Your Moonsign Janam Rashi This Week –
04 May – 10 May 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજથી ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. 25મી જૂન સુધીમાં ચંદ્ર તમારા મનની નેક મુરાદ પુરી કરાવીને રહેશે. નાની મોટી મુસાફરી કરી શકશો. જે પણ કામ કરશો તેમાં સફળતા સાથે ભરપુર આનંદ મળશે. નાણાકીય સ્થિતિમાં સારા સારી થતી જશે. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 4, 6, 9, 10 છે.

The Moon’s rule starting today till 25th June, will ensure that your sincere wishes get fulfilled. You will be able to take on short travels. You will find great success as well as satisfaction in all your endeavours. Financial prosperity is indicated. Starting today, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 4, 6, 9, 10


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મે સુધી શુક્રની દિનદશા ચાલશે. આ અઠવાડિયામાં બધા કામો બાજુમાં મુકીને અપોઝીટ સેકસની ડિમાન્ડ પુરી કરી આપજો. તમે જે પણ કામ કરતા હો તેમાં બીજાની સલાહ લેવા જતા નહી. જૂના રોકાણમાંથી ફાયદો મળે તે લઈ લેજો. સારી જગ્યાએ ઈવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

Venus’ rule till 14th May suggests that you put aside the rest of your work and focus on catering to the wants of people from the opposite gender. Do not seek advice from others in any of your endeavours. You are advised to withdraw profits yielded from old investments. Invest your money in a profitable manner. Pray to Behram Yazad daily.

Lucky Dates: 5, 6, 7, 8


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને 16મી જુન સુધી શુક્રની દિનદશા ચાલશે. હાલમાં તમે પૈસા બચાવવાની જેટલી કોશિશ કરશો તેટલા પૈસા બચાવી નહીં શકશો. ખર્ચ વધુ થવા છતાં તમારો કોઈ પાસે મદદ લેવાનો સમય નહીં આવે. નાના ધનલાભ મળતા રહેશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા સંબંધમાં સારા સારી રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 7, 9, 10 છે.

Venus’ rule till 16th June makes it impossible to save money, despite your efforts. Even so, the increase in expenditures will not leave you in need of taking loans from others. You will continue to receive small profits. Catering to the demands of family members will ensure cordial relations. Pray to Behram Yazad daily.

Lucky Dates: 4, 7, 9, 10


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને આજથી શરૂ થયેલી શુક્રની દિનદશા આવતા 70 દિવસ ભરપુર સુખ આપીને રહેશે. અગત્યના કામો પુરા કરવામાં કોઈ જાતની મુશ્કેલી નહીં આવે. નવા કામ શોધવામાં સફળ થશો. કામકાજ વધારવા માટે ગામ પરગામ જવાના ચાન્સ મળશે. નવા મિત્રોની મુલાકાત થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાથી વધુ આનંદમાં રહેશો.
શુકનવંતી તા. 5, 6, 8, 10 છે.

The onset of Venus’ rule starting today, for the next 70 days, brings you immense joy. You will face no challenges in completing your important tasks. You will be successful in finding new work projects. You could get opportunities to travel abroad for business expansion. You will make new friends. For continued happiness, pray to Behram Yazad daily.

Lucky Dates: 5, 6, 8, 10


LEO | સિંહ: મ.ટ.

05Leo

4થી જૂન સુધી રાહુની દિનદશા ચાલશે. તમને ખોટા વિચારો ખુબ આવશે. બનતા કામો બગડી જશે. જેના ઉપર વિશ્ર્વાસ રાખશો તે જ દગો આપશે તેનું ધ્યાન રાખજો. કોઈને પણ ઉધાર નાણા આપવાની ભુલ કરતા નહીં. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 4, 7, 8, 9 છે.

Rahu’s rule till 4th June has your mind flooded with negative thoughts. Works are on the verge of completion will fall out. Be careful as those you trust could end up betraying you. Do not make the mistake of lending money to anyone. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 4, 7, 8, 9


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. માન ઈજ્જતમાં વધારો થતો જશે. ચેરીટીનું કામ કરતા વધુ આનંદમાં આવશો. મનગમતી વ્યક્તિનું દિલ જીતી લેશો. થોડું ઘણું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ફેમીલી મેમ્બરના સંબંધમાં સારા સારી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 10 છે.

Jupiter’s rule till 22nd May brings in added fame and appreciation. You will find great joy in doing works of charity. You will be able to win over the heart of your sweetheart. Ensure to make some investment. Relations with family will blossom. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 5, 6, 7, 10


LIBRA | તુલા: ર.ત.

07Libra

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી જો તમારા લગ્ન થઈ ગયા હશે તો ધણી ધણીયાણીમાં પ્રેમ ખુબ વધી જશે. અપોઝીટ સેકસના સંબધમાં ખુબ સારા સારી રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેવાથી થોડી રકમને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરવામાં સફળ થશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 5, 8, 9 છે.

The onset of Jupiter’s rule will ensure to multiply the love between couples. Relations with members of the opposite gender will flourish. Financial prosperity is indicated – you will be able to invest some money profitably. Sudden inflow of money is predicted. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 4, 5, 8, 9


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી મે સુધી શનિની દિનદશા ચાલશે. તમે દરેક બાબતમાં હેરાન થશો. નાણાકીય બાબતમાં તકલીફનો સામનો કરવો પડશે. કોઈ પાસે ઉધાર પૈસા લેવાનો સમય આવશે. જોઈન્ટ પેઈન અને તાવ શરદી જેવી બીમારીથી પરેશાન થશો. શનિના દુખને ઓછું કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 4, 6, 7, 10 છે.

Saturn’s rule till 24th May causes you trouble in all areas. You might need to face financial difficulties. You might need to borrow money from others. You could suffer from joint-pain, cold and fever. To reduce the impact of Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 4, 6, 7, 10


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

18મી મે પહેલા લેતી દેતીના કામો પુરા કરી લેજો. તમારી બુધ્ધિ વાપરી ધન કમાઈ લેશો. બીજાની ભલાઈના કામો કરવામાં સફળ થશો. કામ જલદી પુરા કરવા માટે સાથે કામ કરનારનો સાથ મળશે. બુધની કૃપાથી નાણા કમાવવામાં કોઈ મુશ્કેલીમાં નહીં આવો. તેની સાથે બુધ તમને નાણા વધારવાનો રસ્તો બતાવશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 5, 7, 8, 9 છે.

Ensure to complete any financial transactions before 18th May. You will be able to use your intelligence and earn income. You will be successful in helping out others. To get your job done quickly, you will get the support of your colleagues. With Mercury’s blessings, not only will you not face any financial difficulties, but you will also be shown the path to earn money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 5, 7, 8, 9


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી બુધની દિનદશા ચાલશે. તમારે કામ કાજ વધારવા મુસાફરી કરવી પડશે. તમારા ખર્ચ પર કાપ મુકવામાં સફળ થશો. બુધની કૃપાથી થોડુ ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. મનને આનંદ મળે તેવા સમાચાર ગામ પરગામથી મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 4, 6, 7, 10 છે.

Mercury’s rule till 18th June suggests that you might need to travel for business expansion. You will be able to control your expenditures. You will be able to invest some money. You will get good news which brings you much happiness, from overseas. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 4, 6, 7, 10


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

21મી મે સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા સ્વભાવમાં ખુબ ચેન્જીસ આવશે. નાની બાબતમાં ગુસ્સો આવી જશે. હાલમાં વાહન ખરીદવા માટે સારો સમય નથી. પ્રેશર વધી જાય નહીં તેની સંભાળ લેજો. નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. માથા પર કામનો બોજો વધી જશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 7, 8, 9 છે.

Mars’ rule till 21st May will bring about a lot of changes in your personality. You will get angry over petty matters. This is not a good time to buy vehicles. Ensure that your BP is in control and doesn’t go high. You might have to face financial shortage. Pray the Tir Yasht daily.

Lucky Dates: 5, 7, 8, 9


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે. મનને શાંત રાખીને તમારા કામ સારી રીતે પુરા કરી શકશો. ફેમીલી મેમ્બરમાં માન ખુબ વધી જશે. હાલમાં જે પણ ડીસીઝન લેશો તેમાં આગળ જતા સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 10 છે.

The Moon’s rule till 24th May helps you keep a cool mind and complete all your works. Family members will greatly appreciate you. Your decisions will prove successful in the future. Financial prosperity is indicated. Sudden inflow of wealth is indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 4, 5, 6, 10

Leave a Reply

*