Your Moonsign Janam Rashi This Week –
11 May – 17 May 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ ખુબ સારી રીતે કરી શકશો. તમે નવા કામ કરવા માંગતા હશો તો કરી શકશો આગળ જતા તેમાં સફળતા મળશે. નાની મુસાફરી કરી શકશો તેમાં પણ ફાયદો થવાના ચાન્સ છે. તમારા મનની વાત મનગમતી વ્યક્તિને કહેવામાં સફળ થશો. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

The onset of the Moon’s rule will help you do your work very effectively. You will be able to get new work projects in which you will be successful in the future. Even short travel trips undertaken could prove to be beneficial to you. You will be able to speak what’s on your mind to a favourite person. Pray thee 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 14, 15, 16, 17


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

પહેલા ત્રણ દિવસ તમે મોજશોખમાં પસાર કરી શકશો. 14મી મેથી સુર્યની દિનદશા 4થી જૂન સુધી તમને ખુબ પરેશાન કરશે. તમારી સામે પડેલી વસ્તુ તમને નહીં દેખાય. તમારા કામ સમય પર પુરા નહીં કરી શકો. વડીલવર્ગની તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. ડોકટર પાછળ ખર્ચ વધી જશે. આજથી 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 11, 12, 13, 16 છે.

You have 3 days left to spend in merriment. The Sun’s rule, starting 14th May to 4th June, will cause you much trouble. You will not notice things right in front of your eyes. You will not be able to complete your tasks on time. The health of the elderly could suddenly go bad. Your medical expenses could rise. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 11, 12, 13, 16


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મોજશોખ પર કાબુ નહીં રાખી શકો. શુક્રની કૃપાથી નાણાંકીય મુસીબતમાં નહીં આવો. રોજના કામ સમય પર પુરા કરી શકશો. કામકાજને વધારવા માટે ભાગદોડ કરવી પડશે પરંતુ સાથે સફળતા પણ મળશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 14, 15, 17 છે.

The onset of Venus’ rule makes it impossible for you to control your inclinations towards fun and entertainment. With Venus’ graces, you will not face any financial issues. You will be able to complete your daily tasks on time. You might need to put in a bit of effort for your work, but you find success. You could meet new friends. Pray to Behram Yazad daily.

Lucky Dates: 11, 14, 15, 17


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને લાંબો સમય ચાલે તેવા શુક્રની દિનદશા ચાલુ હોવાથી 16મી જુલાઈ સુધી મનગમતો લાઈફ પાર્ટનર મળવાના ચાન્સ છે. ફેમીલી મેમ્બરનો સાથ સહકાર મળતા મુશ્કેલીભર્યા કામ સહેલા થઈ જશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. અટકેલા કામ પુરા કરવામાં કોઈની ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 15, 16 છે.

Venus’ long-term rule till 16th July, predicts the possibility of finding your ideal life partner. The support of family members will render difficult tasks easy for you. Sudden income of wealth is predicted. You will receive anonymous help from someone to restart your stalled works. Pray to Behram Yazad daily.

Lucky Dates: 12, 13, 15, 16


LEO | સિંહ: મ.ટ.

05Leo

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકશે. નાના કામ પુરા કરવા માટે ઘણી મહેનત કરવી પડશે. તમારે કોઈ પાસે ઉધાર નાણા લેવાનો સમય આવશે. મનની વાત મનમાં રાખજો કોઈને કહેતા નહીં. ફેમીલી મેમ્બર તરફથી કોઈ મદદની આશા રાખતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 15, 16, 17 છે.

The ongoing Rahu’s rule can have your smallest mistake land you in huge trouble. You will need to put in massive effort to get even the simplest tasks done. You might need to borrow money from others. You are advised to not share your thoughts with others. Do not expect any help from family members. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 11, 15, 16, 17


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો સમયસર પુરા કરવામાં સફળ થશો. બીજાના મદદગાર બની શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. જરૂરીયાતમંદ વ્યક્તિને મદદ કરી શકશો. મિત્ર વર્ગ તરફથી ફાયદો થવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 13, 17 છે.

Jupiter’s ongoing rule helps you complete your tasks in time. You will be helpful to others. Financial prosperity is indicated. Sudden inflow of wealth is on the cards. You will be able to help someone in need. Friends could prove beneficial. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 11, 12, 13, 17


LIBRA | તુલા: ર.ત.

07Libra

ગુરૂની કૃપાથી 23મી જુન સુધી તમારા દરેક કામમાં સફળતા મળશે. જૂના રોકાણમાંથી ફાયદો મળશે. તમારા કામો સમય પર પુરા કરવામાં સફળ થશો. કામકાજ ને પુરા કરવા માટે ભાગદોડ કરવી પડશે. ફેમીલી મેમ્બરનો સાથ સહકાર મળી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 10, 12, 15, 17 છે.

Jupiter’s rule till 23rd June brings you success in all your endeavours. Old investments will yield profits. You will be able to complete your tasks on time. You might need to put in effort to get your work done. Your family members will be supportive. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 10, 12, 15, 17


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લા બે અઠવાડિયા શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તબિયતની ખાસ કાળજી લેજો. જોઈન્ટ પેઈનથી પરેશાન થશો હાલમાં સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ કામ કરતા નહીં. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જવાના ચાન્સ છે.ખર્ચનો વધારો થશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

You have 2 more weeks under Saturn’s rule. Take special care of your health. You could suffer from joint pains. Do not take on any tasks without thinking things through thoroughly. The health of the elderly could go down suddenly. Expenses could mount. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 12, 13, 14, 15


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લુ અઠવાડિયું બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. થોડીઘણી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઉધારીના પૈસા કોઈને આપવાના હોય તો તેની પાસે થોડો સમય માંગી લેજો. તમારા ફસાયેલા નાણા પાછા મેળવવા ખુબ ભાગદોડ કરવી પડશે. ફેમીલી મેમ્બર સાથે સંબંધમાં સારા સારી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 14, 15, 17 છે.

This is your last week under Mercury’s rule. Ensure to invest some money. Ask your creditors for some time to return the money borrowed. You will need to put in lots of effort to retrieve your stuck funds. Relations with family members will flourish. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 11, 14, 15, 17


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જુન સુધી બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે. રોજ બરોજના કામ બુધ્ધિ વાપરી જલદીથી પુરા કરી શકશો. કંઈક નવું શીખી શકશો. રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. ખોટા ખર્ચ પર કાપ મુકી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 12, 13, 15, 16 છે.

Mercury’s rule till 18th June helps you complete your daily tasks speedily with the use of your intelligence. You will learn something new. You will be able to retrieve your stuck funds. You are advised to control unnecessary expenses and invest some money. Sudden inflow of wealth is predicted. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 12, 13, 15, 16


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

22મી મે સુધી તમે શાંતિથી નહીં બેસી શકો. રોજ નવી ઉપાધી આવશે. વધુ કામ કર્યા પછી પણ તમને જોઈએ તેટલું વળતર નહીં મળે. ફેમીલી મેમ્બર સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. ગાડી ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. લાગવા પડવાના બનાવો બની શકે છે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Mars’ rule till 22nd May does not allow you peace. Some new issue will arise every day. Despite putting in all the hard work, you will not receive appropriate rewards. Squabbles with family members over petty issues are predicted. Ride/ drive your vehicles with great caution. You could have a fall or hurt yourself. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 11, 12, 13, 14


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી ચંદ્રની દિનદશા તમારા મનને ખુબ શાંત બનાવશે. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. તમે લીધેલા ડીસીઝનથી ફાયદો થશે. ધન આવતું રહેશે. મનગમતી ચીજ લઈ શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 12, 16, 17, 18 છે.

The Moon’s rule till 24th May greatly calms your mind. You could get good news from abroad. Your decisions will prove beneficial. Money will continue to flow in. You will be able to purchase what you please. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 12, 16, 17, 18

Leave a Reply

*