એક ગર્ભવતી પત્નીએ તેના પતિને ઉત્સુકતા સાથે પૂછ્યું: શું અપેક્ષા છે, પુત્ર કે પુત્રી?
પતિ: મે વિચાર્યુ છે કે જો દીકરો જન્મશે તો હું તેને અભ્યાસ કરાવીશ, ગણિત શીખવીશ, તેની સાથે રમીશ, દોડીશ, તેને તરતા શીખવાડીશ, ઘણુ બધુ શીખવીશ.
હસતા હસતા પત્નીએ પુછયુ અને જો દીકરી જનમશે તો?
પતિએ સરસ જવાબ આપ્યો, જો દીકરી જન્મે તો મારે તેને કંઈ શીખવવાની જરૂર નહી પડે!
પત્ની: કેમ એમ?
પતિ: દીકરી એક એવી વ્યક્તિ છે, જે મને બધુ શીખવશે. મારે શું પહેરવું? શું ખાવું અને શું ન ખાવું, શું કહેવું અને શું ન કહેવું, તે આ બધુજ મને શીખવશે. ટૂંકમાં, તે મારી બીજી માતા તરીકે મારી સંભાળ રાખશે!
જો હું જીવનમાં કંઈ ખાસ ન પણ કરી શકુ તો પણ, હું તેના માટે તેનો આદર્શ હીરો બનીશ. હું તેને કોઈક વસ્તુ માટે ના પાડીશ, તો તે રાજીખુશી સમજી જશે. તે હંમેશા વિચારશે કે મારો પતિ મારા પિતા જેવો હોવો જોઈએ.
દિકરી ગમે તેટલી મોટી થઈ જાય, તો પણ તે વિચારે છે કે હું તો મારા પિતાની નાની અને મીઠી ઢીંગલી છું! અને હા, વખત આવ્યે મારા માટે, તે આખી દુનિયાનો સામનો કરવા તૈયાર રહેશે.
પત્નીએ ફરી હસતાં હસતાં પૂછ્યું, તમારો મતલબ કે માત્ર દીકરી જ આ બધું કરશે, અને દિકરો તમારા માટે કશું નહીં કરે?
આના પર પતિએ સમજણભર્યા સ્વરમાં કહ્યું, અરે ના એવુ નથી, મારો દીકરો મારા માટે આ બધું કરશે,પણ તેણે આ બધું શીખવું પડશે, જયારે દિકરી સાથે આવું નહીં. દિકરી આ ભણતર સાથે જ જન્મે છે.
ચિંતાના સ્વરમાં પત્નીએ કહ્યું, પણ શું દિકરી આખી જિંદગી તમારી સાથે રહેશે?
પતિએ કહ્યું, ના.. ચલ માન્યુ કે તે આજીવન મારી સાથે નહીં રહી શકે, પરંતુ દુનિયામાં તે જ્યાં પણ જશે તયારે તે મારી સાથે નહીં હોય, પણ હું તો તેની સાથે જ હોઈશ, તેના હૃદયમાં, મનમાં જીવનનાં છેલ્લા શ્વાસ સુધી!
આ સાંભળી પત્નીની આંખ માથી સુખાશ્રુ સરી પડ્યા..!
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024