Your Moonsign Janam Rashi This Week –
13 January – 19 January 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ત્રીજી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા કામ પુરા કરવામાં તમારૂં મન નહીં લાગે. ખોટા ખર્ચ ઉપર જરા પણ કાબુ નહીં રાખી શકો. નાની નાની બાબતમાં ચીડાઈ જશો. ફેમીલી મેમ્બર તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે. રાતની ઉંઘ ખૂબ ઓછી થઈ જશે. હાલમાં દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 16, 19 છે.

Rahu’s rule till 3rd February doesn’t allow your mind to focus on doing your work. You will not be able to control unnecessary expenditures. You will get irritable over petty matters. Family members will get upset with you over small issues. Your sleep at night will reduce. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 13, 14, 16, 19


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

22મી જાન્યુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા ફેમિલી મેમ્બર સાથે ખૂબ જ સારા સારી રહેશે. તેઓને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં સફળ થશો. જે પણ આવક થશે તેમાંથી થોડી રકમ બીજાને મદદ કરવામાં કે વડીલ વર્ગને મદદ કરી શકશો. રોજ ભુલ્યા વગર‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.

Jupiter’s rule till 22nd January will make things very amicable with family members. You will be able to help them out of any difficulties. You will contribute a small portion of your earnings towards helping those in need or the elderly. Ensure to pray the Sarosh Yasht daily.

Lucky Dates: 15, 16, 17, 18


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને હાલમાં 21મી ફેબ્રુઆરી સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે. તમારી આવકમાં વધારો થવાના ચાન્સ છે. રોજના કામકાજની અંદર બીજાની મદદ લેવાનો સમય નહીં આવે. ફેમિલી મેમ્બર સાથે નાની મુસાફરીનો આનંદ લઈ શકશો. તબિયતમાં સારા સારી રહે તે માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 17, 19 છે.

Jupiter’s rule till 21st February makes it possible for an increase in your earnings. You will not need any external help for your daily chores. You will be able to enjoy a small trip with your family. To ensure health remains good, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 13, 14, 17, 19


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શનિની દિનદશા 24મી જાન્યુઆરી સુધી ચાલશે. તમે તમારા કામમાં અટવાયા કરશો. નાના કામ પુરાં કરવા માટે મુશ્કેલીઓ આવશે. ખોટી જગ્યાએ ખર્ચ થઈ જવાથી વધુ પરેશાન થશો. જ્યાં કામ કરતા હશો ત્યાં તમારી સાથે કામ કરનાર ઉપર વિશ્ર્વાસ રાખતા નહીં. વડીલ વર્ગની તબિયતની સંભાળ લેજો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 18 છે.

Saturn’s rule till 24th January has you getting entangled in your professional life. You will face challenges trying to even get smaller tasks done. Unnecessary expenses will cause worry. You are advised not to trust your colleagues at the workplace. Take care of the health of the elderly. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 18


LEO | સિંહ: મ.ટ.

05Leo

છેલ્લા 5 દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. જેની પાસેથી કરજ લીધેલું હોય તેની પાસે થોડી મુદત માંગી લેજો. છેલ્લા બે દિવસમાં તમે ખૂબ આળસુ બની જશો. શનિને કારણે તમારી લાઇફમાં બદલાવ નહીં લાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 17, 19 છે.

You have 5 days remaining under Mercury’s rule. Ask your creditors for some more time to repay them. The last 2 days will make you feel lethargic. Saturn’s rule does not allow you to make changes in your life. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 13, 14, 17, 19


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમારી રાશિના માલિક બુધની દિનદશા 17મી ફેબ્રુઆરી સુધી ચાલશે. તમારી બુદ્ધિ પ્રમાણે તમારો કામો જલ્દીથી પૂરા કરી શકશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. હિસાબી કામ ઉપર વધુ ધ્યાન આપજો. તબિયતમાં સારા સારી રહેશે. મિત્રોથી ફાયદો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.

Mercury’s rule till 17th February helps you complete your tasks swiftly by using your intelligence. Financial prosperity is indicated. Focus on accounts related matters. Health will be good. Friends will prove beneficial. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 15, 16, 17, 18


LIBRA | તુલા: ર.ત.

07Libra

મંગળની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતની અંદર મગજનું બેલેન્સ ગુમાવી દેશો. 22મી જાન્યુઆરી સુધી તમારે વાહન ખૂબ સંભાળીને ચલાવવું પડશે. ફેમીલી મેમ્બર સાથે નાની બાબતની અંદર મતભેદ પડી જશે. જે પણ કમાશો તેમાંથી થોડી ઘણી રકમ માગનારને આપી દેશો તો માથાનો બોજો ઓછો કરી શકશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 17, 19 છે.

Mars’ ongoing rule, till 22nd January, causes you to lose your temper over petty matters. Drive your vehicles cautiously during this time. Quarrels over small issues with family members could take place. If you are able to give a small part of your income to your creditors, you will feel some relief. Pray the Tir Yasht daily.

Lucky Dates: 13, 14, 17, 19


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી જાન્યુઆરી સુધી મનની શાંતિ રાખીને કામ કરશો તો સફળતા જરૂર મળશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરી શકશો. મુસાફરી કરતા ફાયદો થવાના ચાન્સ છે. તમારા દુશ્મન તમારા વખાણ કરે તેવા કામ કરી શકશો. ચંદ્ર તમારા મનને ખૂબ શાંત રખાવીને કામ પુરા કરવામાં મદદ કરશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 18 છે.

Keeping your head cool and working, till 24th January, will bring you immense success. You will be able to cater to the wants of family members. Travel could prove profitable. Your work will impress even your enemies. The Moon’s rule helps you keep calm and work. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 14, 15, 16, 18


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

23મી ફેબ્રુઆરી સુધી તમને ચંદ્રની દિનદશા ચાલશે. નાના કામોને પહેલા પુરા કરવામાં સફળ થશો. કોઈ ભુલાઈ ગયેલ કામને યાદ કરીને ફરી ચાલુ કરવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી ફેમીલી મેમ્બર સાથે ખૂબ સારા સારી રહેશે. બીજાના મનની વાત જલ્દીથી સમજી જશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 17, 18, 19 છે.

The Moon’s rule till 23rd February helps you complete all your smaller tasks successfully. You will be able to restart a forgotten work project. Relations with family members will be excellent, thanks to the grace of the Moon. You will be able to understand the thoughts of others. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 13, 17, 18, 19


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

હાલમાં આજનો દિવસ ઘરવાળાના નામે કરી દેજો. કાલથી 20 દિવસ માટે સૂર્યની દિનદશા તમારા માથા ઉપરનો બોજો વધારી દેશે. સરકારી કામથી નુકસાન થવાના ચાન્સ છે. હાલમાં વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. તેઓ હાઈ પ્રેશરથી પરેશાન થશે. સૂર્યને શાંત કરવા માટે 3જી ફેબ્રુઆરી સુધી ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 19 છે.

Dedicate this day to your family. The Sun’s rule, starting tomorrow, for the next 20 days, will increase your mental pressures. Government-related works could cause losses. The health of the elderly could come into question or they could suffer from high BP. To placate the Sun, till 2nd February, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 14, 15, 16, 19


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજ શોખમાં ધનનો ખર્ચ કરશો. શુક્રની કૃપાથી તમારો કોન્ફિડન્સ પાવર ખૂબ વધી જશે. જે બી કામ કરશો તેમાં બીજા કોઈને કહેવાનો મોકો નહીં આપો. મનગમતી ચીજ વસ્તુ લેવામાં સફળ થઈ જશો. ઓપોઝિટ સેક્સ તરફથી સારા સમાચાર મળશે. દરરોજ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 17, 18, 19 છે.

Venus’ ongoing rule has you spending lavishly on fun and entertainment. Venus’ graces increase your self confidence greatly. Your work will be faultless. You will be able to purchase items your desire. You will receive good news from a member of the opposite gender. Pray to Behram Yazad daily.

Lucky Dates: 13, 17, 18, 19


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી લાઈફ પાર્ટનર તરફથી કોઈ સારા સમાચાર મળશે. હાલમાં નાનામાં નાનું રોકાણ કરવાનું ચાલુ રાખજો. પ્રેમી પ્રેમીકા વચ્ચે મત દૂર કરવામાં સફળ થશો. વડીલ વર્ગની સલાહ અવશ્ય માનજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Venus’ rule will have some good news coming your way through your life partner. Ensure to keep even your smallest investments going. Sweethearts will be able to do away with any misunderstandings between them. Ensure to heed the advice of the elderly. Pray to Behram Yazad daily.

Lucky Dates: 14, 15, 16, 17

 

Leave a Reply

*