Your Moonsign Janam Rashi This Week –
30 March – 5 April 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. થોડી બચત કરવાનું આયોજન કરવામાં સફળ થશો. શુક્રની કૃપાથી અપોજીટ સેકસની ઈચ્છાને પુરી કરી શકશો. ચાલુ કામકાજ પર વધુ ધ્યાન આપજો. ખોટી લાલચમાં ફસાઈ જતા નહીં. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 31, 3, 4, 5 છે.

Venus’ rule till 13th April helps you organize saving a little money. With Venus’ grace, you will be able to cater to the wishes of someone of the opposite gender. Focus more on your ongoing work. Do not get tempted by greed. Sudden prosperity is indicated. Pray to Behram Yazad daily.

Lucky Dates: 31, 3, 4, 5


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શુક્રની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવામાં દિવસો પસાર કરી શકશો. શુક્રની કૃપાથી થોડીગણી રકમને લાંબા સમય માટે ઈનવેસ્ટ કરી લેજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં જરાબી કસર કરતા નહીં. નાણાની લેતી દેતી પહેલા પુરી કરી લેજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.

The onset of Venus’ rule has you spending your days in leisure and having fun. You are advised to make long term investments. Do not hesitate to purchase items for house usage. Ensure you first sort out any lent or borrowed money equations. Pray to Behram Yazad daily.

Lucky Dates: 31, 1, 2, 3


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

3જી એપ્રિલ સુધી રાહુ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. પડવા લાગવાના ચાન્સ છે. છેલ્લા બે દિવસ પછી તમને શાંતિ મળશે. 3જી એપ્રિલ સુધીમાં મિત્રો સાથે મતભેદ પડશે. ખર્ચ ખુબ વધી જશે. ખોટા ખર્ચથી પરેશાન થશો. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 30, 31, 4, 5 છે.

Rahu’s rule till 3rd April will cause you a lot of harassment. You could have a minor accident. You will experience peace after two days. Till 3rd April, you could find yourself having arguments with friends. Expenses could greatly increase – this could cause you much concern. To placate Rahu, pray to Behram Yazad as well as the Mah Bokhtar Nyaish, daily.

Lucky Dates: 30, 31, 4, 5


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

4થી મે સુધી રાહુ તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. ખાવા-પીવાથી બીમારી આવશે. ફુડ પોઈઝન થવાના ચાન્સ છે. રાહુ તમને ચિંતામાંથી બહાર નીકળવા નહીં દે. આવક કરતા ખર્ચ વધી જશે. ઘરવાળા નારાજ રહેશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાથી થોડી શાંતિ મળશે.
શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.

Rahu’s rule till 4th May has Rahu causing you much distress. Your diet could cause you illness – you could end up with food poisoning. Rahu does not allow you to stop worrying. Your expenses will be greater than your income. Family members could get upset with you. For peace, pray the Mah Bokhtar Nyaish, daily.

Lucky Dates: 30, 1, 2, 3


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ગુરૂ તમારા હાથથી સારા કામ કરાવી દેશે. બીજાને મદદ કરવા પહેલા પહોંચી જશો. તમે જ્યાં કામ કરતા હશો ત્યાં એકસ્ટ્રા કામ કરી જશ સાથે ધનલાભ મેળવી શકશો. મનગમતી વ્યક્તિ તરફથી કોઈ સારી વાત જાણવા મળશે. ખર્ચ પર કાબુ મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 31, 3, 4, 5 છે.

Jupiter’s rule has you doing noble deeds. You will be the first to help others. Working extra at the workplace will earn you appreciation as well as monetary benefit. Your sweetheart will bring you good news. You will be able to control your expenses. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 31, 3, 4, 5


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે કોઈ વ્યક્તિના મદદગાર બની શકશો. નાણાંની છૂટછાટ સારી રહેવાથી ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. નવા કામમાં સફળતા મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.

The onset of Jupiter’s rule has you being helpful to others. With steady financial income, you will be able to cater to the wants of your family members, without any problem. You will be able to resolve financial issues. New work projects will be successful. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 30, 1, 2, 3


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે. તમારા નાણાં ખોટી જગ્યાએ ખર્ચ થઈ જશે. તમારી તબિયતની ખાસ સંભાળ લેજો. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. શેર-સટ્ટાથી દૂર રહેજો. મનની શાંતિ નહીં રહે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 30, 2, 4, 5 છે.

Saturn’s rule till 23rd April will have you spending your money in the wrong places. Take special care of your health. The health of the elderly could suddenly go down. Stay away from the share market. You will not have mental peace. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 30, 2, 4, 5


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

 17મી એપ્રિલ સુધી બુધ તમને બુધ્ધિનો ઉપયોગ સારી જગ્યાએે કરતા શીખવી દેશે. મીઠી જબાન વાપરી પારકાને પોતાના બનાવી લેશો. થોડી વધુ મહેનત કરવાથી એકસ્ટ્રા ધન કમાઈ શકશો. જમીનના કામ કરવાથી વધુ ધનલાભ મેળવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.

Mercury’s rule till 17th April will teach you how to effectively use your intelligence. You will be able to win over strangers with your sweet words. You will be able to earn extra income if you put in extra work. Property-related work will prove very beneficial. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 31, 1, 2, 3


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી નવા કામકાજ શરૂ કરવા માટે સારો સમય છે. જો તમે નોકરી કરતા હશો તો પ્રમોશન મળવાના ચાન્સ છે. થોડી રકમને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવાનું ભુલતા નહીં. તમારા કામ પુરા કરવા માટે મિત્રોની મદદ અવશ્ય લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 30, 2, 4, 5 છે.

The onset of Mercury’s rule predicts that this is a good time to start any new work projects. The employed could be in for a promotion. Ensure to invest part of your income in a good place. Get help from your friends to complete your work. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 30, 2, 4, 5


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

21મી એપ્રિલ સુધી મંગળની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં ગરમ થઈ જશો. કાર ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. ભાઈ જેવો મિત્ર તમારો દુશ્મન થઈ જશે. નાણાંકીય બાબતમાં ખુબ ખેચતાણ રહેશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 30, 31, 2, 3 છે.

Mars’ rule till 21st April has you getting angry over petty matters. Those driving cars are advised to drive carefully. A brother-like friend could suddenly turn into an enemy. Financial difficulty is predicted. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 30, 31, 2, 3


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી એપ્રિલ સુધી શીતળ ચંદ્રની દિનદશા તમારા મનને શાંત રાખીને કામ કરવામાં સફળ બનાવશે. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળશે. રોજના કામ કરવામાં મુશ્કેલી નહીં આવે. ઘરમાં નવા મહેમાન આવવાના ચાન્સ છે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 30, 31, 4, 5 છે.

The Moon’s rule till 23rd April helps keep your mind calm and complete your work successfully. You could expect good news from overseas. There will be no difficulty in doing your daily chores. You could expect new guests to come over. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 30, 31, 4, 5


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લુ અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. સરકારી કામકાજ ખુબ ધ્યાન આપી કરજો. વડીલવર્ગ માટે જરાપણ બેદરકાર રહેતા નહીં. ઉતરતી સુર્યની દિનદશા તમને માથાનો દુખાવો તથા આંખમાં બળતરા આપશે. બાળકો સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

This is your last week under the Sun’s rule. Do any government-related works with lots of attention. Do not be careless about taking care of the elderly. The descending rule of the sun could cause you headaches or burning sensation in the eyes. There will be squabbles with children. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 1, 2, 3, 4

Leave a Reply

*