Your Moonsign Janam Rashi This Week –
20 April – 26 April 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

સુર્યની દિનદશા ચાલુ હોવાથી હાલમાં સરકારી કામમાં તમને સફળતા નહીં મળે. તમારા રોજબરોજના કામ સારી રીતે નહીં કરી શકો. માથાનો બોજો વધી જશે. આંખમાં બળતરા તથા માથાના દુખાવાથી પરેશાન થશો. સુર્યને શાંત કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.

The onset of the Sun’s rule will make it difficult to be successful in any government-related endeavours. You will not be able to execute your daily chores effectively. Mental pressures could increase. You could suffer from heat in the eyes or headaches. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 20, 21, 24, 25


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખમાં વધારો થશે. જયાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં તેરનો ખર્ચ કરીને પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. તમને તમારા કામ પુરા કરવામાં ખુબ આનંદ આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 24, 26 છે.

Venus’ ongoing rule will increase your inclinations towards fun and entertainment. Despite spending a lot more than you planned to, you will not be faced with financial difficulties. You will get opportunities for travel abroad. You will feel much job satisfaction in completing your work tasks. Pray to Behram Yazad daily.

Lucky Dates: 22, 23, 24, 26


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

14મી જુન સુધી શુક્રની દિનદશા તમને ખૂબ જ આનંદમાં રાખશે. ફેમિલી મેમ્બર તરફથી ખૂબ જ માન ઇજ્જત મળશે. શારીરિક તથા નાણાકીય મુસીબતમાં નહીં આવો. રોકાયેલા કે ફસાયેલા નાણા પાછા મળવાના ચાન્સ છે. બને તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 22, 25 છે.

Venus’ rule till 14th June keeps you in a joyous mood. You will receive much respect and adulation from family members. You will not face any physical ailment or financial challenges. You could get back your funds which have been stuck for a while. Ensure to make investments. Pray to Behram Yazad daily.

Lucky Dates: 20, 21, 22, 25


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

રાહુની દિનદશા ચાલુ હોવાથી કોઈપણ જાતનું ટેન્શન લેવાની ભૂલ કરતા નહીં. ખોટા વિચારોથી પરેશાન થશો. બીજાનું ભલું કરવા જતા તમારૂં ખરાબ થશે. નાની મુશ્કેલી તમારા માટે મોટા પહાડ જેવી બની જશે. હાલમાં ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 20, 21, 23, 26 છે.

The onset of Rahu’s rule, do not take on any additional tensions. Negative thoughts will harass you mentally. Trying to help others will land you in trouble. Petty issues will assume the size of mountains for you. For mental peace, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 20, 21, 23, 26


LEO | સિંહ: મ.ટ.

05Leo

 આજે બને તો ધર્મનું કામ કરી લેજો. કાલથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડાવી દેશે. તમે કરેલા કામો તમને જ નહીં ગમે. ખર્ચનું પ્રમાણ ખૂબ જ વધી જશે. રાહુ તમારા પ્લાન ઉપર પાણી ફેરવવામાં
જરાબી વાર નહીં લગાવે. આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 20, 24, 25, 26 છે.

You are advised to do religious work today if possible. Rahu’s rule, starting tomorrow, for the next 42 days, will rob you of your appetite and your sleep. You will not be happy with your own work. Expenses will rise greatly. Rahu’s influence will upset your plans. Starting today, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 20, 24, 25, 26


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમને કરેલા કામની અંદર જશની સાથે ધનલાભ પણ થશે. જ્યાં પણ કામ કરતા હશો ત્યાં તમારી સાથે કામ કરનાર તમારા વખાણ કરશે. બને તો નાનું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. હાલમાં ધનની કમી નહીં આવે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

The onset of Jupiter’s rule will bring you much appreciation as well as wealth for your endeavours. Your colleagues at the workplace will be all praises for you. Try to make small investments. There will be no financial shortage. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 21, 22, 23, 24


LIBRA | તુલા: ર.ત.

07Libra

પહેલા ત્રણ દિવસ ખૂબ સંભાળીને પસાર કરજો. ઉતરતી શનિની દિનદશાને લીધે તમારી નાની ભુલ આખા અઠવાડિયાના પ્રોગ્રામને બગાડી દેશે. થોડુંક ધ્યાન આપશો તો 23મી એપ્રિલથી ગુરૂ તમારા મનની અશાંતિને દૂર કરવામાં મદદગાર થશે. અટકેલા કામો ને ફરી ચાલુ કરવામાં કોઈકનો સાથ મળી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 22, 24, 25, 26 છે.

You are advised to live out these 3 days with added caution. Saturn’s descending rule could end up disrupting the entire week ahead. Jupiter’s rule, starting 23rd April, gives you some mental reprieve, with a little mindfulness. You will be able to restart your stalled works, with the support of someone. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 22, 24, 25, 26


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

હાલમાં 24મી મે સુધી શનિની દિનદશા ચાલશે. તમારા ચાલુ કામની અંદર મુશ્કેલીઓ આવવાના પૂરેપૂરા ચાન્સ છે. ધનની ચિંતા વધી જશે. અંગત વ્યક્તિ પાસેથી નાણાકીય મદદ લેવી પડશે. વડીલ વર્ગની તબિયતની ખાસ કાળજી લેજો અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 22, 23, 24 છે.

Saturn’s rule till 24th May could pose difficulties in your ongoing works. Financial worries could increase. You might need to seek financial help from someone close. You are advised to take special care of the health of the elderly as they could suddenly fall ill. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 20, 22, 23, 24


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમે તમારી બુદ્ધિ વાપરી તમારા મુશ્કેલી ભર્યા કામને સહેલા બનાવી દેશો. તમારી સાથે કામ કરનારને મદદગાર થઈને રહેશો. નાણાકીય બાબતની અંદર થોડી ઘણી રકમ બચાવીને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Mercury’s rule till 18th May will help you use your intelligence to smoothen out and simplify any difficulties at work. You will be helpful to your colleagues. You will be able to save some money and invest the same profitably. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 22, 23, 24, 25


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આજનો દિવસ શાંતિમાં પસાર કરી લેજો. આજે નાનું એક્સિડન્ટ થવાના ચાન્સ છે સંભાળીને રહેજો. કાલથી બુધની દિનદશા આવતા 56 દિવસ માટે તમારા મુશ્કેલી ભર્યા કામને સહેલા કરી દેશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. કમાયેલા ધનને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. આજથી દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Today is your last day to be in peace. You could meet with an accident today so please stay safe. Mercury’s rule, starting tomorrow, for the next 56 days, will ease out all your difficulties and troubles. Sudden gain in wealth is predicted. You will be able to profitably invest your income. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 22, 23, 24, 25


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

પહેલા ત્રણ દિવસમાં ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી આપજો. નહીં તો 23મીથી મંગળની દિનદશા આવતા 28 દિવસમાં તમને ખુબ પરેશાન કરશે. ફેમીલી મેમ્બર સાથે નાની બાબતમાં મતભેદ પડશે. અંગત વ્યક્તિ ખુબ પરેશાન કરશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

Ensure to cater to the wants of your family members in these 3 days. Mars’ rule staring on 23rd April, for the next 28 days, could prove very troublesome for you. You could end up quarrelling with family members over petty matters. Those close to you could harass you. Pray the Tir Yasht, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 20, 21, 22, 23


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

 ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મનને શાંત રાખીને જે પણ ડિસિઝન લેશો તેમાં તમને સફળતા મળશે. નાના મોટા ધનલાભ મળતા રહેશે. જે પણ કામ કરતા હશો તેમાં જશ ખૂબ જ મળશે. રજાના દિવસોમાં બહાર જવાના પ્રોગ્રામ બનાવી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.

The onset of the Moon’s rule brings you success in all decisions which have been taken with a cool and thoughtful mind. You will be the recipient of financial gains. You will receive appreciation in great measure in all your professional endeavours. You will be able to make plans for summer holidays. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 20, 23, 24, 25

Leave a Reply

*