ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડસે ઇનામ વિતરણ કાર્યક્રમ રાખ્યો!

નવસારીના યુવાન જરથોસ્તીઓનું મનોબળ વધારતા, ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસે તેનો 19મો શૈક્ષણિક વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ 7મી જાન્યુઆરી, 2024ની પૂર્વસંધ્યાએ, સિરવાઈ પાર્ટી પ્લોટ, નવસારીમાં આયોજિત કર્યો હતો. જુનિયર કેજીથી પોસ્ટ ગ્રજ્યુએટ સ્તર સુધીના 199 વિદ્યાર્થીઓમાંથી 96ને રોકડ ઈનામો મળ્યા હતા, જ્યારે બધાને રીટન ગીફટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો હતા – યાસ્મીન ચારના – બોર્ડિંગ વિભાગના વડા, બાઈ આવાબાઈ ફરામજી પીટીટ હાઈસ્કૂલ (મુંબઈ), સન્માનિત મહેમાનો સાથે – ડો. ફરીદા મીનોચેરહોમજી – પ્રિન્સિપાલ, બી પી બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ (નવસારી); અને ડો. હુફ્રીશ દેબુ – સહાયક પ્રો., કોમર્સ/એકાઉન્ટન્સી ઓનર્સ વિભાગ, સર કે.પી. કોમર્સ કોલેજ (સુરત).
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના પરિચય અને અભિવાદન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ સ્વાગત પ્રવચન ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓની સંક્ષિપ્ત વિગતો શેર કરવામાં આવી હતી. તમામ વક્તાઓએ
વિદ્યાર્થીઓને તેમના ઇચ્છિત ધ્યેયો હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપી. અરીઝ ગાંધી, શારમીન કીકા અને કાઝવિન વાંદ્રીવાલા નામના ત્રણ વિદ્યાર્થીઓએ ટોચના ગ્રેડ મેળવવા બદલ વિશેષ સન્માન મેળવ્યું. રોહિન્ટન કોન્ટ્રાક્ટરે સૌનો આભાર માન્યો હતો. કાર્યક્રમનું સમાપન છૈયે હમે જરથોસ્તી અને રાષ્ટ્રગીત સાથે થયું હતું.

Leave a Reply

*