થાણા પટેલ અગિયારી ખાતે આવાં યઝદનું પરબ

22મી માર્ચ, 2024ના રોજ થાણેના પારસીઓએ પટેલ અગિયારી કમ્પાઉન્ડમાં પવિત્ર કુવાને ફુલો દ્વારા શણગારવામાં આવ્યો હતો. શુભ અર્દાવિસુર બાનુનુ પરબની યાદમાં અગિયારી ખાતે સાંજે 5:00 વાગ્યે એરવદ કેરસી સિધવાના નેતૃત્વ હેઠળ જશનની પવિત્ર ક્રિયા અને ત્યારબાદ કુવા પાસે હમબંદગી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌને ચાસણી અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પારસીઓએ આ દિવસે યોગદાન આપવા બદલ એકબીજાનો આભાર માન્યો હતો અને ફરીદા દારૂવાલાએ તેમના મરહુમ ધણી કેરસીને તેમની વાર્ષિક પહેલ ચાલુ રાખીને અને થાણાના પારસીઓને દર વર્ષે એક સાથે આવવા અને આ શુભ દિવસની ઉજવણી કરવાની બીજી તક પૂરી પાડવા બદલ તમામનો આભાર માન્યો હતો. આ વર્ષે થાણા પટેલ અગિયારીના પવિત્ર કુવા ખાતે જશન અને હમબંદગી સાથે આ દિવસની ઉજવણીનું સતત 18મું વર્ષ ચિહ્નિત થયું, જે મરહુમ કેરસી દારૂવાલાએ હાથ ધરેલ પહેલ છે.

Leave a Reply

*