હૈદરાબાદની ચીનોય અગિયારી સાપ્તાહિક હમબંદગીના અઢાર વર્ષની ઉજવણી કરે છે

26મી ફેબ્રુઆરી, 2024, હૈદરાબાદની બાઈ માણેકબાઈ ચીનોય અગિયારી ખાતે દર સોમવારે સાંજે 7:00 કલાકે અગિયારીના પરિસરમાં સાપ્તાહિક હમબંદગીનું સંચાલન કરવાના અઢાર વર્ષ પૂર્ણ કરવા બદલ ઉજવણીનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.
મુખ્ય ધર્મગુરૂ એરવદ મહેરનોશ ભરૂચાની ગેરહાજરીમાં હમબંદગીની આગેવાની એરવદ કેરફેગર આંટીયા દ્વારા કરવામાં આવી હતી. એરવદ મહેરનોશ જેઓ દાઝી ગયેલી ઈજાઓમાંથી સાજા થઈ રહ્યા છે, જ્યારે તેમના જામામાં થોડા મહિનાઓ પહેલા પ્રાર્થના દરમિયાન આગ લાગી હતી. એરવદ મહેરનોશ ભરૂચા જોકે ઉજવણીમાં સામેલ થયા હતા. હમબંદગીની પ્રાર્થના પછી, સાયરસ તારાપોરે તેમની ટૂંકી કવિતાનું પઠન કર્યું હતું ત્યારબાદ ફ્રામ દેસાઈએ પારસીપણું થીમ પર મનોરંજક રમતોનું આયોજન કર્યું, જેનો બધાએ આનંદ લીધો. ફ્રામ દેસાઈએ પછી એરવદ મહેરનોશ ભરૂચાનો અઢાર વર્ષ સુધી હમબંદગી કરવા બદલ તેમજ ફરીદા અને એરવદ કેરફેગરનો તેમની તમામ સેવાઓ માટે આભાર વ્યક્ત કર્યો. તેમણે સમર્પિત નિયમિત હાજરી માટે હમબંદગી જૂથના સહભાગીઓની પ્રશંસા કરી. એરવદ બુરજીન દસ્તુરેે સુવ્યવસ્થિત કાર્યક્રમ અને રાત્રિભોજન માટે ફ્રામ દેસાઈનો આભાર માન્યો હતો. સાંજનું સમાપન પારસી રાષ્ટ્રગીત છૈયે અમે જરથોસ્તીની પ્રસ્તુતી સાથે થયું.

Leave a Reply

*