Your Moonsign Janam Rashi This Week –
18 May – 24 May 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી જુન સુધી ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલશે. તમારા મનની નેક મુરાદ પુરી થવામાં કોઈ રૂકાવટ નહીં આવે. મતભેદ થયેલી વ્યક્તિ સાથે ફરી મિત્રતા બાંધી શકશો. રોજ બરોજના કામમાં સફળતા મળશે. ગામ પરગામથી શુભ સમાચાર મળશે. રોજ ભુલ્યા વગર 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 23, 24 છે.

The Moon’s rule till 25th June will ensure that there will be no hiccups along the way to make your sincere wishes come true. You will be able to resolve matters and resume your friendship with someone. You will find success in your daily life. You will receive good news from overseas. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 18, 19, 23, 24


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

હાલમાં સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં ચેન્જીસ આવશે. નાની નાની વાતમાં ગુસ્સો આવશે. તબિયતની ખાસ સંભાળ લેજો. તાવ, માથાનો દુખાવો, પ્રેશર જેવી માંદગીથી પરેશાન થશો. કામમાં સફળતા નહીં મળે. સરકારી કામ કરતા નહીં. સુર્યને શાંત કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

The ongoing Sun’s rule will change your behaviour. You could get angry over petty matters. Take special care of your health. You could suffer from fever, headaches or blood pressure. Work projects might not be successful. Avoid doing any government related works. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 20, 21, 22, 23


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ પુરા કરવામાં કોઈ કમી નહીં આવે. કોઈ નવી વ્યક્તિ તરફથી ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. મનગમતી વ્યક્તિ મલવાથી ખુબ આનંદમાં આવશો. નાણાંકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 22, 23 છે.

The onset of Veus’ rule gets you very inclined towards fun and entertainment. You will receive anonymous help from a stranger. Meeting your favourite person will bring you much joy. Financial prosperity is indicated. Pray to Behram Yazad daily.

Lucky Dates: 18, 19, 22, 23


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

14મી જુલાઈ સુધી શુક્રની દિનદશા તમને ભરપુર સુખ આપશે. ફેમીલીમાં કોઈ પણ ચીજ વસ્તુની કમી નહીં આવવા દો. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવામાં કોઈ મુશક્ેલી નહીં આવે. અપોઝીટ સેકસનો ભરપુર સાથ સહકાર મળશે. જીવન સાથી મેળવવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 21, 23 છે.

Venus’ rule till 14th July will bring you immense happiness. You will spoil your family with everything they wish for. You will cater to the wants of family members without any difficulty. The opposite gender will support you greatly. You will be able to find a life-partner. Pray to Behram Yazad daily.

Lucky Dates: 19, 20, 21, 23


LEO | સિંહ: મ.ટ.

05Leo

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા પોતાના કામો સમયસર પુરા નહીં કરી શકો. નાણાકીય બાબતમાં ખુબ ખેંચતાણ રહેશે. તમારા ખાસ વ્યક્તિ કે મિત્રો પણ તમને મળવા નહીં આવે. નાની બાબતમાં પરેશાન થશો. તબિયત અચાનક બગડી જાય તેવા હાલના ગ્રહો છે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 19, 22, 23, 24 છે.

Rahu’s ongoing rule doesn’t allow you to complete your tasks on time. Financial constraints are indicated. Your close friends will tend to stay away. You will get troubled greatly over small issues. Your health could suddenly go bad. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 19, 22, 23, 24


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

પહેલા 4 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમીલી મેમ્બરના અગત્યના કામો પહેલા પુરા કરી લેજો નહીં તો 22મીથી શરૂ થતી રાહુની દિનદશા તમારા કરેલા કામ પર પાણી ફેરવી દેશે. જૂના રોકાણમાંથી ફાયદો લેવાનું ભુલતા નહીં. ધનની લેતી દેતી 22મી પહેલા કરી લેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

You have 4 days remaining under Jupiter’s rule. Ensure to complete important tasks of family members first. Rahu’s rule, starting 22nd May, will undo all your efforts. Ensure to withdraw profits from old investments. Complete all financial transactions before the 22nd. Pray the Mah Bokhtar Nyaish along with Sarosh Yasht daily.

Lucky Dates: 18, 19, 20, 21


LIBRA | તુલા: ર.ત.

07Libra

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધનની કમી નહીં આવે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ગુરૂની કૃપાથી સામેવાળી વ્યક્તિની સલાહ માનતા નાણાકીય લાભ મળશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો ભવિષ્યમાં ફાયદો થવાના ચાન્સ છે. બગડેલા સંબંધને સુધારી શકશો. ધર્મના કામો કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 22, 23, 24 છે.

The onset of Jupiter’s rule ensures no shortage of money. You could receive finances, unexpectedly. Under Jupiter’s grace, listening to the advice of another will prove beneficial. Ensure to make investments as these will prove profitable in the future. You will be able to resolve any misunderstandings. You will be able to do religious works. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 20, 22, 23, 24


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લું અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. હાલમાં ભાઈ બહેનો તમારી નાની ભૂલથી નારાજ થશે. બને તો ફેમિલી મેમ્બર સાથે ઓછું બોલવાનું રાખજો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. ઉપરી વર્ગ નાની બાબતમાં પરેશાન કરશે. શનિને શાંત કરવા માટે મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

This is your last week under Saturn’s rule. Your siblings could get upset over a small mistake. Try to speak minimally with family members. Drive/ride your vehicles with caution. Seniors at work will harass you over petty matters. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 18, 19, 20, 21


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

આજથી 36 દિવસ માટે શનિની દિનદશા શરૂ થયેલી છે. આજથી તમે કામકાજમાં અટવાયેલા રહેશો. મનની શાંતિ જરા પણ નહીં રહે. ઘરમાં વાહન કે લોખંડની વસ્તુ લેવાની ભૂલ કરતા નહીં. વડીલ વર્ગ તમારાથી નારાજ થઈ જશે. જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 22, 23, 24 છે.

Saturn’s rule, starting today for the next 36 days, will have you entwined in work. Mental peace will evade you. Do not purchase any vehicles or items made of metal. The elderly could get upset with you. You could suffer from joint pains. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 20, 22, 23, 24


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

મિત્રગ્રહ બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં જશની સાથે ધનલાભ પણ થશે. ઓછું કામ કરી સારૂં વળતર મેળવી શકશો. બુદ્ધિ વાપરીને મુશ્કેલી ભર્યા કામ સહેલા બનાવી દેશો. સારી જગ્યાએ નાણાને વાપરી શકશો. અચાનક ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Mercury’s ongoing rule brings you fame and prosperity in your professional sphere. With a little effort you will be able to gain a lot. You will able to resolve any difficult tasks easily with your intelligence. You will use your money wisely. You could receive anonymous help suddenly. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 18, 19, 20, 21


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

પહેલા ચાર દિવસ શાંતિમાં પસાર નહીં કરી શકો. ઉતરતી મંગળની દિનદશા તમારૂં નાનું એકસીડન્ટ કરાવી શકે છે. 22મી મેથી તમારા મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલુ થવાથી ઘણી બધી બાબતો પોઝિટિવ થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નવું કામ 22મી મે પછી કરજો. દરરોજ ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

You have 4 days remaining to spend in chaos under Mars’ rule. Its descending phase could cause an accident for you. Mercury’s rule, starting 22nd May, will turn a lot of things positively for you. Financial prosperity is indicated. Take on any new work post 22nd May. Pray the Meher Nyaish along with the Tir Yasht daily.

Lucky Dates: 18, 19, 20, 21


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લા 6 દિવસ શાંતિમાં પસાર કરી શકશો. જરૂરી કામ 22મી પહેલા કરી લેજો. ઉતરતી ચંદ્રની દિનદશા તમારા મગજને શાંતિ આપશે અને તમારા અગત્યના કામો પૂરા કરાવી આપશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેજો. અગત્યના હિસાબી કામો પહેલા જ પૂરા કરી લેજો. શેર સટ્ટાથી દૂર રહેજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 23 છે.

You have 6 days remaining to spend in peace. Complete all your important tasks before 22nd May. The descending rule of the Moon brings you peace and helps complete your important tasks smoothly. Make any purchases needed for the home. Complete all your pending important financial works. You are advised to stay away from the share market. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 18, 19, 20, 23

Leave a Reply

*