Your Moonsign Janam Rashi This Week –
27 January – 02 February 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લું અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમને પરેશાન કરશે. બચાવેલા પૈસાનો અચાનક ઉપયોગ કરવો પડશે. પૈસાની ખેંચતાણ ખૂબ રહેશે. પડી જવાના ચાન્સ છે તેથી સંભાળજો. તમારી નાની ભૂલ તમને ખૂબ પરેશાન કરશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 30, 31, 2 છે.

You have this last week to spend under Rahu’s rule. Rahu’s descending rule could prove troublesome. You might have to unexpectedly spend your saved money. Financial difficulties are predicted. You could meet with an accident so be careful. A small mistake of yours could bother you greatly. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 27, 30, 31, 2


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા અંગત વ્યક્તિઓ ઉપર પણ વિશ્ર્વાસ મૂકતા નહીં. તમારા કામ તમારી રીતે પૂરા કરવાની કોશિશ કરજો. ધન માટે ચિંતા ઘટવાની જગ્યાએ વધી જશે. રાહુ તમારી તબિયત અચાનક બગાડી દેશે. માથાના દુખાવાથી પરેશાન થશો. રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.

Rahu’s rule till 4th March suggests not to blindly trust even those close to you. Try to get you work done in the best way that you deem fit. Financial worries could increase. Rahu could take a toll unexpectedly on your health. You could suffer from headaches. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 28, 29, 30, 1


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. ધનલાભ મળવાના ચાન્સ છે. જુના અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે સીધો રસ્તો મળી જશે. ફેમિલીનો સાથ મળવાથી મુશ્કેલી ભર્યા કામને સહેલાઈથી પુરા કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 31, 1, 2 છે.

Jupiter’s rule till 21st February will have you helping out another. Profits and inflow of wealth is indicated. You will be able to restart your stalled projects. You will find a straight path to resolve financial situation. The support of family helps you to work through challenging tasks with ease. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 27, 31, 1, 2


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

24મી જાન્યુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં લીધેલા ડિસિઝન તમને ભવિષ્યમાં સારો ફાયદો આપશે. તમારૂં મન જે વાત માનશે તે કામ કરવામાં આનંદ આવશે. ધણી ધણીયાણીના સંબંધમાં ખૂબ સારા સારી રહેશે. ચાલુ કામ કરવાથી ધનનો ફાયદો મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.

Jupiter’s rule till 24th January will show that decisions made in this period will serve your profitably in the future. You will find pleasure in doing tasks which appeal to your mind. Relations between couples will blossom. Profits from ongoing work projects are predicted. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 28, 29, 30, 31


LEO | સિંહ: મ.ટ.

05Leo

23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. તમે નાના કામને પૂરા નહીં કરી શકો. નાનુ એકસીડન્ટ કે પડવાના બનાવ બની જશે. તમારૂં અંગત જીવન ઉપર નીચે થઈ જશે તેવા હાલના ગ્રહો છે. તમારી હાથ નીચે કામ કરનાર વ્યક્તિ તમને દગો આપશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું શરૂ કરજો.
શુકનવંતી તા. 27, 30, 1, 2 છે.

Saturn’s rule till 23rd February will make it tough for you to complete even your small tasks. A minor accident or fall is on the cards. Your personal life could go topsy-turvy. Your junior colleagues could betray you. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 27, 30, 1, 2


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી બુધની દિનશા ચાલશે. તમને જ્યાંથી ફાયદો થતો હશે ત્યાં તમારી નજર પહેલા જશે. મિત્રોથી ફાયદો થવાના ચાન્સ છે. તમારા મનની વાત જેને કહેશો તે તમને સાથ આપશે. થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 31, 2 છે.

Mercury’s rule till 17th February will have your attention attracted towards areas of profit. Friends could prove beneficial. Those you speak your mind out to will be supportive of you. You will be able to make some investments. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 28, 29, 31, 2


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામકાજ કરવામાં ઘણા ચેન્જીસ લાવી શકશો. તમારા કામ સમય પર પુરા કરીને સાથે કામ કરનારનું દિલ જીતી લેશો. બને તો ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તમારી બુધ્ધિ વાપરી નાણા કમાઈ શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 30, 1 છે.

The onset of Mercury’s rule enables you bring in major professional changes. Completing your work in time will win over your colleagues at the workplace. Ensure to make investments. Using your intelligence will earn you money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 27, 28, 30, 1


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

21મી ફેબ્રુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે. તમે તમારા ગુસ્સા ઉપર કાબુ નહીં રાખી શકો. નાની બાબતમાં મિત્ર કે સગાઓ સાથે સંબંધ બગડી જશે. વાહન ચલાવતી વખતે ધ્યાન આપજો. ઘરમાં કોઈબી જાતનું રીપેરીંગ કામ કરતા નહીં. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 31, 2 છે.

Mars’ rule till 21st February will not allow you to keep your temper in control. You could spoil relations with friends or family over small matters. Be careful while riding / driving your vehicle. Do not undertake any kind of house repairs. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 29, 30, 31, 2


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ચંદ્રની દિનદશા 23મી ફેબ્રુઆરી સુધી ચાલશે. તમારા કામકાજ ખૂબ સારી રીતે કરી શકશો.તમારા કામમાં કોઈ પણ તમારી ભૂલ નહીં શોધી શકે. વિકેન્ડમાં ફેમિલીને બહાર લઈ જઈ શકો તેવા હાલના ગ્રહો છે. નાણાકીય બાબતમાં જરા પણ મુશ્કેલી નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 27, 28, 1, 2 છે.

The ongoing Moon’s rule till 23rd February will help you do your work very efficiently. Your work will be faultless. You could plan a getaway with your family over the weekend. Financial stability is predicted. Pray the 34th Name, ‘Ya Behstarna’, 101 times, daily.

Lucky Dates: 27, 28, 1, 2


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

3જી ફેબ્રુઆરી સુધી સુર્યની દિનદશા ચાલશે. આ અઠવાડિયામાં કોઈપણ જાતની જવાબદારી તમારા હાથમાં લેતા નહીં. સરકારી કામ કરતા હો તો સંભાળજો. તમારી નાની ભૂલ બીજાઓ પહાડ જેવી બનાવી દેશે. માથાના દુખાવા તથા સાંધાના દુખાવાથી પરેશાન થશો. થોડા આળસુ બની જશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.

The Sun’s rule till 3rd February advises you to not take on any responsibilities in this week. Be careful if you are doing any government-related work. A small mistake will be magnified greatly by others. You could suffer from headaches or joint-pains. You could feel lethargic. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 28, 29, 30, 31


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

13મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. તમારા કામ તમે પોતે કરજો બીજા ઉપર વિશ્વાસ રાખતા નહીં. અગત્યના કામો જલ્દીથી પૂરા કરી શકશો. ખર્ચ ઓછો કરવાની કોશિશ જરૂર કરજો. ઓપોઝિટ સેક્સ તમારા મનની વાત જલ્દીથી સમજી જશે. દરરોજ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 29, 1, 2 છે.

Venus’ rule till 13th February suggests that you complete your important tasks on a priority basis. Do your work by yourself – do not trust others to do it. You will be able to complete your important tasks speedily. You are advised to try and reduce your expenditures. Members of the opposite gender will easily understand your thoughts. Pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 29, 1, 2


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવામાં દિવસ પસાર કરી શકશો. જેટલો ખર્ચ કરશો એટલું ધન મેળવી લેશો. જીવનસાથી તમને સારી સલાહ આપતા ફાયદો થશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 30, 31 છે.

Venus’ ongoing rule has you spending your days with fun and entertainment. You will be able to earn back your expenditures. The advice you get from your life-partner will prove beneficial to you. You will be able to make purchases for the home. Pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 28, 30, 31

 

Leave a Reply

*