you doing some noble service for another. You will be helpful to others. You will receive anonymous help in all that you do. The friends that you help today will prove to be helpful in the future. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 11, 12, 13, 14

Leave a Reply

*