Your Moonsign Janam Rashi This Week –
10 February – 16 February 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે તમારા મોજશોખ પર કાબુ નહીં રાખી શકો. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. તમારા મનની વાત તમારા ફેમીલીને સમજાવવામાં સફળ થશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. કોઈ મુશ્કેલીમાં હશો તો મિત્રની મદદથી મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 10, 12, 15, 16 છે.

Venus’ rule till 13th April makes it impossible for you to control your inclinations for enjoyment. You will get opportunities to travel abroad. You will be able to convey your thoughts to your family. Financial prosperity is indicated. Those in any kind of trouble will be able to resolve it with the help of a friend. Pray to Behram Yazad daily.

Lucky Dates: 10, 12, 15, 16


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારી ખાસ વ્યક્તિ તમારો સાથ નહીં આપે. કોઈપર વિશ્ર્વાસ રાખવાની ભુલ કરતા નહીં. બીજાનું સારૂં કરતા તમારૂં ખરાબ થશે તે વાત ધ્યાનમાં રાખજો. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. આવકના ઠેકાણા નહીં રહે. રાહુને શાંત કરવા રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Rahu’s rule till 4th March will have your closest people not supporting you. Do not make the mistake of trusting others. Keep in mind that trying to help another could land you in trouble. Expenses will be on the rise. Income may not be constant. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 11, 12, 13, 14


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા દરરોજના કામ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. તમારા લેણાના પૈસા ગમે તેમ પાછા મેળવવાની કોશીશ કરજો નહીં તો 21મી પછી તમારે તમારાજ નાણા મેળવવા ભાગદોડ કરવી પડશે. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. તમારી સાથે કામ કરનારને મદદ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 13, 15, 16 છે.

Jupiter’s rule till 21st February ensures no obstacles in your daily chores. Try your best to retrieve your funds from your debtors, else post the 21st you will have to put in a lot of effort for the same. Gradual financial growth is indicated. You will be able to help your colleagues. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 10, 13, 15, 16


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધર્મના કામ કરી શકશો. ગુરૂની કૃપાથી ઓછી મહેનત અને વધુ ધન મેળવી શકશો. તમારી પસંદગીની ચીજ વસ્તુ લઈ શકશો. આ અઠવાડિયામાં બને તો કોઈ ગરીબ વ્યક્તિને કપડાંનું દાન જરૂર કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 14, 15 છે.

The onset of Jupiter’s rule enables you to do religious works. You will be able to earn more money with less effort. You will be able to purchase things that you wish to. You are advised to donate clothes to the poor, in this week. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 11, 12, 14, 15


LEO | સિંહ: મ.ટ.

05Leo

23મી ફેબ્રુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. તમારે તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. થોડા બેચેન બની જશો. કમરના દુખાવાથી પરેશાન થશો. તમે જેટલી મહેનત કરશો તેટલું તમને વળતર નહીં મળે. વડીલ વર્ગની સાથે નાની બાબતમાં મતભેદ પડી જશે. શનિને શાંત કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 13, 16 છે.

Saturn’s rule till 23rd February suggests that you take special care of your health. You could get a little restless. You could suffer from backache. You will not receive rewards in proport to your efforts. You could end up squabbling with the elderly over petty issues. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 10, 11, 13, 16


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લુ અઠવાડિયું બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા લેણાના પૈસા પાછા મેળવવા ભાગદોડ કરી લેજો. તમે કોઈને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડું શેરમાં ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

This is your last week under Mercury’s rule. Put in as much effort as you can to retrieve your money from your debtors. Your sincere advice will win others over. Financial prosperity is predicted. You are advised to invest in shares. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 12, 13, 14, 15


LIBRA | તુલા: ર.ત.

07Libra

બુધ જેવા મિત્રગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે મીઠી વાણી વાપરી અગત્યના કામો પુરા કરી લેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. હાલમાં ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. અટકેલા કામોને પુરા કરી શકશો. તમારાથી નારાજ થયેલા મિત્રને મનાવી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 14, 16 છે.

Mercury’s ongoing rule helps you used your sweet tongue and get your important tasks done. Financial prosperity is predicted. You will be able to invest money. You will be able to complete your unfinished projects. You will win over friends who are upset with you. You could receive good news from abroad. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 10, 11, 14, 16


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

21મી ફેબ્રુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા મગજને શાંતિ નહીં મળે. તબિયતની ખાસ સંભાળ લેજો. તમે હાઈપ્રેશરથી પરેશાન હો તો દવા લેવામાં આળસ કરતા નહીં. તાવ, શરદી અને માથાના દુખાવાથી પરેશાન થશો. ભાઈ બહેન તમારાથી નાની બાબતમાં નારાજ થશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 10, 11, 12, 16 છે.

Mars’ rule till 21st February does not allow you to have mental peace. Take special care of your health. Those suffering from high BP should not be lax about taking medication on time. You could suffer from fever, cold and headache. You siblings will get upset with you over small issues. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 10, 11, 12, 16


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લા 13 દિવસ ચંદ્રની દિનદશા ચાલશે. અપોઝીટ સેકસ સાથે સારા સારી રાખશો તો તે તમારા ખરાબ સમયમાં કામ આવશે. ધન ખર્ચ કરવામાં ખુબ ધ્યાન આપજો. 23મીથી શરૂ થતી મંગળની દિનદશા માથાનો દુખાવો આપશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

You have 13 days left under the Moon’s rule. Keeping cordial relations with the opposite gender will prove useful to you in your tough times. Be very mindful about spending money. Mars’ rule, starting from the 23rd could cause you headaches. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 11, 12, 13, 14


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમને મુસાફરીના ચાન્સ મળતા રહેશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. તમારા કામ સમયપર પુરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારાસારી રહેશે. થોડી ઘણી રકમ બચાવી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવાથી ભવિષ્યમાં ફાયદામાં રહેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 10, 12, 15, 16 છે.

The Moon’s rule till 23rd March brings you lots of travel opportunities. You will taste success in all your endeavours. You will be able to complete your work on time. Financial prosperity is indicated. Saving and investing a little money now will serve you well in the future. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 10, 12, 15, 16


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

પહેલા ત્રણ દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. લગ્ન કરેલ વ્યક્તિએ પોતાના મનની વાત પોતાના પાર્ટનરને કરી દેવી નહીં તો 13મી બાદ ધણી ધણીયાણીમાં મતભેદ થવાના ચાન્સ છે. તમારી સાથે કામ કરનાર તમારી નાની ભુલને પહાડ જેવી બનાવી દેશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 16 છે.

You have 3 more days under the Sun’s rule. Married people are advised to openly share their thoughts with each other, else post 13th February, there could be quarrels. You colleagues will greatly magnify your small mistakes. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 12, 13, 14, 16


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખમાં ખુબ વધારો થશે. ખર્ચનું પ્રમાણ વધવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. તમારા રોજ બરોજના કામ ખુબ સારી રીતે કરી શકશો. તમારા ખરાબ સમયમાં તમને જેણે મદદ કરી હશે તેને હવે તમે મદદ કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 11, 12, 15 છે.

Venus’ ongoing rule greatly increases your inclinations towards fun and entertainment. Despite an increase in your expenses, you will not face any financial shortage. You will be able to do your daily chores very effectively. You will be able to lend a helping hand to those who helped you in your tough times. Pray to Behram Yazad daily.

Lucky Dates: 10, 11, 12, 15

Leave a Reply

*