ઉનાળાની સીઝન આવી ગઈ છે અને તેની સાથે તરબૂચની સીઝન આવે છે, જેને ઉનાળાનું આરોગ્યપ્રદ ફળ માનવામાં આવે છે. તરબૂચ એક એવું ફળ છે જેમાં 92% પાણી અને 6% ખાંડ હોય છે. ઉનાળામાં તરબૂચનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે છે.
પરંતુ શું તમે જાણો છો કે આ સીઝનમાં, બજારમાં ઘણા બધા તરબૂચ એવા પણ જોવા મળે છે કે જેના લાલ અને સુંદર દેખાવ માટે ઇન્જેક્શન આપવામાં આવે છે? સામાન્ય લોકો માટે ઇન્જેક્શનવાળા તરબૂચને ઓળખવું સરળ નથી. ખાસ કરીને, રંગને તરબૂચમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે, જેથી તે અપવાદરૂપે લાલ અને રસદાર લાગે છે.
ઘણીવાર તરબૂચ ઝડપથી મોટું કરવા માટે ઓક્સીટોસિનનું ઇન્જેકશન આપવામાં આવે છે. આ રાસાયણિક રીતે ઇન્જેકશનવાળા ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે. ઇન્જેક્શન કરેલા તડબૂચમાં નાઈટ્રેટ, સિન્થેટીક ડાય કાર્બાઇડ, ઓક્સીટોસિન જેવા રસાયણો હોઈ શકે છે, જે આંતરડાના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે.
તરબૂચ વેલા પર ઉગે છે, તેના વજનને કારણે તે જમીન પર રહે છે. જમીન પર હોવાને કારણે, તેના નીચલા ભાગનો રંગ ઊડી જાય છે અથવા નિસ્તેજ દેખાય છે. ઉપરનો રંગ સામાન્ય લીલો હોય છે. જો તડબૂચને ઇન્જેક્શન આપવામાં આવે છે, તો પછી તરબૂચ ચારે બાજુથી દેખાવમાં સમાન હશે. આનો અર્થ એ કે કૃત્રિમ રીતે તેને બનાવવામાં આવ્યું છે. જો તરબૂચ કટ કર્યા બાદ તેમાથી સફેદ રંગની ફીણ જેવું નીકળે તો તે ખાવા લાયક નથી. ધ્યાન રાખો કે તરબૂચને હંમેશા ઉચકીને જુઓ, જો તરબૂચ વજનમાં હળવું છે તો તેને ના ખરીદો. હળવું તરબૂચ હંમેસા ઇન્જેક્શનથી તૈયાર કરવામાં આવેલું હોય છે. સ્પષ્ટ વાત છે કે પાણીથી ભરેલા ફળનું વજન હળવુ નથી હોતું. જેથી ભારે તરબૂચ જ ખરીદવું જોઇએ.
તરબૂચને જો ઇન્જેક્શન દ્વારા પકાવવામાં આવ્યું હોય તો તરબૂચ દરેક બાજુથી એક સમાન ન દેખાય, કોઈ જગ્યાએ આછું લાલ, તો કોઈ જગ્યાએ ફિક્કા રંગનું દેખાય છે. જે જગ્યા પર કેમિકલની અસર વધારે થઈ હોય ત્યાં વધારે લાલ હશે. તેમજ તરબૂચ પ્રારંભિક વિકાસ માટે નાઇટ્રોજનનો ઉપયોગ ઘણી વખત થાય છે. જો આ નાઇટ્રોજન તમારા શરીરમાં જાય છે, તો તે ખૂબ નુકસાનકારક છે કારણ કે તેને એક ઝેરી તત્ત્વ માનવામાં આવે છે. કાર્બાઇડ દ્વારા ઘણાં તડબૂચ પકવવામાં આવે છે. આ કાર્બાઇડ યકૃત અને કિડની માટે એટલું જોખમી છે કે કેટલીક પરિસ્થિતિઓમાં વ્યક્તિની કિડનીને ઘણી હદ સુધી નુકસાન થઈ શકે છે. તરબૂચને લાલ રંગ આપવા માટે વપરાયેલ મિથેનોલ પીળો વ્યક્તિને કેન્સરનો શિકાર બનાવી શકે છે. તરબૂચમાં વપરાતા લીડ ક્રોમેટના સેવનથી લોહીની ખોટ, મગજના કોષોને નુકસાન અને વ્યક્તિના શરીરમાં અંધત્વ પણ થઈ શકે છે.
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024