ડબ્લયુઝેડએએસ ગ્લોબલ ફોકલોર સાથે મહિલા દિવસની ઉજવણી કરે છે

ઝોરાસ્ટ્રિયન વુમન્સ એસેમ્બલી ઓફ સુરતે (ઝેડડબ્લયુએએસ) સુરતના તાલ ગ્રુપ દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટ 2.0માં મહિલા દિવસ 2024ની ઉજવણી કરી હતી.
મિત્રતા, સ્ત્રીત્વ અને ઉત્સવની યાદમાં, સુરતની પ્રતિભાશાળી મહિલાઓ દ્વારા ડિઝાઇન કરાયેલ પરંપરાગત પોશાકમાં સ્ત્રી શક્તિની ઉજવણી કરવા સુરત સાયન્સ સેન્ટર ખાતેનું એમ્ફી થિયેટર વાઇબ્રન્ટ સોનેરી અને ગુલાબી રંગછટાઓ સાથે જીવંત બન્યું હતું. પોલેન્ડ, રોમાનિયા, શ્રીલંકા, થાઈલેન્ડ અને ભારતની ટીમોએ, તાલ ગ્રુપની સક્ષમ આગેવાની હેઠળ, તેમના નૃત્ય પ્રદર્શન સાથે, 8 થી 11 માર્ચ સુધી ભારતના ઘણા શહેરોનો પ્રવાસ કર્યો હતો.

કલાકારોને પ્રોત્સાહિત કરવા, પદ્મશ્રી સહિતના મહાનુભાવો અને પારસીઓનું ગૌરવ – યઝદી કરંજીયા, સુરતના મેયર – દક્ષેશ માવાણી, મ્યુનિસિપલ કમિશનર – શાલિની અગ્રવાલ અને અન્યોએ સાંજે હાજરી આપી હતી. મહારૂખ ચિચગર દ્વારા આ કાર્યક્રમનું સંતુલન અને તેમના શુભ આશીર્વાદ સાથે સંચાલન કરવામાં આવ્યું હતું.
ઝેડડબ્લયુએએસ ટીમે આનંદી પારસી સ્કીટ રજૂ કરી હતી. ઝેડડબ્લયુએએસ સ્થાપક ટ્રસ્ટી તરીકે મહારૂખ ચિચગરને શિક્ષણ ક્ષેત્રે, કલા અને જાહેર વક્તવ્યના ક્ષેત્રમાં તેમના અતુટ યોગદાન માટે ત્રણ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરતની ચેમ્બર ઓફ કોમર્સના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા શહેરની શક્તિશાળી મહિલા હોવા બદલ રાઈઝ એન્ડ શાઈન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
ઝેડડબ્લયુએએસ પરિવાર માટે પ્રેરણારૂપ હોવા ઉપરાંત, મહારૂખ બાળકો, યુવાનો અને વરિષ્ઠ લોકોના ઉત્થાન, પ્રોત્સાહન અને સમર્થનમાં સતત સામેલગીરી અને યોગદાન માટે સુરતમાં ખૂબ સન્માનિત છે. મહારૂખ અને ઝેડડબ્લયુએએસ મહિલાઓને અભિનંદન!!

Leave a Reply

*