Your Moonsign Janam Rashi This Week –
02 December – 08 December 2023


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. ગુરૂ તમને ડબલ ફાયદો અપાવશે. ગુરૂ તમારી રાશિ છે. તેથી હાલમાં તમારા હાથથી કોઈના ભલાઈના કામો થતા જશે. નાણાકીય બાબત માટે ખોટી ભાગદોડ નહીં કરવી પડે. ફેમીલી મેમ્બરના સાચા માર્ગદર્શક બની સાચો રસ્તો બતાવશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 5, 7, 8 છે.

Jupiter’s rule till 25th December will bring you double benefits. Under Jupiter’s influence, you will be able to do good for others. You will not have to put in unnecessary effort for financial gains. You will provide the right advice and path to a family member. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 3, 5, 7, 8


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમે ગુરૂ જેવા શુભ ગ્રહની છાયામાં આવી ગયા છો. તમારા અટકેલા કામોને ફરી ચાલુ કરવા માટે કોઈના સાથ વગર તમારા કામો ચાલુ કરી દેજો. ગુરૂની કૃપાથી ધીરે ધીરે નાણાકીય મુશ્કેલી ને દૂર કરવામાં સફળ થશો. જો તમારી શારિરીક શક્તિ ઓછી થઈ ગયેલ હશે તેમાં ફરક થવાની શરૂઆત થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 6 છે.

Under Jupiter’s rule, you will be able to restart your stalled projects without anyone’s help. You will gradually be able to resolve all financial issues. Those suffering from physical weakness will also find an improvement in their health. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 2, 3, 4, 6


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા વિચારો સ્થિર નહીં રહે. શનિ તમારા નાના કામમાં મુશ્કેલી ઉભી કરાવી દેશે. નાણાકીય મુશ્કેલી વધતી જશે. તબિયતની અચાનક બગડી જાય તેવા હાલમાં દિવસો છે. તબિયત બગડે તો ડોકટરની સલાહ પહેલા લઈ લેજો. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા વાર નહીં લાગે. શનિના દુખને ઓછું કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

Saturn’s ongoing rule makes your thoughts unstable. Saturn will pose challenges even in your easy jobs. Financial concerns will grow. Health could suddenly go bad, in which case you are advised to consult a doctor without delay. Squabbles between couples will happen at the drop of a hat. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 5, 6, 7, 8


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. શારિરીક માનસિક અને નાણાકીય બાબતમાં જરાબી દુખી નહીં થાવ. ઓફીસના અગત્યના કામો 19મી ડિસેમ્બર પહેલા પુરા કરવાની કોશિશ કરજો. તમે તમારા મન પ્રમાણે ચાલજો, દુશ્મન તમને બદનામ નહીં કરી શકે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 6 છે.

Mercury’s rule till 19th December will ensure you have nothing to worry about on any count – mental, physical or financial. Try to complete all your professional tasks before the 19th. Trust your thinking and work accordingly. Your detractors will not be able to harm you. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 2, 3, 4, 6


LEO | સિંહ: મ.ટ.

05Leo

18મી જાન્યુઆરી સુધી તમારા કામમાં ફત્તેહના ડંકા વગાડશો. નાના રોકાણ કરવાના ચાન્સને જવા નહીં દેતા. નાનો ધનલાભ થવાના ચાન્સ છે. મિત્રો, ફેમીલી મેમ્બર પાસે તમારી ઈજ્જત ખુબ જ વધી જાય તેવું કામ કરી શકશો. તમારા મનની વાત મનમાં રાખજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 5, 7, 8 છે.

You will shine professionally with successes till 18th January. Do not miss out on making investments. Small profits are indicated. Your endeavours will elevate you in the eyes of your friends and family. Do not reveal what is on your mind to others. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 2, 5, 7, 8


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

24મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા તમને શાંતિથી નહીં રહેવા દે. એક મુસીબત પુરી કરશો ત્યાં સામેથી મુસીબતનો પહાડ આવે તેવા કામો આવી જશે. કોઈનો ગુસ્સો કોઈની ઉપર ઉતારી દેશો. નહીં જાણતા હો તેવા સાથે બોલવાનું નહીં રાખતા. મંગળને શાંત કરવા માટે ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Mars’ rule till 24th December does not leave you in peace. You will find yourself drowning in one difficulty after another. You could end up taking out your anger on the wrong person. Try to avoid communicating with strangers. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 3, 4, 5, 6


LIBRA | તુલા: ર.ત.

07Libra

26મી ડિસેમ્બર સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. હાલમાં ચંદ્રની કૃપાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. જેબી કામ કરશો તેમાં આનંદ મળશે. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. એકસ્ટ્રા કામ કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 2, 4, 6, 8 છે.

The Moon’s rule till 26th December will make your sincere wishes come true. You will find satisfaction in all that you do. Do not give up on any travel opportunities. You will be able to put in extra work. Pray the 34th Name. ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 2, 4, 6, 8


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

પહેલા 4 દિવસ સુર્યની દિનદશા ચાલશે. ઉતરતી સુર્યની દિનદશા માથાના દુખાવા સાથે માથા ઉપર બોજો આપશે. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. 6ઠ્ઠી ડિસેમ્બરથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં ભરપુર મનની શાંતિ આપશે. અધુરા કામ પુરા કરવામાં તમારા મનને સ્થિર કરી શકશો. 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 3, 4, 7, 8 છે.

You have 4 days remaining under the rule of the Sun. Its descending rule could leave you with headaches and mental pressures. The health of the elderly could suddenly go down. The Moon’s rule, starting from 6th December, for the next 50 days, brings you immense mental peace. You will be able to stabilize your mind and complete your unfinished works. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.

Lucky Dates: 3, 4, 7, 9


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. બને તો થોડી કરકસર કરવાની કોશિશ કરજો. કોઈ સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તમારે કોઈને નાણા આપવાના બાકી હોય તો એકાદ બે મહિનાનો સમય માંગી લેજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 4, 5, 6 છે.

Venus’ rule till 16th December suggests that you try to save some money. Ensure to invest in profitable ventures. You are advised to request grace period of a couple of months from your creditors. You will be able to make purchases for the house. Pray to Behram Yazad daily.

Lucky Dates: 2, 4, 5, 6


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમારા મિત્ર ગ્રહ શુક્રની દિનદશા 14મી જાન્યુઆરી સુધી ચાલશે. તમારા કામકાજની સાથે આનંદમાં દિવસો પસાર કરી શકશો. મોજશોખ પુરા કરવા માટે વધુ મહેનત કરવી પડશે. ધનની બચત કરવા માંગતા હશો તો ધન બચાવી નહીં શકો. નવી વ્યક્તિ જીવનમાં આવી શકશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 5, 8 છે.

Venus’ ongoing rule till 14th January, ensures that you spend your work-days with much happiness. You will need to work harder to cater to your inclinations towards fun and entertainment. You will not be able to save money, despite trying. Someone new will enter your life. Pray to Behram Yazad daily.

Lucky Dates: 2, 3, 5, 8


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. હાલમાં ઉતરતી રાહુની દિનદશા તમારા મિત્રો તમને દગો ન આપે તે ધ્યાનમાં લેજો. 6ઠ્ઠી સુધી લેતી દેતી કરતા નહીં. ઉપરી વર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 3, 6, 7, 8 છે.

Rahu rules you till 6th December. Rahu’s descending rule cautions you against friends betraying you. Avoid indulging in any monetary transactions in this period. Arguments with your senior colleagues could take place over petty matters. Pray to Behram Yazad along with the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 3, 6, 7, 8


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

હાલમાં રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા વિચારો સીધા નહીં આવે. દરેક બાબતમાં ઉલટું વિચારશો. રાહુને કારણે રાતની ઉંઘ ઓછી થઈ જશે. તમારી તબિયત બગડે તો ડોકટરની સલાહ લેવાનું ભુલતા નહીં. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Rahu’s ongoing rule messes with your thoughts – you will think negatively in all aspects. You could lose your sleep. If your health comes into question, ensure to consult a doctor. A small mistake could land you in big trouble. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 2, 3, 4, 5

Leave a Reply

*